ઘર બેઠા તમે પણ કરી શકો છો લ્ગ્ઝરી ચોકલેટ પેડીક્યોર, આ બાબતોનું રાખવું ધ્યાન

મિત્રો, ચહેરા અને હાથ-પગની જાળવણી કરવી તે અત્યંત આવશ્યક છે. સુંદર પગ મેળવવા માટે સ્ત્રીઓ દર મહિને પાર્લર પર જઈને તેમનો સમય અને પૈસા ખર્ચ કરે છે. પેડીક્યોરથી આપણે ચરબીવાળા પગની ઘૂંટીથી છુટકારો મેળવી શકીએ છીએ, જેના કારણે આપણા પગની ત્વચા એકદમ ચમકદાર બને છે.

image source

આજે અમે તમને અમુક એવા નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને તમે પાર્ટી કે ફંક્શનમાં જતા પહેલા અજમાવો તો પાર્લરમા જવાની જરૂર પડશે નહિ. આપણે ઘરેબેઠા જ આપણા પગને સુંદર બનાવી શકીએ છીએ. આ સિવાય તમે ઘરે જ લક્ઝરી ચોકલેટ પેડીક્યોર પણ કરી શકો છો. આ ઉપાય ઘરે અજમાવવાથી પણ તમારી બચત થશે અને ઓછા પૈસા ખર્ચ થશે. તો ચાલો જાણીએ કે ઘરે ચોકલેટ પેડીક્યોર કેવી રીતે કરી શકાય છે?

સામગ્રી :

image source

ઓગાળેલી ચોકલેટ : ૪.૫ કપ, ખાંડ : ૧ ચમચી, દૂધ : ૧ કપ, મધ : ૨ ચમચી, ગરમ પાણી : ૧ ટબ, ફૂટ સ્ક્રબ, નેઇલ ફાઇલર, નેઇલ સ્ક્રબર, નેઇલ કટર, નેઇલ પેઇન્ટ, નેઇલ પેઇન્ટ રિમૂવર, મોઇશચારરાઇઝર અને એક ટુવાલ.

વિધિ :

સૌથી પહેલા તો તમે નખ પરનો જૂનો નેઇલ પેઇન્ટ દૂર કરો અને તમારા નખને એક યોગ્ય આકાર આપો. ત્યારબાદ એક ટબમા નવશેકુ પાણી ઉમેરી ત્યારબાદ તેમા નમક ઉમેરીને તેમા પગને ૧૦-૧૫ મિનિટ સુધી ડૂબાડી રાખો. ચોકલેટને એક બાઉલમાં ભેગી કરીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પાણીમાંથી પગ દૂર કર્યા પછી તેને લૂછીને ચોકલેટની પેસ્ટને પગ પર લગાવવી.

image source

આ પેસ્ટને પગ પર ૨૦ મિનિટ સુધી રાખી મૂકો. ત્યારબાદ તમારા પગને સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે ચોકલેટ પાવડર, ખાંડ, મધ અને દૂધને ભેગા કરીને સ્ક્રબ તૈયાર કરો અને પગ પર ૫-૧૦ મિનિટ સુધી સ્ક્રબ કરો. આમ, કરવાથી પગની મૃત ત્વચા સરળતાથી દૂર થઈ જશે. સ્ક્રબ કર્યા પછી પગને ઠંડા પાણીથી સાફ કરો. હવે પગ પર મોઈશચરરાઇઝર લગાવો અને મસાજ કરો અને પછી પગ પર સુંદર નેઇલ પોલિશ મૂકો.

ફાયદા :

image source

ચોકલેટમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે, જે ત્વચામા કોલેજનનુ ઉત્પાદન વધારે છે. આ સિવાય તે ત્વચાની લવચીકતામા પણ વધારો કરે છે. આ પેડીક્યોરમાં ચોકલેટનો ઉપયોગ બ્લોક સર્ક્યુલેશનમાં પણ વધારો કરે છે. આનાથી પગની ત્વચા આકર્ષક, સુંદર અને નરમ લાગે છે. તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજ્માવજો અને પછી જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત