સચિન તેંડુલકર પત્ની: સચિન તેંડુલકર અને અંજલિની લવ સ્ટોરી, જાણો કેવી રીતે ક્રિકેટર સાથે થયા એક ડૉક્ટરના લગ્ન.

સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર:-
ક્રિકેટનો ભાગ્યે જ એવો કોઈ રેકોર્ડ હશે કે જે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર ના બનાવ્યો હોય. ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરે અંજલિ તેંડુલકર સાથે લગ્ન કર્યા હતા, જે વ્યવસાયે એક ડૉક્ટર છે. આ લેખ દ્વારા અમે સૌને સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર વિશે કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ સચિન અંજલિની લવ સ્ટોરી.
સચિન તેંડુલકર અને પત્ની અંજલિ તેંડુલકર ની લવ સ્ટોરી:-

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. તેમને ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન્સમાં ના એક માનવામાં આવે છે. ક્રિકેટનો ભાગ્યે જ કોઈ રેકોર્ડ હશે, જે સચિન તેંડુલકરે નહિ બનાવ્યો હોય. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30,000 થી વધુ રન પૂરા કરનાર એકમાત્ર ખેલાડી છે. ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરે અંજલિ તેંડુલકર સાથે લગ્ન કર્યા છે. જે વ્યવસાયે એક ડૉકટર છે. અંજલિ તેંડુલકરે સચિનની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
અંજલિ તેંડુલકરનો બાયો ડેટા:-

અંજલિ તેંડુલકરનું અસલી નામ અંજલિ મહેતા છે. તેઓ વ્યવસાયે એક બાળરોગ ચિકિત્સક (ડોક્ટર) છે. તેઓની ઉંચાઇ (આશરે) 163 સે.મી. છે. તેમજ ફીટ ઇંચ 5 ફીટ 4 ઇંચ છે. તેમનો વજન (આશરે.) 60 કિગ્રા છે. તેમની આંખનો રંગ થોડો ડાર્ક બ્રાઉન છે. તેમના વાળનો રંગ કાળો છે.
અંજલિ તેંડુલકરનું વ્યક્તિગત જીવન:

તેમનો જન્મ 10 નવેમ્બર 1967 માં થયો હતો. તેમની ઉંમર 52 વર્ષ છે. તેમની રાશિ વૃશ્ચિક છે. તેઓના જન્મસ્થાન વિશે કોઈ જાણકારી મળી નથી. તેઓ ભારતીય રાષ્ટ્રીયતા ધરાવે છે. તેઓ ધર્મે હિન્દૂ છે. તેઓનું વતન મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત છે. તેઓએ અભ્યાસ બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ, બોમ્બે (હાલમાં મુંબઇ), મહારાષ્ટ્ર માં કર્યો હતો. તેઓની શૈક્ષણિક લાયકાત સ્નાતક (ચિકિસ્તક) છે. તેઓને ટ્રાવેલિંગ કરવાનો અને મ્યુઝિક સાંભળવાનો શોખ છે. તેઓએ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથે 24 મે 1995ના રોજ લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ છે. જેઓના નામ પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર છે.
અંજલિ તેંડુલકરનો પરિવાર :-

તેમના પિતાનું નામ આનંદ મહેતા છે. જેઓ એક મોટા ઉદ્યોગપતિ છે. તેમની માતાનું નામ અન્નાબેન મહેતા છે. જેઓ મૂળ બ્રિટીશના છે. તેઓના ભાઈ-બહેન વિશે કોઈ જાણકારી મળી નથી. તેઓ ધર્મે હિન્દૂ છે.
અંજલિ તેંડુલકર કૌટુંબિક પૃષ્ઠભૂમિ અને પ્રારંભિક જીવન:-

અંજલિ તેંડુલકરનો જન્મ 10 નવેમ્બર 1967 ના રોજ થયો હતો. તેમના પિતા આનંદ મહેતા પ્રખ્યાત ગુજરાતી ઉદ્યોગપતિ અને પૂર્વ વર્લ્ડ બ્રિજ ચેમ્પિયન છે. તેમની માતા એનાબેલ મહેતા બ્રિટીશ મૂળની છે. તેઓ એક જાણીતી એનજીઓ ‘અપનાલય’ ની સ્થાપક છે. અંજલિ મહેતાનો ઉછેર મુંબઇના સૌથી સુંદર બંગલાઓ માંથી એકમાં થયો હતો. તેમણે બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હતું. ત્યારબાદ તેમણે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો અને મુંબઈની જેજે હોસ્પિટલમાં ઘણા વર્ષો સુધી બાળ ચિકિત્સક તરીકે પ્રેક્ટિસ કરી હતી.
સચિન તેંડુલકર સાથે મુલાકાત અને લગ્ન:-

અંજલિ તેંડુલકર અને સચિન તેંડુલકરની પ્રથમ મુલાકાત મુંબઈ એરપોર્ટ પર થઈ હતી. અંજલિ તેંડુલકરે 1990 માં મુંબઇ એરપોર્ટ પર સચિનને પહેલીવાર જોયો હતો. અંજલિ તેની માતાને લેવા માટે એરપોર્ટ પર આવી હતી જ્યારે સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ઘરે પરત ફરી રહ્યો હતો. સચિને ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારી હતી.
પરંતુ ત્યારે, અંજલિને એ વાતનો કોઈ ખ્યાલ જ નહોતો કે સચિન એક ક્રિકેટર છે. પહેલી નજરે જ, અંજલિ સચિનને જોઈને તેની દિવાની થઈ ગઈ હતી અને તેની પાછળ ભાગતી તેને બૂમ પાડવા લાગી હતી. ત્યારબાદ તે એક સામાન્ય મિત્ર દ્વારા સચિનનો નંબર મેળવવામાં સફળ થઈ અને ત્યારબાદ બંને વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થઈ.

અંજલિ જ્યારે મેડિકલની વિદ્યાર્થીની હતી અને તે સમયે સચિન મેચ રમવા માટે દુનિયાભરની યાત્રા કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી બંને મળી શકતા નહોતા. આવી સ્થિતિમાં સચિન અને અંજલિ ખાસ કરીને ફોન કોલ્સ અને પત્રો દ્વારા જ વાત કરતા હતા.
અંજલિ તેંડુલકર અને સચિન તેંડુલકરે તેમના લગ્ન પહેલા ‘રોજા’ નામની એક ફિલ્મ પણ જોઇ હતી. લગ્ન પહેલા તેમણે આ પહેલી ફિલ્મ જોઇ હતી. ઘણાં વર્ષો સુધી એકબીજાને જાણ્યા પછી સચિને એક દિવસ અંજલિને પ્રપોઝ કર્યું હતું અને અંજલિએ તરત હા પાડી દીધી હતી.

ત્યારબાદ પરિવારની સંમતિ પછી અંજલિ અને સચિને 1994 માં ન્યુઝીલેન્ડમાં સગાઈ કરી હતી. પછીના વર્ષે એટલે કે 24 મે 1995 ના રોજ, અંજલિ તેંડુલકર અને સચિન તેંડુલકર લગ્નના બંધને બંધાઈ ગયા હતા. અંજલિ અને સચિન બે બાળકોના માતા-પિતા છે. પુત્રી સારાનો જન્મ 12 ઓક્ટોબર 1997 માં થયો હતો, જ્યારે તેમના પુત્ર અર્જુનનો જન્મ 4 સપ્ટેમ્બર 1999 ના રોજ થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ