બોલિવૂડ શોકમાં, ઇરફાન ખાનની માતાનુ જયપુરમાં નિધન, લોકડાઉનને કારણે અંતિમ સંસ્કારમાં નહિં આપી શકે ઇરફાન હાજરી

ઇરફાન ખાનની માતાનું અવસાન, પુત્ર વિના જ માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, આ છે કારણ.

ઇરફાન ખાનની માતા સઇદા બેગમનું 95 વર્ષની વયે અવસાન થયું છે. શેરો -શાયરી નો ગજબ શોખ રાખનાર અને રાજસ્થાનના ટોંક ના નવાબ સાથે સંકળાયેલા સઇદા એ શનિવારે જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને સવારે આશરે અગિયાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ ચુંગા નાકા સ્થિત કબ્રસ્તાનમાં ગઈકાલ શનિવારના રોજ સાડા ચાર વાગે પુરા રીતિ રિવાજ થી તેમની બધી વિધિ કરવાં માં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇરફાનની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તેમનું શનિવારે સાંજે મોત નીપજ્યું હતું. સમાચારો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાન તેની માતાની છેલ્લી મુલાકાત માટે જયપુર જઈ શકશે નહીં. પોતાની માતા ના અંતિમ સંસ્કાર તેના વિના જ કરવામાં આવશે.

image source

મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરફાન ખાન તેમના ઈલાજ માટે વિદેશમાં ગયેલા છે. DNAમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઇરફાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. શનિવારે સાંજે ઇરફાનની માતાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, અંતિમ સંસ્કાર જયપુરની હદમાં કરવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના થોડા જ લોકો જોડાયા હતા. તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇરફાનના મોટા ભાઈ સલમાને તમામ ધાર્મિક વિધિઓ કરી હતી.

આ દરમિયાન એવી અટકળો થઈ રહી છે કે ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ પૂરું થયા બાદ ઇરફાન ખાન ફરી એક વખત તેની સારવાર માટે લંડન ગયો છે અને તે ત્યાં જ હાજર છે. પરંતુ સઈદા બેગમના પરિવાર સાથે સંકળાયેલા એક સૂત્રએ જયપુરથી એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે તે મુંબઇ સ્થિત તે તેના ઘરે હાજર હતો અને લોકડાઉન અને માંદગીની સ્થિતિમાં તેમને જયપુર આવવું શક્ય નહોતું.

image source

તમને જણાવી દઈએ કે છ મહિના પહેલા ઇરફાન ખાન તેની માતા સઇદા બેગમને મળવા માટે જયપુર ગયો હતો. ઇરફાન તેની માતાની ખૂબ નજીક હતો અને 2003 માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘મકબુલ’ બતાવવા તે તેને જયપુરના સિનેમા હોલમાં પણ લઈ ગયો. વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ‘મકબુલ’ એ ઇરફાન ખાનની ફિલ્મ કારકીર્દિ માટેનો વળાંક સાબિત થયો હતો.

ઇરફાનની માતાના નિધન બાદ ડાયરેકટર સુજિત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. હાલમાં જ તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ સમાચાર અંગે શોક વ્યક્ત કર્યો છે. સુજિતે કહ્યું કે આ ખૂબ જ દુખદ સમાચાર છે. તેઓ ઇરફાન સાથે ફોન પર વાત કરશે.

image source

તમને જણાવી દઈએ કે, સુજિત અને ઇરફાન ખૂબ નજીકના મિત્રો છે. બંનેએ ‘પીકુ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હકીકતમાં, ફિલ્મ ‘પીકુ’ નું નિર્દેશન સુજિત સરકાર દ્વારા જ કરાયું હતું.

જો આપણે ઇરફાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ માં જોવા મળ્યા હતા. કોરોના વાયરસને કારણે આ ફિલ્મ મોટા પડદે લાંબા સમય સુધી ટકી શકી નહીં. ત્યારબાદ આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. તેમાં ઇરફાન ખાન ઉપરાંત દિપક ડોબરિયાલ, કરીના કપૂર, ડિમ્પલ કાપડિયા અને રાધિકા મદાન એ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, ઇરફાન ખાન ખુદ લાંબા સમયથી બીમાર હતો. તે 2017 થી ન્યુરોએન્ડ્રોક્રાઇન જેવા જીવલેણ અને દુર્લભ રોગનો શિકાર બનેલા છે, ઇરફાન ખાન આ રોગ સાથેની લડત લડી રહ્યો છે. જો કે, તાજેતરના ભૂતકાળમાં તેની તબિયતમાં ઘણો સુધારો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ