ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામે લડવા PM મોદીને ફોન કરીને માંગી ‘આ’ મોટી મદદ

દુનિયાની મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપતિએ પી.એમ. મોદી પાસે માંગી મદદ – જાણો શું માગ્યું મદદમાં

છેલ્લા અઢીથી ત્રણ મહિનામાં કોરોના વાયરસની મહામારીએ આખાએ વિશ્વની દશા બગાડી નાખી છે. આર્થિક દ્રષ્ટિએ પણ લાખો કરોડો ડોલરનું નુકસાન હાલ થઈ રહ્યું છે, લોકોને નોકરી ધંધો કર્યા વગર ઘરે બેસવાનો વારો આવ્યો છે. ચીન કે જ્યાં આ વાયરસના મૂળિયા છે ત્યાં સ્થિતિ થાળે પડી રહી છે લોકો નોર્મલ જીવન તરફ પાછા વળી રહ્યા છે પણ ઇટાલી તેમજ સ્પેનની હાલત અત્યંત કફોડી બની ગઈ છે અને ત્યાર બાદ વારો આવ્યો છે અમેરિકાનો.

image source

અમેરિકાની સ્થિતિ હાલ અત્યંત ખરાબ છે, મૃત્યુઆંકમાં સેંકડોની સંખ્યામાં દીવસેને દીવસે વધારો થઈ રહ્યો છે તો પોઝીટીવ કેસો પણ હજારોની સંખ્યામાં વધી રહ્યા છે. અમેરિકામાં પોઝીટીવ કેસોની સંખ્યા 367,461 સુધી પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 10,910 સુધી પહોંચી ગયો છે. આજે સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ લેવાનો વારો આવ્યો છે.

તાજેતરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી અને તેમની પાસે આ મહામારી સામે લડવા માટે મદદ માગી છે. અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન પાસે કોવીડ 19ના દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સીક્લોક્વીન ટેબલેટ્સની માંગ કરી છે. આ વાતચીત બાદ ટ્રમ્પે જાણકારી આપી હતી કે તેમણે મદદ માટે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી છે.

image source

ભારતે પુષ્કળ માત્રામાં હાઇડ્રોક્સીક્લોક્વીન ટેબલેટ્સનું ઉત્પાદન કર્યું છે. હાલ ભારત તેના પર સતત કામ કરી રહ્યું છે. ટ્રમ્પે એ પણ જણાવ્યું હતું કે તે પોતે પણ આ ટેબ્લેટનો ઉપયોગ કરશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તેમના દ્વારા આપવામાં આવેલા દવાના આ ઓર્ડરને ભારત પુરો કરશે.

અમેરિકા ઇટાલીના માર્ગે જઈ રહ્યું છે

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં અમેરિકામાં કોવીડ 19થી મૃત્યુ પામનારાઓની સંખ્યા 10,910 સુધી પહોંચી ગઈ છે. અને અમેરિકાની આર્થિક રાજધાની એવા ન્યૂ યોર્ક શહેરની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે ત્યાં સેંકડોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. બીજી બાજુ સમગ્ર વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધીમાં 13.47 લાખથી વધારે લોકો કોરોનાવાયરસથી પ્રભાવીત છે અને 74,807 લોકો મૃત્યુ પામ્યા છે.

image source

ભારતમાં પણ કેસો વધી રહ્યા છે

ભારતમાં પોઝીટીવ કેસોની સંખ્યા 4421 થઈ ચૂકી છે અને મૃત્યુઆંક પણ 114 થઈ ગયો છે. બીજી બાજુ દિવસેને દિવસે નવાનવા કેસો પણ આવી રહ્યા છે. જોકે ભારતના ગરમ વાતાવરણના કારણે રોગચાળો વધારે ફેલાશે નહી તેવી પણ અટકળો ચાલુ છે. તેમજ લોકડાઉન પણ ભારતમાં ઘણું વહેલું કરવામાં આવ્યું હોવાથી હજુ સ્થિતિ કાબુમાં છે. પણ જો હવે સ્થિતિ બેકાબુ થશે તો ભારતની સ્થિતિ પણ અમેરિકા અને ઇટાલી જેવી થઈ શકે છે. માટે સરકાર તો તેના પ્રયાસો કરી જ રહી છે પણ જાહેર જનતાએ પણ સંયમ રાખવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ