દેશની આ દીકરી કોરોના સામે લડવા પગથી સીવે છે માસ્ક, જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપે છે ફ્રીમાં

પગથી માસ્ક સીવે છે.

આજે જ્યાં કોરોના વાયરસ સંક્રમણનો કહેર પોતાની ચરમસીમા પર પહોચી ગયો છે ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે એક લાખ જેટલા લોકોએ દુનિયામાં જીવ ગુમાવી દીધા છે. આવા સમયે ડોક્ટર્સ, મેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી આ બધી જ વ્યક્તિઓને પોતાની ફરજ નિભાવવા માટે નોકરી પર જઈ રહ્યા છે ત્યારે દેશના ઘણા એવા નાગરિકો છે જેઓ પોતાની ક્ષમતા મુજબ આ બધા જ ફરજ બજાવી રહેલ વ્યક્તિઓને યથાયોગ્ય સહયોગ અને મદદ કરી રહ્યા છે.

કોઈ પૈસાથી તો કોઈ ભોજનથી કે પછી ગરીબ અને મજુર વર્ગ કે જેઓ પોતાની સુરક્ષા કરવા માટે માસ્ક કે સેનેટાઈઝર જેવી કોઈ વસ્તુ લઈ નથી શકતા તેવી વ્યક્તિઓ સુધી માસ્ક અને યોગ્ય માર્ગદર્શન, જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોચાડીને સેવા આપી રહ્યા છે. હવે અમે આપને એવી વ્યક્તિ વિષે જણાવીશું.

image source

જમ્મુ-કશ્મીરના ઉધમપુર જીલ્લામાં રહેતી ૨૯ વષીય મધુબાલા જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરી રહી છે. જોવા જઈએ તો આ મદદ સામાન્ય રીતે બધા જ કરી રહ્યા છે પણ મધુબાલા એક દિવ્યાંગ હોવા છતાં પણ જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવા માટે આગળ આવી છે.

દેશ સેવામાં પોતાનું યોગદાન આપવા મધુબાલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે માસ્ક બનાવે છે અને તે આવા વ્યક્તિઓને ફ્રીમાં આપી રહી છે.

પગથી સીવે છે માસ્ક.:

મધુબાલા દિવ્યાંગ છે પણ તેની દિવ્યાંગતા દેશ સેવાને આડે નથી આવવા દીધી. એટલા માટે મધુબાલાએ દેશ સેવામાં યોગદાન આપવા માટે હાથને બદલે પગથી માસ્ક સીવવાનું નક્કી કરે છે અને ગ્રામજનોને ફ્રીમાં આપી દે છે. મધુબાલા માસ્ક બનાવે છે અને કહે છે કે તે પોતે પણ ઘરે જ રહે છે અને માસ્ક બનાવે છે. જરૂર પડે તો જ તે ઘરની બહાર નીકળે છે.

મધુબાલાના આ જુસ્સાને આપણે સલામ કરીએ છીએ. આટલી બધી કઠણાઈ અને મુશ્કેલીઓ હોવા છતાં પણ મધુબાલાએ અત્યાર સુધી ૧૦૦ થી વધારે માસ્ક સીવીને ગ્રામજનોને આપી દીધા છે. તેમજ પોતાની નબળાઈને પોતાના પર ભારે ના થવા દેતા મધુબાલાએ દેશ સેવાનું કામ શરુ જ રાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ