અનોખી લવ સ્ટોરી: 66 વર્ષની ઉંમરે લગ્ન કરશે આ વૃદ્ધ કપલ, જાણો કેટલા વર્ષોથી છે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ

વૃદ્ધાશ્રમમાં પડ્યા પ્રેમમાં હવે થશે લગ્ન. જિંદગી ગમે તે ઉંમરે નવેસરથી શરૂ કરી શકાય છે તેનું જીવતુ જાગતું ઉદાહરણ

આ વધુની ઉંમર છે 66 વર્ષ અને વરની ઉંમર છે 67 વર્ષ. વરનું નામ છે કોચનિયાન મેનન અને વધુનું નામ છે લક્ષ્મી અમાલ. આ બન્ને વ્યક્તિ ગવર્નમેન્ટ ઓલ્ડ એજ હોમના નિવાસી છે જે કેરાલાના રામાવરમપુરમમાં આવેલું છે. તેમના લગ્ન આ જ સરકારી વૃદ્ધાશ્રમમાં 30મી ડીસેમ્બરે યોજવા જઈ રહ્યા છે.

image source

હવે તમને એ જાણવાનું કુતુહલ થયું હશે કે તેઓ આટલી મોટી ઉંમરે કેવી રીતે પ્રેમમાં પડ્યા તો તમને જણાવી દઈએ કે. લક્ષ્મી અમાલના પતિ 22 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. તેમના પતિ બ્રાહ્મણ ક્યુઝીન બનાવવામાં નિષ્ણાત હતા અને કોચનિયાન મેનન તેમના આસિસ્ટનન્ટ હતા. અને લક્ષ્મી તેમને તે સમયથી ઓળખતાં હતા. લક્ષ્મીના પતિ જ્યારે મરણ પથારીએ પડ્યા હતા ત્યારે તેમણે મેનને કહ્યું હતું કે તેમણે લક્ષ્મીનું ધ્યાન રાખવાનું છે.

લક્ષ્મીના પતિના મૃત્યુ બાદ કોચનિયાન મેનને ઘણા વર્ષો સુધી ક્યુઝીન એક્સપર્ટનું કામ કર્યું. લક્ષ્મી આમલ લગભગ દોઢ એક વર્ષ પહેલાં આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. જ્યારે કોચનિઆયનને છ મહિના પહેલાં લકવાનો હૂમલો આવ્યો હતો અને તેમાંથી તેઓ બચી ગયા હતા.

image source

વાયાનદ વિસ્તારમાં આવેલા એક એનજીઓએ મેનને આશ્રય આપ્યો હતો. જ્યારે તેઓ વાયાનદ ઓલ્ડ એજ હોમમાં ટ્રીટમેન્ટ બાદ પાછા આવ્યા ત્યારે તેમણે એનજીઓના કાર્યકર્તાઓને લક્ષ્મી અમાલને મળવા માટે રસ બતાવ્યો. કોચનિયાનનો લકવાના હુમલાના કારણે એક પગ તેમજ એક હાથ પેરલાઇઝ્ડ થઈ ગયા હતા અને તેમને બે મેહિના પહેલાં અહીં લાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન લક્ષ્મી આમલે તેમની સંભાળ લીધી હતી.

વૃદ્ધાશ્રમના રહેવાસ દરમિયાન ત્યાંના કરતા હતા શ્રી ડેનિયલને મેનન અને અમાલ વિષે જાણ થઈ અને તેમને ખ્યાલ આવ્યો કે તેઓ એકબીજા સાથે જીવવા માગે છે અને એકબીજાને આધાર આપવા માગે છે. લક્ષ્મી આમલ જણાવે છે કે, ‘ હું તેમને વૃદ્ધાશ્રમમાં જોઈને ચકિત થઈ ગઈ હતી. મને આટલા વર્ષો દરમિયાન ખુબ જ એકલતા લાગી હતી. અને જ્યારે હું તેમને અહીં મળી ત્યારે હું ખુબ જ ખુશ થઈ હતી. તેણે મને ક્યારેય એકલી નહોતી મુકી. તે મને પ્રેમ કરે છે.’

image source

‘અને માટે જ અમે નક્કી કર્યું કે અમે અમારું આગળનું જીવન પતિ-પત્ની તરીકે પસાર કરીશું.’ તેણીએ વધારામાં જણાવ્યું હતું.

થોડા વર્ષો પહેલાં કોચનિયાન પોતાના બાળકો સાથે રહેતા હતા. ત્યાર બાદ તેઓ વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા અને ત્યાંથી તેઓ અહીં બે મહિના પહેલાં આવ્યા. તેમના લગ્નનું આયોજન થ્રીસર કોર્પોરેશન વેલ્ફેર કમીટીના સ્ટેન્ડિંગ મેમ્બર જોહ્ન ડેનીઅલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે.

image source

તેઓ આ વાર્તા પર પ્રકાશ પાડતા જણાવે છે, ‘મહિના પહેલાં મને અહીંના સુપ્રીટેન્ડન્ટ જયકુમારે તેમની વાર્તા કહી હતી અને મને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા માગે છે. અને માટે અમે નક્કી કર્યું કે તેમના લગ્ન અમે તે જ ઓલ્ડ એજ હોમમાં જ કરાવી આપશું.’

તેમના લગ્નમાં કોઈ જ અડચણ આવી શકે તેમ નથી કારણ કે તેવો કોઈ જ કાયદો નથી કે જે વૃદ્ધ લોકોને લગ્ન કરતા રોકી શકે. તેમ છતાં આ બન્ને વ્યક્તિ લક્ષ્મી અને કોચનિયાન સરકારી વૃદ્ધાશ્રમના રહેવાસી હોવાથી અને બન્ને લગ્ન બાદ પણ આ જ વૃદ્ધાશ્રમમાં રહેવા માગતા હોવાથી તેમણે ગવર્નમેન્ટ ઓથોરિટીઝ પાસેથી કેટલીક પરવાનગી લેવાની હતી. તેમના આ લગ્નમાં ગવર્નમેન્ટની મહત્ત્વની તેમજ ઉચ્ચ હોદ્દા ધરાવતી હસ્તીઓ હાજર રહેશે.

image source

વૃદ્ધાશ્રમ જ તેમના માટે મંડપની, જમવાની તેમજ અન્ય પ્રસંગોની વ્યવસ્થા કરશે તે પણ તેમના વૃદ્ધાશ્રમમાં જ. તેમજ લગ્ન માટેનો જમણવાર પણ વૃદ્ધાશ્રમના જ રહેવાસીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવશે. આ લગ્ન વૃદ્ધાશ્રમમાં આયોજિત થતાં પ્રથમ લગ્ન હશે. લગ્ન બાદ આ યુગલ વૃદ્ધાશ્રમમાં જ રહેશે અને તેમને એક રૂમ પણ ફાળવવામા આવશે.

બીજી બાજુ લક્ષ્મી અમાલ આ લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ‘આ બધું જ ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે. અમને નથી ખબર કે અમે કેટલો લાંબો સમય એક સાથે રહી શકીશું કારણ કે અમે વૃદ્ધ છીએ. પણ અમે ખુશ હોઈશું અને મને હંમેશા એવી લાગણી રહેશે કે મારી પાસે કોઈને કોઈ છે જ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ