ઋષી કપૂરની પત્ની નીતુ કપૂરે અંબાણી પરિવારનો આભાર માગતો લખ્યો ઇમોશનલ લેટર

નીતુ કપૂરે અંબાણી કુટુંબનો આભાર માગતો લાગણીભીનો પત્ર લખ્યો, નીતા ભાભી અને મુકેશભાઈનો આભાર માનતો નીતૂ કપૂરનો પત્ર વાંચી તમને પણ અંબાણી કુટુંબ પ્રત્યે માન ઉપજશે

image source

ગત 30મી એપ્રિલના રોજ બોલીવૂડના વર્સેટાઇલ અને પીઢ અભિનેતા અને બોલીવૂડની કપૂર ખાનદાનની ત્રીજી પેઢીના વડીલ એવા ઋષી કપૂરનું નીધન થયું હતું. આખાએ સોશિયલ મિડિયામાં તેમના મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિગ્ગજ બોલીવૂડ સ્ટાર્સથી લઈને સામાન્ય માણસ સુધીના લોકોએ તેમના મૃત્યુ બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.

બે દિવસ પહેલાં નીતુ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઋષી કપૂરની મદ્યપાન કરતી એક તસ્વીર શેર કરી હતી અને સાથે લખ્યું હતું , ‘આપણી વાર્તાનો અંત’ લોકોએ તેમની આ પોસ્ટ ખૂબ પસંદ કરી હતી. અને આજે થોડા જ કલાકો પહેલાં ફરી એકવાર તેમણે એક લાંબી પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટ એક આભાર પત્ર છે. આ પત્રમાં તેમણે મુકેશ અંબાણીના કુટુંબનો આભાર વ્યક્ત કર્યો છે અને સાથે મુકેશ અંબાણી, નીતા અંબાણી, નીતૂ કપૂર અને ઋષી કપૂરની એક જૂની તસ્વીર પણ શેર કરી છે.

image source

તેમણે આ લાગણી ભર્યા આભાર પત્રમાં લખ્યું છે. ‘અમારા માટે એક કુટુંબ તરીકે આ છેલ્લા બે વર્ષ ખૂબ જ લાંબી જર્ની સમાન રહ્યા છે. તેમાં કેટલાક સારા દિવસો હતા તો કેટલાક ખરાબ દિવસો પણ હતા. આ દીવસો લાગણીથી ભરપૂર હતા. પણ આ જર્ની અંબાણી પરીવારના પ્રેમ તેમજ સપોર્ટ વગર ન થઈ શકી હોત. છેલ્લા કેટલાક દિવસોથી અમે આ કુટુંબનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો શોધી રહ્યા હતા જેમણે આવા સમયે અમારો કેટલીએ રીતે સાથ આપ્યો.’

તેમણે આગળ લખ્યું છે, ‘છેલ્લા 7 મહિનાથી આ કુટુંબનો દરેક સભ્ય એ જ પ્રયાસ કરી રહ્યો કે અમારા વાહલા ઋષીને બને તેટલી ઓછી તકલીફ પડે. ઋષીને સતત મેડિકલી એટેન્ડ કરવામાં આવે તેનું ધ્યાન રાખવાની સાથે સાથે તે વ્યક્તિગત રીતે ઋષીની અવારનવાર મુલાકાત લેતા અને તેમને ખૂબ પ્રેમ અને એટેન્શન આપતા હતા. અમે જ્યારે ભયભીત થઈ ઉઠતાં ત્યારે તેમણે અમારા હાથ પકડીને અમને સંભાળ્યા હતા.’

image source

તેમણે અંબાણી કુટુંબના એક એક સભ્યના નામનો ઉલ્લેખ આ આભાર વ્યક્ત કરતાં લાગણીસભર પત્રમાં કર્યો છે. તેમણે લખ્યું છે, ‘મુકેશ ભાઈ, નીતા ભાભી, આકાશ, શ્લોકા, અનંત અને ઇશા તમે લોકો હંમેશા ગાર્ડિયન એન્જલ તરીકે અમારી સાથે રહ્યા. અમે તમારા બધા માટે શું ફીલ કરી રહ્યા છીએ તે વિષે તમને નથી જણાવી શકતા, અમારું સદનસીબ છે કે તમે અમારા જીવનમાં છો. મારી, રણબીર, રિદ્ધિમા અને સંપૂર્ણ કપૂર પરિવાર તરફથી તમારો આભાર માનીએ છીએ.’

હવે કદાચ તમને સમજાઈ ગયું હશે કે દેશનું સૌથી ધનાડ્ય કુટુંબ માત્ર રૂપિયો જ નથી કમાવી જાણતું પણ ઉચ્ચાં દરજાની માનવતા દાખવીને લોકોનો પ્રેમ પણ કમાઈ રહ્યું છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ