શું મોદીની સભામાં બોમ્બ બ્લાસ્ટ કરનારે જ મુકેશ અંબાણીને ઉડાડવાનું કાવતરું ઘડ્યું હતું?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મામલે નવો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ચાલતી તપાસમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે. ત્યારે હવે સામે આવ્યા છે એન્ટિલિયાના કેસ સાથે તિહાડ જેલના સંબંધ.

સ્કોર્પિયો કાર મામલે ચાલતી તપાસમાં સુરક્ષા એજન્સીઓએ એક આતંકીના બેરેકમાંથી એક મોબાઈલ ફોન સીઝ કર્યો હતો. આ આતંકી દિલ્હીની તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ મોબાઈલ એક રેડ દરમિયાન મળી આવ્યો હતો જે એજન્સીઓએ રાત્રિના સમયે કરી હતી.

image source

તિહાડ જેલના બેરેક નંબર 8માં રેડ કરી હતી. આ બેરેક ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીન અખ્તરની હતી. જાણવા મળતી માહિતી અનુસાર આ મોબાઈલમાંથી જ ટેલીગ્રામ ચેનલ એક્ટિવ કરવામાં આવી હતી જેના દ્વારા મુકેશ અંબાણીને મેસેજ કરવામાં આવ્યો હતો.

તહસીન અખ્તર એ આતંકી છે જે પટનાના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, હૈદરાબાદમાં બ્લાસ્ટ, બોધગયામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો હતો. તહસીનના બેકેરમાંથી જે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે તેમાંથી ટોર બ્રાઉર દ્વારા વર્ચ્યુઅલ નંબર તૈયાર કરી અને ટેલીગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ મેસેજ કરવા માટે થયો હતો. આ સિવાય તેના પર ધમકી આપતું પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું.

image source

આ મોબાઈલ જપ્ત કર્યા બાદ તહસીનની આંકરી પુછપરછ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. જાણવા મળ્યાનુસાર તહસીનને જેલમાંથી રિમાન્ડ પર લઈ જવામાં આવશે અને ત્યાં પુછપરછ હાથ ધરાશે.

પોલીસે જપ્ત કરેલા મોબાઈલ ઉપરાંત અન્ય એક મોબાઈલ નંબર પણ સ્પેશિયલ સેલની નજરમાં છે. આ નંબર ગત સપ્ટેમ્બર માસમાં એક્ટિવેટ કરાયો હતો અને ત્યારપછી તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે સૂત્રોનું જણાવવું એવું પણ છે કે આ બે નંબર એવા છે જેને ખોટા દસ્તાવેજના આધારે તિહાડમાં બંધ કેટલાક કેદીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.

image source

સાયબર સેલે તૈયાર કરેલા રિપોર્ટ અનુસાર ધમકી આવી હતી તે ચેનલ 26 ફેબ્રુઆરીના રોજ ટોર નેટવર્ક દ્વારા બનાવવામાં આવી હતી. ટીમને આ સિમકાર્ડનું લોકેશન તિહાડ જેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ બધું જ ડાર્ક વેબના માધ્યમથી થયું હતું. ડાર્ક વેબને ટોરથી એક્સેસ કરી શકાય છે.

આ કેસમાં 28 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો ભરેલી કાર પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ ઉલ હિન્દે લીધી હતી. જો કે બીજા જ દિવસે અન્ય એક ટેલીગ્રામ ચેનલથી આ સંગઠને પોસ્ટર બહાર પાડ્યું અને આ વાતનો ઈન્કાર કરી દીધો હતો.

image source

તેમાં લખવામાં આવ્યું હતું કે ભારતીય મીડિયામાં જૈશ ઉલ હિંદે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટકો રખાવ્યા તે વાત ચાલી હતી પરંતુ આ ઘટનાનો સંબંધ આ સંગઠન સાથે નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!