સુરતમાં ધો. 7ની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા હાહાકાર,સફાઈ કામદારોની હડતાળને પગલે પરિવારને કફન પણ ન અપાયું…એક કલાક રઝળ્યો પરિવાર..

ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો, સુરતમાં સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોની હડતાળને કારણે પરિવારને કફન પણ ન અપાયું

સુરતના ઉધનામાં ગાંધી કુટીરમાં એક ધોરણ 7ની વિદ્યાર્થીની જેની ઉંમર 13 વર્ષ હતી એ ફાંસો ખાઈ મોતને ભેટી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કરી લેનાર શ્રુતિને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પણ દીકરીના મૃતદેહને લઈ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા પરિવારને કફન સુદ્ધા ન અપાયું.

image source

સફાઈ કર્મચારીઓની હડતાળને કારણે મૃતદેહ ટ્રોમા સેન્ટરથી 200 મીટર દૂર પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે મેડિકલ ઓફિસરે 108 બોલાવવાની ફરજ પડી હતી એવું સામે આવ્યું છે.

મૃતક દીકરી શ્રુતિના ભાઈ કાના સુરથભાઇ જૈનાએ જણાવ્યું હતું કે, તેઓ ઓરિસ્સાના રહેવાસી છે અને સુરતમાં સંચા કારીગર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગુરૂવારના રોજ સાંજે માતા-પિતા અને બહેન શ્રુતિને ઘરે મૂકીને બજારમાં કપડાં અને સામાનની ખરીદી માટે ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમને શ્રુતિને હુક અને નાયલોનની દોરી પર લટકતી હાલતમાં જોઈ હતી. પપ્પા શ્રુતિને એટલું જ કહીને ગયા હતા કે, ભાઈ આવે એટલે તેને જમાડી દેજે, ત્યારબાદ હું કામ પર ચાલી ગયો હતો.

image source

જો કે બહેનના આપઘાતની જાણ થતા જ હું દોડીને ઘરે આવી ગયો હતો અને તાત્કાલિક બહેનને 108માં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

મૂર્તકના ભાઈએ આ વિશે આગળ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે, અહીંયા સફાઈ કામદારોની હડતાળ છે એટલે એને બીજી લઈ જાવ, જેને લઈ 108ના કર્મચારીએ વિરોધ કરી શ્રુતિને સ્ટ્રેચર પર છોડી ચાલી ગયા હતા.

image source

એ પછી શ્રુતિની મેડિકલ તપાસ કરી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને ત્યાં જ છોડી દીધી હતી, કફન વગર શ્રુતિનો મૃતદેહ ટ્રોમામાં સ્ટ્રેચર પર એક કલાક સુધી રઝળતો રહ્યો હતો. ત્યારબાદ બીજા એક ડોક્ટરે આવીને પૂછપરછ કરી અને તાત્કાલિક 108માં જણ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. એ પછી શ્રુતિનો મૃતદેહ કફન વગર જ ટ્રોમા સેન્ટરથી 200 મીટર દૂર પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવાયો હતો. જ્યાં 108ના કર્મચારીએ મદદ કરી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે શ્રુતિ ધોરણ-7માં ભણતી હતી અને એનો આખો પરિવાર 15 દિવસ પછી પોતાના વતન ઓરિસ્સા જવાની તૈયારી કરી રહ્યો હતો.

image source

એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાની એક સામાજિક વિધિને લઈને શ્રુતિનો પરિવાર ઓરિસ્સા જવાનો હતો. એટલું જ નહીં પણ બધા જ માટે નવા કપડાં અને સામાન ખરીદવાની તૈયારી ચાલતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રુતિના આપઘાત પાછળનું કોઈ કારણ હજી જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!