દહીં બનાવવા હવે નહિ જરૂર પડે મેળવણની, કેવીરીતે જાણો…

આપણે હંમેશા છાશ બનાવતી વખતે કે ઘરમાં રહેલા દહીંને વાપરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ કે દહીં બધું જ ન વપરાય જાય. કમસેકમ મેળવણ જેટલુ દહીં તો રહેવું જ જોઈએ. જેથી કરીને બીજા દીવસ માટે દહીં તૈયાર કરી શખાય. પણ ક્યારેક ભૂલી પણ જતાં હોઈએ. અને ઘણીવાર તો અચાનક જ દહીં મેળવવાનો વિચાર આવે અને ઘરમાં મેળવણ જ ન હોય. આ એક ગૃહિણી માટે ખુબ જ મોટી સમસ્યા બની જાય છે.


તો આજે અમે તમારી આ સમસ્યાનું સમાધાન અમારી આજની આ પોસ્ટમાં લાવ્યા છીએ.

મેળવણ વગર દહીં જમાવવા માટે તમારે અહીં બે ડીંટીયા વાળા મરચાની જરૂર પડશે.


તમારે જેટલું દહીં જમાવવું હોય તેટલું દૂધ લઈ તમે તેને જે રીતે દહીં જમાવવા માટે દૂધ તૈયાર કરતા હોવ તેમ કરવું. એટલે કે જેટલું દહીં બનાવવું હોય તેટલુ દૂધ ગરમ કરી તેને રૂમ ટેમ્પ્રેચર પર લાવી દેવું. હવે આ દૂધમાં ટીંટીયા વાળા બે મરચા ઉમેરવા. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મરચાના ડીંટીયા ડૂબેલા રહે. તેમ કરવાથી જ દહીં બરાબર જામશે.


હવે મરચા વાળા આ દૂધને તમારે કોઈ ગરમ સ્થાન પર હલાવ્યા વગર 10થી 12 કલાક ઢાંકીને મુકી રાખવાનું છે. ત્યાર બાદ દહીં સરસ રીતે જામી ગયું હશે.


અહીં તમે લીલા મરચાની જગ્યાએ સૂકા લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો. પણ શરત એ છે કે આ સૂકા મરચા ડીંટીયા વાળા હોવા જોઈએ. સૂકા મરચા સાથે પણ ઉપર જણાવેલી જ વીધી કરવાની છે. અહીં પણ ડીંટીયા દૂધમાં ડૂબેલા રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેને પણ ગરમ જગ્યાએ 10થી 12 કલાક રાખવાનું છે.


આ ઉપરાંત મેળવણ વગર દહીં જમાવવાની બીજી પણ એક વિધી છે જેમાં તમારે લીંબુનો ઉપયોગ કરવાનો છે.


અહીં તમારે બે ચમચી લીંબુનો રસ જોઈશે. જે વાસણમાં દહીં જમાવવાનું હોય તેમાં દૂધ લઈ તેમાં આ બે ચમચી લીંબુનો રસ બરાબર મિક્સ કરી દેવો. આ વિધીમાં પણ તમારે દૂધ મેળવેલા પાત્રને ગરમ જગ્યા પર 10થી 12 કલાક રાખવાનું છે.


બીજા દીવસે તમે જોશો તો દહીં સરસ રીતે જામી ગયું હશે. તો હવે મેળવણ ના હોય તો ચિંતા ન કરશો. ઉપર જણાવેલી રીતનો પ્રયોગ કરો અને દહીં જમાવો.