લો બોલો, પ્રિયંકાના પતિને આ ભારતીય વાનગી એટલી બધી ભાવે છે ના પૂછો વાત, ક્લિક કરીને જાણો શું છે નામ

નિક જોનાસને આ ભારતીય ભોજન ખૂબ ભાવે છે! શું તમે અંદાજ લગાવી શકો છો કે તેને શું ભાવે છે ?

image source

આપણી દેશી ગર્લ કે જે હવે વિદેશી થઈ ગઈ છે તેવી પ્રિયંકા ચોપરા પોતાના પતિ સાથે નવરાશના સમયે મોકો મળ્યે કે તરત જ ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળે છે જેની તસ્વીરો તે પોતે અથવા તો તેનો પતી નિક કે જે અમેરિકાનો પોપ સિંગર અને એક્ટર છે તે પણ પોતાના સોશિયલ મિડિયા પર શેર કરતા રહે છે. તેમની વિદેશની કોન્સર્ટ ટૂર હોય કે પછી ભારતની મુલાકાત હોય તેઓ તેની તસ્વીર શેર કરવાનું ચૂકતા નથી.

image source

પ્રિયંકા નીક જોનાસને પરણીને જેટલી અમેરિકન થઈ ગઈ છે તેટલો જ નીક પણ ભારતીય સંસ્કૃતિને સમ્માન આપે છે. જે આપણે અવારનવાર જોયું છે. આપણે જાણીએ છે તેમ નીક-પ્રિયંકાએ ભારતીય તેમજ ક્રીશ્ચન બન્ને પરંપરાથી લગ્ન કર્યા હતા. અને ભારતીય પરિધાનોમાં નીક પણ કંઈ ઓછો હેન્ડસમ નથી લાગતો. નીક માત્ર ભારતીય સંસ્કૃતિ અને વસ્ત્રોને જ પસંદ નથી કરતો પણ તેને ભારતીય વ્યંજન પણ પસંદ છે.

થોડા સમય પહેલાં નીક જોનાસે એક મેગેઝીનને ઇન્ટર્વ્યૂ આપ્યો હતો તે દરમિયાન જ્યારે તેને તેના ભાવતા ઇન્ડિયન ફૂડ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે પનીર ઉત્તમ છે. જ્યારે તેને ભારતીય નાશ્તા વિષે પુછવામાં આવ્યું તો તેને સમોસા ખૂબ પસંદ છે તેવું તેણે જણાવ્યું હતું. જો કે આ બન્નેમાં તેને પનીર વધારે પસંદ છે.

image source

નીક જોનાસ અવારનવાર પોતાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. થોડા સમય પહેલાં ઇશા અંબાણીની હોલી પાર્ટીમાં નીક અને પ્રિયંકા સંપૂર્ણ ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા અને નીકે હોળીનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. તો વળી કરવા ચોથ પણ તેણે પ્રિયંકા ચોપરા સાથે ઉજવી હતી. આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ સાડી પહેરી હતી તો નીક જોનાસે પરંપરાગત ભારતીય પોષાક કુર્તા પાયજામાં પહેર્યા હતા. તેણે આ નીમીતે પોતાની પત્નીના સોશિયલ મિડિયા દ્વારા વખાણ પણ કર્યા હતા અને પોતાના ફેન્સને પણ કરવા ચોથની શુભકામનાઓ પાઠવી હતી.

કરવા ચોથના દિવસે નીકે એક સુંદર ટ્વીટ પણ કર્યું જેમાં તેણે લખ્યુ હતું, ‘મારી પત્ની ભારતીય છે, તેણી હીન્દુ છે અને તેણી દરેક બાબતમાં અદ્ભુત છે. તેણે મને તેણીની સંસ્કૃતિ તેમજ ધર્મ વિષે શીખવ્યું છે. હું તેણીને ખૂબ પ્રેમ કરું છું અને તેણીને ખૂબ વખાણું છું, અને તમે જુઓ છો તેમ અમે એક સાથે ખૂબ જ મસ્તી કરીએ છે. હેપ્પી કરવા ચોથ ટુ એવરીવન !’

image source

હાલ નીક જોનાસ અને પ્રિયંકા ચોપરા પણ સમગ્ર વિશ્વની સાથે સાથે કોરોનાવાયરની મહામારીના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં ઘરે પુરાઈ રહ્યા છે. તેઓ તેમના લોસ એન્જેલસના ઘર ખાતે સેલ્ફ ખ્વોરેન્ટાઇન થયા છે. હાલ અમેરિકા એ ચોથો એવો દેશ છે જેના પર કોરોનાવાયરની સૌથી વધારે અસર વર્તાઈ રહી છે. પ્રિયંકા અને નીકે તાજેતરમાં જાહેર કર્યું હતું કે તેમણે કોવીડ-19 સામેની લડાઈ માટે કેટલીક ચેરીટેબલ સંસ્થાઓમાં દાન કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ