પૂરા 9 કરોડમાં નિલામ થયું આ કબૂતર, જાણો શું છે આ કબૂતરની ખાસિયત!!

માનવ સભ્યતાનાં વિકાસમાં કબૂતરોએ મહ્ત્વની ભૂમિકા ભજવી છે.મેને પ્યાર કિયા ફિલ્મનું કબૂતર જા જા…આ ગીત આજપણ લોકોનાં ઝહેનમાં તાજું છે.પણ આજ અમે આપને એવા કબૂતર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત લાખોમાં નહિ પણ કરોડોમાં છે.એ પણ એ ક-બે કરોડ નહિ પણ પૂરા ૯.૭ કરોડ.ફોટામાં આપને દેખાઈ રહેલું આ કબૂતર “કબૂતરોનાં લુઈસ હેમિલ્ટન” નામથી ઓળખાય છે.તેનું નામ છે અરમાંડો.અરમાંડો દુનિયાનું એકમાત્ર લોન્ગ-ડિસટેન્સ રેસિંગ પિજન છે.

કબૂતરોની રેસ:
આપને જણાવી દઈએ કે લગભગ ૧૨ મી સદીથી કબૂતરોનો ઉપયોગ સંદેશ મોકલવા માટે કરવામાં આવતો હતો.૧૮ મી સદી આવ્યા બાદ કબૂતરોની દૌડ પણ શરુ થઈ ગઈ.જેની હેઠળ કબૂતરોને પીંજરામાં પુરી હજારો કિલોમીટર દૂર લઈ જવામાં આવતા હતા અને જે કબૂતર સૌથી પહેલા પરત આવી જતું હતું તે જીતી જતું હતું.
ધાવક કબૂતર ૧૦૦૦ કિલોમિટરની દૂરી સુધી ૮૦ કિલોમિટર પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે.તેના સિવાય ઓછી દૂરી પર તે તેનાથી પણ વધારે ઝડપથી પહોંચી શકે છે.પાછલા અમુક વર્ષોમાં આ રમત ઝડપથી લોકપ્રિય થઈ છે કારણ કે ચીની ખરીદદારોએ આ રમતમાં રૂચી બતાવી છે જેના કારણે આ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ છે.હાલમાં જ આ કબૂતરની નિલામી કરવામાં આવી.જ્યાં ચીનનાં આ માણસે તેને ૧.૪ મિલિયન એટલે કે ૯.૭ કરોડ રૂપિયામાં ખરીદ્યું.તેના સાથે જ અરમાંડો નિલામીમાં આટલા મોંઘા ભાવ પર વહેંચાવા વાળું પક્ષી બની ગયું છે.જો કે ૫ વર્ષનું અરમાંડો રિટાયરમેંટની નજીક છે. છતા તેના તેને ખરીદવા માટે લોકો સામે આવ્યા હતા.કબૂતરોની આ નિલામીમાં અરમાંડો જ નહિ પણ કુલ ૧૭૮ કબૂતર વહેંચવામાં આવ્યા.જેમાં અરમાંડોનાં ૭ બચ્ચા પણ શામેલ હતા.
આ માહિતી તમને કેવી લાગી અભિપ્રાય જરૂર આપજો.