એક એવુ શહેર જ્યાં નથી પડતો વરસાદ, વાદળોથી પણ વધુ ઊંચાઈ પર વસેલું છે આ શહેર, જાણો તમે પણ

આપણા ભારતમાં મિશ્રઋતુનું વાતાવરણ છે એટલે કે અહીં વર્ષભર કોઈ એક જ ઋતુ નથી હોતી પણ તેમાં સમયાંતરે બદલાવ આવ્યા કરે છે. ભારતમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળની કડકડતી ઠંડીનો માહોલ હોય છે તો માર્ચથી લઈને જૂન સુધી ધોમધખતો તાપ પડે છે અને જુલાઈથી ઓક્ટોબર સુધી વરસાદ પડે છે. વરસાદ અંગે કોઈ નિશ્ચિત નથી હોતું કે કેટલો પડશે. જો કે ભારતના લગભગ રાજ્યોમાં સરેરાશ વરસાદ તો પડી જ જાય છે. જયારે અમુક સ્થળોએ જરૂર કરતા વધુ વરસાદ પડતો હોવાનું દેખાય છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે.

image source

જેમ કે મુંબઈ જેવા આધુનિક શહેરોમાં. પરંતુ આમ જોવા જઈએ તો મુંબઈમાં લગભગ દરવર્ષે નાનું-મોટું પૂર આવવાનું કારણ ખુદ મુંબઈનું જ આધુનિકરણ છે. ત્યાંની મોટાભાગની માટીની ધરતી હવે સિમેન્ટના ધાબાઓથી ઢંકાઈ ગઈ છે જેથી ઓછા વરસાદે કે સામાન્ય વરસાદે પણ ત્યાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ જાય છે.

image source

ખેર, આપણે અહીં મુંબઈ વિષે નહિ પણ વરસાદ વિષે વાત કરવાની છીએ એટલે મૂળ મુદ્દા પાર પાછા આવીએ. તમે કદાચ એ તો જાણતા જ હશો કે ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના માસીનરામ ખાતે પડે છે. પરંતુ શું તમે એવા સ્થાન વિષે જાણો છો કે જ્યાં કદી વરસાદ પડતો જ નથી. અને તેમ છતાં ત્યાં માનવવસ્તી પણ છે અને જીવન પણ. ઉપરાંત એ કોઈ રણપ્રદેશ પણ નથી. તો કઈ છે એ જગ્યા આવો જરા વિસ્તારથી જાણીએ.

આ શહેર યમન દેશની રાજધાની સના ખાતે સ્થિત હરજ ક્ષેત્રમાં આવેલું છ્હે અને શહેરનું નામ છે અલ-હુતૈબ. અહીં પહાડો પર બનેલા આકર્ષક ઘરો પર્યટકોને પોતાની તરફ ખાસ આકર્ષિત કરે છે.

image source

આ શહેર પૃથ્વીની સપાટીથી લગભગ 3200 મીટર ઊંચાઈ પર સ્થિત છે અને કદાચ આ કારણે જ શહેરનું વાતાવરણ એકદમ ગરમ હોય છે. જો કે શિયાળાની ઋતુની સવારમાં અહીં આહલાદક વાતાવરણ અનુભવાય છે વળી સુરજ ઉગતાની સાથે જ ધીમે ધીમે ગરમીનો પારો પણ ચડવા લાગે છે.

ગ્રામ્ય અને શહેરી વિશેષતાઓની સાથે સાથે આ શહેરમાં આધુનિક વાસ્તુકલાનો પણ અનોખોહ સંગમ જોવા મળે છે. અહીં ખાસ કરીને ‘ અલ બોહરા ‘ અથવા ‘ અલ મુકરમા ‘ સમાજના લોકો જેને યમની સમુદાયના લોકો પણ કહેવાય છે તેઓનું ગઢ ગણાય છે.

image source

અલ-હુતૈબ શહેરની સૌથી ખાસ વાત તો એ છે કે અહીં વરસાદ થતો જ નથી. આનું કારણ એ છે કે આ શહેર વાદળોથી પણ વધુ ઊંચાઈ પર વસેલું છે. વાદળો આ શહેરની નીછે આવે છે અને નીચેના વિસ્તારો પર વરસી જાય છે. અહીં આવનાર પર્યટક એવો અનુભવ લઈને જાય છે જેને તે ક્યારેય ભૂલી જ નથી શકતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ