પોતાની કાતિલ અદાઓથી ચાહકોને ઘાયલ કરતી રેખા મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી મેકઅપ વગર, તસવીરો જોઇને તમે પણ નહીં ઓળખી શકો

મનીષ મલ્હોત્રાના પિતા સૂરજ મલ્હોત્રા 18 નવેમ્બરના રોજ અવસાન પામ્યા હતા. તમામ સ્ટાર્સ મનીષના ઘરે તેના પિતાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તે દરમિયાન રેખા મનીષને મળી નહોતી શકી. ત્યાર બાદ રેખા શનિવારે સાંજે મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી.

image source

રેખાએ વ્હાઇટ કલરનો શૂટ પહેર્યો હતો

image source

આ સમય દરમિયાન રેખાએ વ્હાઇટ કલરનો શૂટ પહેર્યો હતો. સામાન્ય રીતે બોલીવૂડની અભિનેત્રીઓ ભાગ્યે જ તમને મેકઅપ વગર જાહેરમાં જોવા મળે છે. જો કે રેખા મેકઅપ કર્યા વિના જ જોવા મળી હતી. તેણે મરૂન કલરની લિપસ્ટિક લગાવી હતી. મનીષ મલ્હોત્રા રેખાને ઘરની બહાર છોડવા આવ્યો હતો. બંનેએ મીડિયા માટે પોઝ પણ આપ્યો હતો. રેખા મીડિયાને જોઈને હસવા લાગી હતી. આ પછી રેખાએ જતી વખતે પણ પોઝ આપ્યો હતો. રેખા ઉપરાંત અદિતિ રાવ હૈદરી પણ મનીષ મલ્હોત્રાના ઘરની બહાર દેખાઇ હતી. અદિતિએ સફેદ રંગની કુર્તી અને જીન્સ પહેરી હતી.

રેખાને તમે ભાગ્યે જ મેકઅપ વગર જોઈ હશે

image source

આમ પણ રેખાને તમે ભાગ્યે જ મેકઅપ વગર જોઈ હશે કારણ કે તેણીને આપણે હંમેશા કોઈ એવોર્ડ ફંક્શન વિગેરેમાં જ જોતા હોઈએ છે જ્યાં દરેક કલાકાર સજીધજીને જ જવાનું પસંદ કરે છે. પણ તે સિવાય રેખા પોતાની કેરિયર દરમિયાન અને આજે પણ કેટલીકવાર મેકઅપ વગર જોવા મળી જ જાય છે. રેખાએ જ્યારે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેણી પોતાની સાથી અભિનેત્રીઓ જેટલી સૌંદર્યવાન નહોતી. તે એક સાવજ સામાન્ય દેખાવ ધરાવતી એક્ટ્રેસ હતી. તે શ્યામ હતી, થોડી મેદસ્વી પણ હતી પણ ત્યાર બાદ ધીમે ધીમે સમય પસાર થતાં તેનું સૌંદર્ય નિખરવા લાગ્યું અને આજે તેણી ટાઇમલેસ બ્યુટી તરીકે ઓળખાવા લાગી.

સૂરજ બરજાત્યાના દીકરાના રિસેપ્શન પર રેખા પહોંચી હતી

image source

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ડિરેક્ટર સૂરજ બરજાત્યાના દીકરાના રિસેપ્શન પર રેખા પહોંચી હતી. આ દરમિયાન તેણે ગોલ્ડન કલરની કાંજીવરમ સાડી પહેરી હતી. આ દરમિયાન રેખા એટલી સુદર લાગી રહી હતી કે મોટી મોટી હિરોઈન પણ તેની સામે જાખી પડે. રેખાએ માંગ સિંદૂર અને ગજરો લગાવીને તેનો લુક પૂર્ણ કર્યો હતો. રેખા ઉપરાંત માધુરી દીક્ષિત, સલમાન ખાન, યુલિયા વંતુર, અનિલ કપૂર, આયુષ શર્મા, અર્પિતા ખાન, તબસ્સમ અને ડેવિડ ધવન જેવા મોટા સ્ટાર્સ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે રેખાનું મૂળ નામ ભાનુરેખા ગણેશન છે. રેખાનું નામ સામે આવતા જ આપણને તેણી કાંજિવરમ સાડી, લાલ હોઠ અને સુંદર ઘટાદાર કાળા દેખાવા લાગે છે. રેખા એક એવી અભિનેત્રી છે જેને પોતાની વ્યક્તિગત સ્ટાઇલ ખુબ પસંદ છે તેને સમય સાથે કોઈ જ લેવા દેવા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ