જલંધરથી દેખાઈ હિમાચલ પ્રદેશની ગીરીમાળા, જાણે અમદાવાદના પાદરેથી અંબાજીનો ગબ્બર દેખાવા જેવો માહોલ

કોરોનાની અદ્ભુત હકારાત્મક અસર – જલંધરથી દેખાઈ હિમાચલ પ્રદેશની ગીરીમાળા – જાણે અમદાવાદના પાદરેથી અંબાજીનો ગબ્બર દેખાવા જેવો માહોલ

પંજાબના જલંધરના રહેવાસીઓ માટે એક અદ્ભૂત નઝારો સર્જાયો. આ નજારો જલંધરના રહેવાસીઓએ અત્યાર સુધીમાં ભાગ્યે જ જોયો હશે. તેઓ સવારે ઉઠ્યાને જોયું તો તેમના ધાબા પરથી વાદળાઓની પાછળ તેમને હિમાલયની ગીરીમાળા સ્પષ્ટ રીતે જોવા મળી હતી.

image source

તમે એ તો જાણતા જ હશો કે પંજાબમાં તો ક્યાંય હીમાલયની ગીરીમાળા આવેલી નથી પણ જલંધરથી 180-200 કીલમીટર દૂર હિમાચલ પ્રદેશની આ ગીરીમાળાઓ આવેલી છે. અહીંથી જલંધરના લસોકોને હિમાચલ પ્રદેશમાં આવેલી અદ્ભુત ધૌલાધર ગીરીમાળા જોવામાં આવી હતી. આ ઇતિહાસમાં ક્યારેક જ ઘટતી એક અત્યંત અદ્ભુત ઘટના છે.

એક ગુજરાતવાસીઓને આ અદ્ભુત ઘટનાના મહત્ત્વ વીષે સમજાવવા જઈએ તો અમદાવાદથી ગબ્બર દેખાવા અથવા તો કહો કે અરવલીના પહાડો દેખાવા જેવી આ વાત છે. ઘણા બધા લોકોએ આ સુંદર દ્રશ્યની તસ્વીરો શેર કરી છે. કેટલાક રહેવાસીઓનું તો એવું કહેવું છે કે લગભગ 30 વર્ષ બાદ આ ઘટના ઘટી છે.

image source

એક ટ્વીટર યુઝરે આ તસ્વીર શેર કરતા લખ્યું છે કે 30 વર્ષ બાદ જલંધરથી આ ધૌલાધર ગીરીમાળા જોવા મળી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલ્યુશનનું સ્તર અત્યંત નીચું આવી ગયું છે. ઘણા બધાએ એવી પણ કમેન્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે, કે આપણે (માનવજાતીએ) પૃથ્વી સાથે કેટલી હદે ખરાબ કર્યું છે. કેવી કુદરતી હતી અને આજે કેવી છે.

image source

ઘણા લોકોએ 21 દિવસના આ લોકડાઉનને કુદરત માટે આશિર્વાદ સમાન ગણાવ્યું છે. આ પહેલાં મુંબઈના સમુદ્ર કીનારે જ્યાં સામાન્ય સ્થિતિમાં સેંકડો માછીમારો માછલીઓ પકડા રહેતા હતા તેઓ હવે ત્યાં ન હોવાથી ડોલ્ફીન માછલીઓ છેક મુંબઈના સમુદ્ર કીનારા નજીક રમતી જોવા મળી રહી છે. તેની પણ કેટલીક વિડિયો લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ વિડિયો એક્ટ્રેસ જુહી ચાવલા દ્વારા શેર કરવામાં આવી હતી.

image source

આ ઉપરાંત દુનિયામાં ઘણા બધા સ્થળોએ પ્રદૂષણનું સ્તર પણ અદ્ભુતરીતે નીચું આવતું જોવા મળ્યું છે. તે પછી ચીનનું બીજીંગ હોય કે પછી ન્યૂ યોર્ક સીટી હોય કે પછી આપણા કલકત્તા, મુંબઈ હોય. સમગ્ર વિશ્વના પ્રદુષણ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસથી માનવજાતીને ચોક્કસ નુકસાન થઈ રહ્યું છે પણ તે સિવાય ધરતી માતાના તો જાણે વર્ષો જુના ઘા રુઝાઈ રહ્યા હોય તેવું ભાસી રહ્યું છે. અને આમ જોવા જઈએ તો મનુષ્ય પણ પરાણે તો પરાણે પણ સ્વસ્થ જીવન જીવવા મજબૂર બન્યો છે, ન બહાર બીન જરૂરી રખડવું, ન તો બહારનો અકુદરતી ખોરાક ખાવો, ઘરનો શુદ્ધ સાત્વિક ખોરાક ખાવા મજબૂર બન્યો છે આજે માનવી. હાથમાં વેલણ પકડીને મમ્મી બાળકોને દાળભાત પરાણે ખવડાવે તેવી આ વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ