જ્યારે પણ માર્કેટ જઈને કે નોકરી પરથી પરત ફરો ત્યારે ઘરે આવીને કરવું પહેલા આ કામ

છેલ્લા કેટલાક મહિનાઓથી દરેક વ્યક્તિના જીવન સાથે જાણે કોરોના વાયરસ જોડાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. આપણે સતત કોરોનાના જોખમ વચ્ચે કામ કરી આગળ વધવું પડી રહ્યું છે. જો કે હવે આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં રાજ્યમાં પણ કોરોનાની રસીનું ટ્રાયલ શરુ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશોના વૈજ્ઞાનિકોને પણ કોરોના પર અસરકારક રસી હાથવેંતમાં છે. ત્યારે ચોક્કસથી સામાન્ય લોકો પણ રાહતનો શ્વાસ લઈ શકે છે. જો કે રાહત સાથે જરૂરી છે કે આપણે બેદરકાર થઈ જઈએ નહીં.

image source

વડાપ્રધાન મોદીએ પણ દેશની પ્રજાને સંબોધન કરતાં કહ્યું હતું કે હવે પછીનો સમય જ તકેદાર રહેવાનો છે. આ સમયે બેદરકારી દાખવવી એ કિનારે આવીને ડુબ્યા જેવી વાત થશે. કોરોના સંક્રમણના સમયમાં જરૂરી છે કે દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખે.

image source

હાલ શિયાળાની પણ શરુઆત થઈ છે અને કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે તેવામાં રોજ સવારે અને સાંજે એક સરળ કામ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને કોરોનાના સંક્રમણથી પણ બચી શકાય છે. વર્તમાન સમયમાં જ્યારે પણ તાવ, શરદી, ઉધરસ કે ગળામાં દુખાવો જેવી ફરિયાદ થાય ત્યારે હુંફાળુ પાણી પીવું ઈચ્છનીય છે. આ સિવાય નિષ્ણાંતોનું કહેવું છે કે દિવસમાં બે વખત નાસ લેવી પણ હિતકારી છે.

image source

આ અંગે સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કોરોના વાયરસ નાક વાટે શરીરમાં જાય ત્યારે તે ત્રણથી ચાર દિવસ માટે નાકના પેરાનાસલ કહેવાતા ભાગમાં રહે છે ત્યારબાદ શરીરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં આ ત્રણ-ચાર દિવસ માટે જો તમે ગરમ પાણી પીતા પણ હોય તો તે આ ભાગ સુધી પહોંચતું નથી પરંતુ આ દિવસો દરમિયાન નાસ લેવાથી લાભ થાય છે.

image source

વાયરસ શરીરમાં જાય પછી પાંચથી છ દિવસ સુધી જો તે નાકમાં રહી જાય અને તે શરીરમાં પ્રવેશ કરી જાય તો તે ફેફસા સુધી પહોંચી જાય તો શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા સંજોગોમાં નાસ લેવી યોગ્ય રહે છે. આ ઉપરાંત શિયાળામાં નાસ લેવી શરદી અને કફને મટાડવા માટે ઉત્તમ ઉપાય છે.

image source

વાયરસ 50 ડિગ્રી સેલ્સિયસ પર નબળો પડે છે અને તે રોગપ્રતિકારક શક્તિ સામે ટકી શકતો નથી. જ્યારે 70 ડિગ્રી પર વાયરસ સંપૂર્ણપણે નાસ પામે છે. તેવામાં જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘરની બહાર જાય અને પરત ફરે ત્યારે તેણે એક વખત નાસ લેવી જોઈએ. આમ કરવાથી વાયરસ નાસ પામે છે અને શરીરમાં અંદર પ્રવેશ કરતો નથી અને જ પ્રવેશ કરે તો તે રોગપ્રતિકારક શક્તિ સામે નાશ પામે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ