વિખ્યાત ગુજરાતી તબીબનું કોરોનાથી લંડનમાં દુ:ખદ મોત…

કોરોના વાયરસ : બ્રિટનમાં ‘ગ્રેટ ઓનરર્ડ’ ભારતીય ડોક્ટર જીતેન્દ્ર રાઠોડનું અવસાન. યુકેની હોસ્પિટલોમાં હજારો દર્દીઓ સાથે કાર્યરત NHS સ્ટાફમાં ભારતીય ડોકટરો અને નર્સોનો સમાવેશ થાય છે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે. ભારત કરતા અન્ય દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે હોવાથી ત્યાં સેંકડો લોકો મૃત્યું પામી રહ્યા છે, તેની ઝપેટમાં હવે ભારતીઓ પણ આવી રહ્યા છે.

image source

હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે લંડનમાં એક મૂળ ભારતીય ડોક્ટરનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. આ ભારતીય ડોક્ટર મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડનમાં સ્થાપી થયા હતા. અને તેઓ ડોક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. લંડનમાં તેઓ એક મોટા હાર્ટસર્જન છે. વૈશ્વિક મહામારી કોરોના સામે લંડનમાં દર્દીઓની સેવા કરતા તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને તેમનું દુ:ખદ અવસાન થયું છે.

1977 માં બોમ્બે યુનિવર્સિટીમાંથી તબીબી લાયકાત મેળવનાર જિતેન્દ્રકુમાર રાઠોડ યુકે ગયા હતા અને વર્ષો સુધી નેશનલ હેલ્થ સર્વિસમાં (NHS) નોકરી કરી હતી, કોરોનોવાયરસ ચેપ પછી તેનું અવસાન થયું હતું, વેલ્સના અધિકારીઓએ સોમવારે રાત્રે જણાવ્યું હતું. તેમના મોતના સમાચારે ડોક્ટરી જગતમાં મોટો ફટકો પડ્યો છે, જ્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

image source

કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડે કહ્યું: “તે ખૂબ જ દુઃખની વાત છે કે અમે તમને જાણ કરીશું કે કાર્ડિયો-થોરાસિક સર્જરીના સહયોગી નિષ્ણાત શ્રી જીતેન્દ્ર રાઠોડનું યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં નિધન થયું છે.”

યુકેની હોસ્પિટલોમાં હજારો દર્દીઓ સાથે કાર્યરત NHS સ્ટાફમાં ભારતીય ડોકટરો અને નર્સોનો સમાવેશ થાય છે. યુકેમાં ક્વોલિફાઇ થયા પછી, ભારતમાં લાયકાત ધરાવતા ડોકટરો એ NHS માં કાર્યરત બીજો સૌથી મોટુ જૂથ છે.

બોર્ડે કહ્યું: “COVID -19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યા બાદ આજે અમારા સામાન્ય સઘન સંભાળ એકમમાં તેનું વહેલી સવારે મૃત્યુ થયું. જીતેન્દ્ર 1990 ના દાયકાના મધ્યભાગથી કાર્ડિયો-થોરાસિક સર્જરી વિભાગમાં કામ કરતા હતા અને 2006 માં વિદેશ ચાલ્યા ગયા હતા. પછી યુએચડબ્લ્યુ (UHW) પરત ફર્યા.

image source

જીતેન્દ્ર રાઠોડ વિશે વાત કરીએ તો, તેઓ મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડન સ્થાયી થયા હતા, ત્યાં તેઓ ડોક્ટર બન્યા અને પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ લંડનમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે છે, ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કરતા તેઓ પણ ઝપેટમાં આવી ગયા હતા. હાલ સમાચારોમાં આવ્યું હતું કે, દેશ-દુનિયામાં ખ્યાતનામ ધરાવનાર ડૉ.જીતેન્દ્ર રાઠોડે હવે દુનિયાને અલવિદા કહી દીધું છે એટલે કે તેમનું દુઃખદ અવસાન થયું છે.

60 વર્ષિય ડૉ.જીતેન્દ્ર રાઠોડ મૂળ નવસારી જિલ્લાના ચીખલીના તાલુકાના સાદકપોર ગામના વતની હતા. ડૉ.જીતેન્દ્ર રાઠોડ લંડનમાં કોરોના ગ્રસ્ત લોકોને પોતાની સેવા આપી રહ્યા હતા તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને વાયરસના સંક્રમણના કારણે તેમનું અવસાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ