હનુમાનજીનું પાત્ર ભજવવા દારા સિંઘે કર્યો હતો નોન વેજનો ત્યાગ, શૂટિંગ કરીને બહાર આવે ત્યારે લોકો લાગતા તેમને પગે

હનુમાનજીનું પાત્ર ભજવવા દારા સિંઘે કર્યો હતો નોન વેજનો ત્યાગ

image source

લોકોની ભારે માંગ અને લોકડાઉનના સમય દરમિયાન લોકોને સ્વસ્થ મનોરંજન મળી રહે તે હેતુથી દૂર દર્શન પર 33 વર્ષ બાદ ફરી રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ સિરિયલનુ પુનઃ પ્રસારણ હાલ કરવામાં આવી રહ્યું છે અને લોકો તેને ખૂબ જોઈ રહ્યા છે. આજના સમયમાં રામાયણની ટીઆરપી સૌથી ઉંચી છે અને એવા પણ અહેવાલો છે કે છેલ્લા પાંચ વર્ષમાં રામાયણ સિરિયલ જેવી ટીઆરપી કોઈ જ શોને મળી નથી. અને દૂદર્શનનો પણ જાણે સુવર્ણકાળ ફરી આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

image source

રામાયણના પુનઃ પ્રસારણની સાથે જ તેના પાત્રો ફરી ચર્ચામાં આવ્યા છે અને સ્વાભાવિક છે કે પાત્રોની ચર્ચા થાય તો તેને ભજવનાર કલાકારોની પણ ચર્ચા થવાની જ હતી. અને લોકોને પણ તેમના વિષેની હકીકતો જાણવામાં રસ પડ્યો છે.

image source

રામાયણમાં રામ ભગવાન જેટલું જ મહત્ત્વનું પાત્ર હનુમાનજીનું રહેલું છે. અને રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં હનુમાનજીનું પાત્ર રુસ્તમ – એ -હિન્દ કહેવાતા કુશ્તીબાજ દારા સિંઘ દ્વારા ભજવવામાં આવ્યું હતું. આ પાત્ર ભજવ્યા બાદ લોકો તેમને વાસ્તવમાં હનુમાનજી જ માનવા લાગ્યા હતા અને કેટલાક તો તેમને જોઈને નમન પણ કરી લેતા.

image source

થોડા દિવસો પહેલાં દારા સિંઘના પુત્ર વિંદુ દારા સિંઘે ખુલાસો કર્યો હતો કે તેમના પિતાએ રામાયણમાં હનુમાનજીનુ પાત્ર નિભાવવા માટે નોનવેજ ખોરાક છોડી દીધો હતો. રામાનંદ સાગરે રામાયણનો ભવ્ય સેટ મુંબઈ નહીં પણ ગુજરાતના ઉમરગામ ખાતે ઉભો કર્યો હતો અને અહીં કલાકારો સતત 5-6 દિવસ શૂટિંગ કરતા અને માત્ર શનિ-રવિ અથવા તો માત્ર રવિવારે જ તેમને પોતાના ઘરે જવાની રજા મળતી. અહીં જ તેમની ખાવાપીવા તેમજ રહેવાની સગવડ કરવામાં આવી હતી.

image source

વિદું દારા સિંઘે વધારામાં જણાવ્યું હતું કે તેઓ પોતે પણ કેટેલીવાર પિતા સાથે લોકેશન પર જતાં અને જ્યારે શૂટિંગ પૂર્ણ થતું ત્યારે તેમના પિતા અને સિરિયલના અન્ય કલાકારો સ્ટૂડિયોનો દરવાજો ખોલતા અને સેંકડો લોકો તેમને પગે લાગવા બહાર રાહ જોઈને ઉભા રહેતા.

image source

જો કે તમને જણાવી દેઈએ કે દારાસિંઘે રામાનંદ સાગરની રામાયણ પહેલાં 1976માં આવેલી બજરંગી ફિલ્મમાં પણ હનુમાનજીનું પાત્ર ભજવ્યું હતું. મૂળે તો દારાસિંઘ એક કુશ્તિબાજ હતા. તેમણે પોતાની કુશ્તિની ટ્રેનિંગ પોતાના સિંગાપુર દરમિયાનના રહેવાસ દરમિયાન લીધી હતી. તેઓ 19 વર્ષની ઉંમરથી જ કુશ્તિ કરવા લાગ્યા હતા તે સમયે તેમની હાઇટ 6 ફૂટ અને 2 ઇંચ હતી અને વજન પણ 127 કી.ગ્રામ હતું. સમય જતાં તેમને હિન્દી ફિલ્મોની ઓફર પણ આવવા લાગી અને તેમણે 1952થી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી અને ત્યાર બાદ તેમણે ક્યારેય પાછુ વાળીને નથી જોયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ