શાંતનુ નાયડુ કોણ છે જેને રતન ટાટાએ પોતે બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે ‘તમે મારા સહાયક બનશો?’

આ દુનિયામાં એક એવી વ્યક્તિ પણ છે જેને રતન ટાટાએ પોતે ફોન કરીને તેમની સાથે કામ કરવાની ઓફર કરી હતી.
આ શાંતનુ નાયડુ છે. મુંબઇમાં રહેતો 27 વર્ષીય શાંતનુ એ જ વ્યક્તિ છે જેમને ખુદ રતન ટાટાએ તેમનો સહાયક બનવા માટે ફોન કર્યો હતો. થોડા વર્ષો પહેલા શાંતનુ નાયડુ સ્ટ્રીટ ડોગ્સ માટે કામ કરતો હતો. આજે તે પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાની આંખો ના તારા બની ગયા છે.
શાંતનુ કહે છે કે ૫ વર્ષ પહેલા હું રતન ટાટાજીને મળ્યો હતો. ૫ વર્ષ પહેલા હું શેરીઓમાં રખડતા કુતરાઓના મોતથી ઘણો દુઃખમાં હતો. રખડતા કૂતરાંઓ આ રીતે મરી જાય તે બચાવવા માટે, મેં કૂતરાઓની ગળામાં રિફલેકટર વાળા પટ્ટા લગાવવાનું શરૂ કર્યું. જેથી વધુ ઝડપે આવતા વાહનચાલકો દૂરથી કૂતરા રસ્તા પર હોવા અંગે માહિતી મેળવી શકે છે. મારો વિચાર ઝડપથી ફેલાયો.
ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ‘ન્યુઝ લેટર’માં પણ મારી વાર્તા દર્શાવવામાં આવી હતી.જે પછી મેં મારા પિતાના કહેવા પર રતન ટાટાને એક પત્ર લખ્યો. લગભગ બે મહિના પછી, મને આ પત્રનો જવાબ મળ્યો. ખુશીની વાત એ હતી કે રતન ટાટાએ પોતે મને મળવા બોલાવ્યો હતો.
આ પછી હું તેમને મળવા માટે મુંબઈમાં રતન ટાટાની ઓફિસ પહોંચ્યો હતો. મીટિંગ દરમિયાન રતન ટાટાએ મને કહ્યું કે તે મારા કામથી ખૂબ પ્રભાવિત છે. આ પછી, તે મને તેમના કૂતરાઓ સાથે પરિચય કરવા માટે તેમના ઘરે લઈ ગયા અને આ કામ માટે ફંડ આપવાનું કહ્યું.

શાંતનુજીએ કહ્યું કે જ્યારે હું વિદેશથી માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કર્યા પછી ભારત પાછો આવ્યો ત્યારે એક દિવસ મને રતન ટાટાનો ફોન આવ્યો. આ દરમિયાન તેમણે મને કહ્યું કે ‘મારી પાસે ઓફિસમાં ઘણું કામ છે. શું તમે મારા સહાયક બનશો? પહેલા મને વિશ્વાસ ન થઈ શક્યો કે રતન ટાટા પોતે મને તેમની સાથે કામ કરવાની ઓફર કરી રહ્યા છે. એ પછી મેં તરત વિચાર્યા વિના હા પાડી દીધી.

શાંતનુ છેલ્લા ૧૮ મહિનાથી રતન ટાટા ટ્રસ્ટ માટે કામ કરી રહ્યો છે. ખરેખર, શાંતનુએ તાજેતરમાં રતન ટાટાના ખભા પર હાથ મૂકી એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી, દરેકને જાણવું હતું કે તે કોણ છે?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ