તમારા વાળને મજબૂત, લાંબા અને ચમકદાર બનાવવા માટે મુલતાની માંટ્ટીનું હેર-પેક તમારા વાળ પર લગાવો

વાળ જાડા, લાંબા અને ચમકદાર બનાવવા માટે છોકરીઓ કેટલી ખર્ચાળ ઉત્પાદનો ખરીદે છે અને પાર્લરોમાં મોંઘા-મોંઘા ટ્રીટમેન્ટ કરાવે છે, પરંતુ આ દરેકની અસર માત્ર થોડા સમય માટે જ રહે છે. આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવીશું જેની મદદથી તમારા વાળની દરેક સમસ્યાઓ દૂર થશે.

image source

મહિલાઓને વાળ ખરવા, વાળ ફ્રિઝી, વાળ ડ્રાય અથવા ઓઇલી વાળ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કારણે આપણે ઘણા તણાવમાં રહીએ છે. પરંતુ શું તમે જાણો છો કે ચહેરાના રંગથી લઈને ત્વચાની દરેક સમસ્યાઓ દૂર કરનારી મુલતાની માંટ્ટી તમારા વાળની આ સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. આ માટે માત્ર તમારે હેર પેક બનાવવાની રીત અને તેને લગાડવાની રીત વિશે જાણવાની જરૂર છે. તો ચાલો જાણીએ.

વાળ ખરવાની સમસ્યા માટે

image source

આ સમસ્યા દૂર કરવા માટે બાઉલમાં બે ચમચી મુલતાની માંટ્ટી નાખો, ત્યારબાદ તેમાં એક ચમચી દહીં નાંખો અને એક ચમચી કાળા મરી પાવડર નાખો. ત્યારબાદ આ દરેક ચીજને પાણી સાથે મિક્સ કરી એક ઘાટી પેસ્ટ બનાવો. આ પેસ્ટને બ્રશ અથવા હાથથી વાળના મૂળમાં લગાવો અને અડધા કલાક પછી સાદા પાણીથી માથુ ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ પેકનો ઉપયોગ કરવાથી વાળની દરેક સમસ્યા દૂર થશે.

image source

ફ્રિઝી વાળ માટે

બે ચમચી મુલતાની માંટ્ટીમાં એક ચમચી દહીં મિક્સ કરો અને તેમાં એક ચમચી નાળિયેર તેલ નાખો, આ દરેક ચીજોને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ આ પેસ્ટને માથાની ચામડી પર લગાવો અને અડધા કલાક પછી તમારા વાળ સાદા પાણીથી ધોઈ લો.

image source

રફ વાળ દૂર કરવા માટે

રફ વાળમાં કોઈપણ સ્ટાઇલ બનાવો તેનો દેખાવ સારો લાગતો જ નથી. તો આ કુદરતી વાળની સમસ્યા દૂર કરવા માટે એક ચમચી મુલતાની માંટ્ટીમાં એક ચમચી તલનું તેલ અને એક ચમચી દહીં મિક્સ કરો. ત્યારબાદ તેને માથાની ઉપરની ચામડી પર લગાવ્યાના 20 મિનિટ પછી વાળને સારી રીતે ધોઈ લો. આ હેર-પેક અઠવાડિયામાં બે વાર જરૂરથી લગાવો.

image source

તેલયુક્ત વાળની સમસ્યા દૂર કરવા માટે

તેલયુક્ત વાળ દેખાવમાં ખુબ જ ચીકણા લાગે છે, જે દેખાવમાં બિલકુલ સારા નથી લગતા. આ સમસ્યાને દૂર કરવા માટે મુલતાની માંટ્ટીનું હેર-પેક બનાવો. આ માટે ચાર ચમચી મુલતાની માંટ્ટીમાં એક આખા લીંબુનો રસ ઉમેરો. હવે આ પેસ્ટને માથાની ચામડી પર લગાવો, આ હેર-પેક 20 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ સાદા પાણીથી માથુ ધોઈ લો પછી વાળને કુદરતી રીતે સુકાવા દો.

image source

વાળ વધારવા માટે

વાળ વધારવા, લાંબા અને મજબૂત બનાવવા માટે અરીઠાના પાવડરને મુલતાની માંટ્ટી સાથે મિક્સ કરો અને એક પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો. અડધા કલાક પછી માથું સારી રીતે ધોઈ લો. આ હેર-પેક અઠવાડિયામાં ત્રણ વાર લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ