આ કંપનીના કર્મચારીઓ થઈ ગયા માલામાલ, બોનસમાં એવી વસ્તુ મળી કે કોઈ દિવસ વિચાર્યું પણ નહિં હોય

કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી સમગ્ર વિશ્વના ધંધા રોજગાર પ્રભાવિત થયા છે. કોરોનાકાળમાં જ્યાં એક બાજૂ દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થા ઠપ્પ થયેલી છે, જેના કારણે લાખો લોકો બેકાર થયા છે. લોકોની નોકરી પણ ગાયબ થઈ રહી છે. ત્યારે એક કંપની લોકોને ભેટમા કાર આપવા જઈ રહી છે. આ વાત તમને કદાચ માનવામાં નહી આવે કારણ કે દરેક સેક્ટરમાં અત્યારે મંદીનો માહોલ છે. આવા સમયે ચીનની એક કંપની વધારે પ્રોફિટ થવાના કારણે પોતાના કર્મચારીઓને 4116 કાર ગિફ્ટમાં આપવા જઈ રહી છે.

image source

આ ખબર આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવી

કાર આપવાની જાહેરાત થતા જ આ કંપની ચર્ચામાં આવી ગઈ છે. આ અંગે કંપનીએ કહ્યુ હતું કે, તે એક એવી ઈવેન્ટ કરવા માગતા હતા, જે દુનિયા રાખે અને ચીની મીડિયાની સાથે સાથે આ ખબર આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવી ગઈ. જેના પર લોકોનું કહેવુ છે કે, દુનિયાની મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓને બોઝ સમજે છે. પણ આ કંપની બોનસ તરીકે કાર આપી રહી છે. જે ખૂબ નવાઈની વાત છે.

image source

આ કારની કિંમત છે 540 કરોડ રૂપિયા

4116 કારોમાંથી 2933 જિયાંગ્લિંગ ફોર્ડ ટેરિટરી કારો અને 1183 FAW વોક્સવૈગન મૈગટન કાર છે. આ તમામ કારની કિંમત લગભગ 500 મિલિયન યુઆન એટલે કે, 540 કરોડ રૂપિયા થાય છે.

આ પહેલા સુરતની એક ડાયમંડ કંપનીએ પણ બોનસમાં આપી હતી કાર

image source

સુરતની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સ દ્વારા કંપનીમાં કામ કરતા 5500થી વધુ કર્મચારીઓમાંથી સર્વશ્રેષ્ઠ કામ બદલ બોનસ તરીકે કાર અને મકાન આપ્યા હતા. હરેક્રિષ્ણા 1660 કર્મચારીઓને 51 કરોડની કિંમતની 1260 કાર તથા 400 જેટલા મકાનો આપ્યા હતા.

1660 કર્મચારીઓને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પસંદ કરાયા હતા

image source

1660 કર્મચારીઓને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પસંદ કરાયા હતા. તેમાથી 1200 કર્મચારીઓ એવા છે જેમનો પગાર રૂપિયા 10 હજારથી લઇને 60 હજાર સુધીનો છે. જે 400 કર્મચારીઓને મકાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમણે મકાન માટે ડાઉન પેમેન્ટ ચૂકવવાનું ન હતું. કર્મચારી પર બોજો ન પડે તે હેતુથી 5 વર્ષ સુધી દર મહિને રૂપિયા 5000નો હપતો કંપની ચુકવશે. કાર મેળવનારા કર્મચારીઓને મારૂતિ તેમજ નિશાનની કાર પસંદ કરવાનો વિકલ્પ અપાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું

image source

સુરતની હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર આપવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કંપનીના માલિક સવજીભાઇ ધોળકીયા પરિવારને અભિનંદન આપતાં સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આ સમારોહને સારા કામને પ્રોત્સાહન આપવા માટેના સુંદર પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ