અસલી કોરોના યોદ્ધો, 4 દિવસ સુધી ખોરાક-દવા ન લઇ શક્યા છતાં 92 વર્ષના મણિબહેને 9 દિવસમાં કોરોનાને હરાવી દીધો

દિવાળીના રજાઓ અને તહેવારો બાદ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1540 પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક પોઝિટીવ સમાચાર હાલમાં ભારે ચર્ચામાં આવ્યા છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાનું સૌથી વધુ જોખમ મોટી ઉંમરના વડીલોને રહેલું છે પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિઓ છે જેઓ 90 વર્ષના હોવા છતાં કોરોનાની ગંભીર બીમારીમાંથી સાજા થઇને ઘરે પરત ફર્યા હોય.

image source

તો આવો આ કેસની વિગતે વાત કરીએ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 92 વર્ષીય મણિબહેન મોદીએ 9 દિવસમાં કોરોનાને મહાત આપીને ઘરે પાછા ફર્યા છે. આ જર્ની વિશે તે વાત કરતાં કહે છે કે, જન્મ અને મૃત્યુ આપવાનું કામ તો ભગવાન કરે છે આપણે તો માત્ર તેના નિમિત્ત છીએ. મારા પરિવારના સાત સભ્યોમાંથી બે સભ્યને તાવ અને ખાંસી જેવા લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાર પછી દિવાળીના દિવસે મને પણ તાવ અને પગમાં સોજા આવ્યા હતા, જેણે લીધે ટેસ્ટ કરાવ્યો અને હું પોઝિટિવ આવી મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

image source

આગળ વાત કરતાં મણિબહેને કહ્યું કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના સભ્યો ચિંતામાં મૂકાઇ ગયા હતા. મને બ્લડ પ્રેશર, છાતીમાં દુઃખાવો અને ફેક્ચર થયું હોવાથી હું આશરે છ મહિનાથી સંપૂર્ણ રીતે બેડરેસ્ટ છું. આટલી ઉંમર અને બીમારીઓનું ઘર હોવાની સાથે મારું બચવું મુશ્કેલભર્યું છે તેમ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું પણ ‘રામ રાખે તેને કોણ ચાખે?’ એ કહેવત મારા માટે સાચી સાબિત થઇ છે તે માટે હું ભગવાનનો આભાર માનું એટલો ઓછો છે.

image source

મણિબહેન માને છે કે, કોરોનાના જંગમાં મારી સ્થિતિ ખૂબ ગંભીર હતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કર્યાના ચાર દિવસ સુધી હું કોઇ ખોરાક કે દવા લઇ શકતી નથી. પણ યોગ્ય દવા અને સારવારને લીધે 9 દિવસમાં કોરોનાને મહાત આપીને એક નવજીવન મેળવ્યું છે. આગળ કહ્યું કે, ઘણી બધી બીમારીઓનો સામનો કરી રહેલી હોવા છતાં મારા પરિવાર દ્વારા મારી સેવા કરીને મને એક આત્મવિશ્વાસ પૂરો પાડયો છે. કોરોનામાં દરેક વ્યકિત સતર્કતા રાખે તો કોરોનાથી બચી શકે છે સાથે પોતાના રોજિંદા કાર્યો કરી શકે છે. હું માનું છું કે દરેક વ્યકિતના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે આકસ્મિક રીતે આવેલી કોરોનાની મુશ્કેલીમાંથી બહાર આવવા માટે સતત પ્રયત્ન કરવા જોઇએ. કોરોનાથી ડરવાને બદલે કોરોનાથી કેવી રીતે બચી શકાય તે માટેનો વિચાર દરેક વ્યકિતમાં હોવો ખૂબ જરૃરી છે.

image source

ગુજરાતમાં કોરોના કેસની જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 326, સુરત કોર્પોરેશન 221, વડોદરા કોર્પોરેશન 128, રાજકોટ કોર્પોરેશન 69, રાજકોટ 58, બનાસકાંઠા 57, સુરત 56, પાટણ 49, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશન 42, વડોદરા 41, ગાંધીનગર 39, ખેડા 30, જામનગર કોર્પોરેશન 29, પંચમહાલ 27, અમરેલી 26, ભરૂચ 26, મોરબી 24, અમદાવાદ 23, સાબરકાંઠા 21, આણંદ 20, સુરેન્દ્રનગર 20, કચ્છ 19, મહીસાગર 18, ભાવનગર કોર્પોરેશન 16, દાહોદ 16, જામનગર 15, જુનાગઢ કોર્પોરેશન 12, ગીર સોમનાથ 9, બોટાદ 8, જુનાગઢ 8, નવસારી 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 6, છોટા ઉદેપુર 5, નર્મદા 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, વલસાડ 3 કેસ સામે આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 201949એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3906એ પહોંચ્યો છે. જ્યારે 1283 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.99 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 91,459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ