અમદાવાદમાં 108માં જ એક મહિલાની ડિલિવરી કરી, લોકોએ કર્યા વખાણ

અમદાવાદમાં 108 માંજ એક મહિલાની ડિલિવરી કરી. લોકોએ નર્સની હિમતના ખૂબ વખાણ કર્યા.

દેશમાં કોરોનાના કહેર વચ્ચે કોઈને મળતી સેવા હાલ ખયબ જરૂરી છે. દેશમાં હાલ 3000 કોરોનાના દર્દી છે અને દિવસે ને દિવસે કેસ વધતા જાય છે. ત્યારે આજે અમદાવાદમાં એક ખુબજ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું.

image source

હાલમાં રાજ્ય અને દેશ કે આખી દુનિયામાં એકજ સમાચાર સાંભળવા મળે છે. કોરોના અને તેને લગતા સમાચાર જ સાંભળવા મળે છે. પણ આજે બપોરે એટલે કે 12.43 વાગ્યે અમદાવાદમાં એક ડિલિવરી કરી અને એ પણ 108 વેનની અંદર. EMT તરીકે ફરજ પર હાજર નર્સ નિતાબેનને કોલ આવતા તે 108 દ્વારા મહિલાને લઈને સિવિલ હોસ્પિટલમાં જતા હતા.

રાજયમાં લોકડાઉનની વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાને 108 એમ્બ્યુલન્સની નર્સે ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે રસ્તામાં ડિલિવરી કરાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગર્ભા મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ દુઃખાવો ઉપડ્યો હતો અને ડિલિવરી થઈ જાય તેમ હોવાથી નર્સે રસ્તામાં સફળતાપૂર્વક ડિલિવરી કરતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

image source

શહેરના મેમકો લોકેશન પર 108 એમ્બ્યુલન્સમાં નીતા રાઠોડ EMT તરીકે ફરજ બજાવે છે. આજે બપોરે એટલે કે, 4 એપ્રિલે 12.43 વાગ્યે 108ને સરદારનગર ઘનશ્યામ ટેનામેન્ટમાં રહેતા ગંગાબેન સોલંકી નામની એક સગર્ભા મહિલાનો કોલ મળ્યો હતો. નીતાએ ત્યાં પહોંચી દર્દીને તપાસ કરતાં મહિલાને સુવાવડની પીડા થતી હતી.

તેઓને એમ્બ્યુલન્સમાં લઈ સિવિલ જવા રવાના થયા હતા. દરમ્યાન ઈન્દિરાબ્રિજ પાસે પહોંચતા મહિલાને ખૂબ જ દુઃખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થતાં એમ્બ્યુલન્સને રસ્તામાં જ રોકી લીધી હતી. નીતાએ ભારે મહેનત કરી સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

image source

નિતાની ખુબજ જવાબદારી ભર્યા પગલાએ બે જીવ બચાવ્યા હતા. હાલ મહિલા અને તેની નવજાત જન્મેલી પુત્રી બન્નેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં જરૂરી એવી બધી સુવિધા પૂરી પાડી અંર સારવાર કરવામાં આવશે. હાલમાં બન્ને સારી કન્ડિશનમાં છે. બાળકી તેમજ માતા બન્ને સલામત છે. બન્ને સલામત હોવા બદલ લોકો નર્સ નીતાબેનના ખૂબ વખાણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ