અધધધ…લોકોએ ઉમિયા માંના કર્યા દર્શન, જાણો ભક્તોએ કેટલા તોલા સોનાનુ કર્યુ દાન

ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ – દાનમાં આવ્યું પુષ્કળ સોનું અને રૂપિયા

ઉંઝામાં આવેલા પવિત્ર ઉમિધામમાં હાલ લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે મહાયજ્ઞનો પ્રથમ દિવસ હતો અને લાખો શ્રદ્ધાળુઓએ મહાયજ્ઞનમાં હાજરી આપી પોતાને ધન્ય કર્યા હતા.

આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. જોકે કેન્દ્રીય મંત્રી અને દેશના હોમ મિનિસ્ટર અમિત શાહ પણ આ મહાયજ્ઞમાં ખાસ હાજરી આપવાના હતા પણ તેમણે તેમનો પ્રોગ્રામ મોકુફ રાખવો પડ્યો હતો.

image source

છેલ્લા ઘણા વખતથી ઉમિયાધામમાં લક્ષચંડી યજ્ઞ થવાની જાહેરાતો જોવા-સાંભળવામા આવી હતી. મહાયજ્ઞ મહોત્સવના અધ્યક્ષ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ જ દિવસે ચાર લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓ યજ્ઞ તેમજે માતાજીના દર્શનાર્થે ઉમટી આવ્યા હતા. અને શ્રદ્ધાળુઓ દ્વારા યજ્ઞમાં પુષ્કળ દાન કરવામા આવ્યું હતું.

image source

હવનના પ્રથમ જ દિવસે મંદીરમાં 15 લાખ રૂપિયાનું દાન અને અઢી કિલો સોનું ચડાવવામા આવ્યુ હતું. યજ્ઞના પ્રથમ દિવસે મંદીર તરફથી રાજ્યના મુખ્ય મંત્રીને અગિયાર લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો જેનો ઉપયોગ કુપોષિત બાળકોના પોષણ માટે કરવામા આવશે.

image source

શ્રદ્ધાળુઓને પ્રસાદ વગર પાછુ ન ફરવું પડે તે માટે ભવ્ય રસોડાની વ્યવસ્થા પણ કરવામા આવી હતી. ઉમિયા મંદીરના રસોડામાં 7.5 ટન ચોખા, 4 ટન દાળ, 6 ટન બટાટા. 2.5 ટન વાલ અને અઢી લાખ લાડુથી શ્રદ્ધાળુઓને જમાડવામાં આવ્યા હતા. અને જો સાંજના ભોજનની વાત કરીએ તો સાંજે ત્રણ ટન ભાખરીઓ બનાવવામા આવી હતી અને રસોડામાં અડધા કલાકમાં 50 હજાર કરતા પણ વધારે શ્રદ્ધાળુઓને જમણ પિરસવામા આવ્યુ હતું.

image source

લાખોના માનવ મહેરામણને પહોંચી વળવા માટે દાળ કાઢવા માટે સ્પેશિયલ પંપ લગાવવામા આવ્યો હતો. અને એક અનોખો રેકોર્ડ એ રીતે બન્યો હતો કે આ યજ્ઞ નિમિતે ઉમિયાધામ મંદીરના રસોડામાં એક સાથે બે લાખ લોકોએ શાકાહારી ભોજન લીધું હતું અને તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામા આવ્યું હતું.

image source

મંદીર તરફથી વ્યવસ્થાની વાત કરીએ તો આ મહાયજ્ઞમાં રાજ્યભરમાંથી ભક્તો સરળતાથી મંદીરે પહોંચી શકે તે માટે એસટી બસની ખાસ સુવિધા ઉભી કરવામા આવી છે જેમાં અમદાવાદના વસ્ત્રાલ, સોલા, નરોડા વિગેરેથી ભક્તો માટે બસો મુકવામા આવી છે.

જો રેકોર્ડની વાત કરીએ તો-

image source

એક જ સ્થળે યજ્ઞામાં એક લાખ ચંડીપાઠ કરવામાં આવ્યા હતા તેનો પણ રેકોર્ડ નોંધાયો હતો.

ઉપર જણાવ્યું તે પ્રમાણે એક જ દિવસમાં બે લાખ કરતાં પણ વધારે લોકોએ શાકાહારી સાત્વિક ભોજન ગ્રહણ કર્યું હતું. જેનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામા આવ્યો હતો.

image source

પહેલા જ દિવસે 5.64 લાખ કપમાં લગભગ 21 હજાર લિટર ચાનો પ્રસાદ પણ શ્રદ્ધાળુઓને આપવામાં આવ્યો હતો.

આ સિવાય 1100 ભૂદેવોએ એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું તે પણ એક અનોખો રેકોર્ડ છે.

આ ઉપરાં યજ્ઞ માટે રાખવામા આવેલી વિશાળ 350 એકરની જમીનમાં લીલી જાજમ પાથરવાનો પણ અનોખો રેકોર્ડ બન્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ