દિલની ઉદારતા: આ કાકા ચલાવે છે ચાની કીટલી, અને પોતાના સ્ટાફને આપે છે સોનાની ભેટો

ચાની કીટલી ચલાવતા આ કાકાની દરીયાદીલી જોઈ તમે પણ ચોંકી ઉઠશો – પોતાના સ્ટાફને આપે છે સોનાની ભેટો

image source

સમગ્ર ભારતમાં નાકે નાકે ચાની કીટલીઓ આવેલી હોય છે, રોજગાર માટેની આ એક ઉજળી તક છે, જે લોકો પાસે નોકરી માટેની લાયકાત ન હોય અથવા જેઓ આર્થિક રીતે સ્વતંત્ર થવા માગતા હોય તેમના માટે ચાની કીટલી ખોલવી એક સારો વિકલ્પ છે. આ એક રોકડિયો ધંધો છે. આજે લાખો લોકો આ ધંધા પર પોતાનું પેટ પાળી રહ્યા છે.

સામાન્ય રીતે ચાની કીટલી આપણે જોતા હોઈએ ત્યારે આપણ મનમાં એવી છવી ઉભી થતી હોય છે કે તેમની કમાણી સામાન્ય હશે પણ બધી ચાની કીટલીઓનું તેવું નથી હોતું ઘણા ચાવાળા તો લાખોની કમાણી કરતા હોય છે. આજે અમે તમને એવા જ એક ચાની કીટલી ધરાવતા કાકા વિષે જણાવવા જઈ રહ્યા છે જેની દરીયાદીલી જોઈ તમે ચોંકી ઉઠશો.

image source

ચાની કીટલી ચલાવતા આ કાકા પોતાના સ્ટાફને એટલે કે પોતાની હાથ નીચે કામ કરતાં પોતાના મદદનીશોનું ધ્યાન સારી રીતે રાખી જાણે છે. અને તેઓ એટલી હદે ધ્યાન રાખે છે કે તેઓ માત્ર તેમને પગાર જ નથી ચૂકવતા પણ સોનાની ભેટો પણ આપે છે. તો તમને એમ થતુ હશે કે આવી ભેટો તો તમને પણ ક્યારેય તમારા કરોડપતિ માલિક પાસેથી નથી મળતી તો આ ચાવાળા કાકાને આટલી કમાણી ક્યાંથી થતી હશે ?

આ ચાની કીટલી ચેન્નાઈમાં આવેલી છે. તેનું નામ છે શિકાગો ટી સ્ટોલ. કાકાએ આ ચાની કીટલી ત્રીસ વર્ષ પહેલાં શરૂ કરી હતી. તે કાકાનું નામ છે સુકુમાર. તેઓ નોકરીની શોધમાં ચેન્નઈ આવ્યા હતા પણ નોકરી ન મળતાં તેમણે એક ચાની કીટલી પર કામ કરવાનું શરૂ કર્યું, જો કે તેમાં તેમને શરૂઆતમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો કારણ કે શરૂઆતમા તેમના દુકાનદાર સાથે ખૂબ ઝઘડા થતા અને તેમની આ આદતથી તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા.

image source

ત્યાર બાદ તેઓ બેરોજગારીથી કંટાળી ગયા અને તેમણે પોતે જ ચાની દુકાન ચાલુ કરવાનું નક્કી કર્યું. અને છેવટે તેમણે પોતાની ચાની કીટલી શરૂ કરી જ દીધી, તે વખતે અમેરિકાના શિકાગોમાં કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું હતું અને માટે જ તેમણે પોતાની ચાની દુકાનનું નામ શિકાગો ટી સ્ટોલ રાખ્યું.

ધીમે ધીમે સુકુમારની આ ચાની કીટલી સારી ચાલવા લાગી અને આજે તે સેંકડો કસ્ટમર ધરાવે છે.

સુકુમાર પોતાના મુખ્ય રસોઇયાને દીવસના 750 રૂપિયા ચૂકવે છે. જ્યારે બાકી મદદનીશોને તેઓ રોજના 450 રૂપિયા ચૂકવે છે. આ ઉપરાંત તેઓ પોતાના કર્મચારીઓને મફત રહેવા તેમજ જમવાની સગવડ પણ આપે છે. તેની સાથે સાથે જ તેઓ વર્ષમાં એકવાર તેમને રૂપિયા 2000 આપે છે જેમાંથી તેઓ પોતાના માટે કપડાં ખરીદે છે. જો કે આ કર્મચારીઓને વર્ષના 365 દિવસ કામ કરવું પડે છે. અને તેમના આ કામ માટે તેમને દર વર્ષે ઇનામ તરીકે સોનાની વીંટી ભેટ રૂપે આપવામાં આવે છે.

image source

વર્ષમાં એકવાર કર્મચારીઓને ફાઈવસ્ટાર હોટેલમાં જમાડે છે

તમને એ પણ જણાવી દઈ કે સુકુમાર પોતાના કર્મચારીઓને વર્ષમાં એકવાર એટલે કે દર વર્ષે આવતા મજૂર દિવસ પર ફાઈવ સ્ટાર હોટેલમાં જમાડે છે. જો તમને એમ લાગતું હોય કે આ બધું કરવા માટે તેઓ પોતાની ચા અને નાશ્તો મોંઘા રાખતા હશે તો તમને જણાવી દઈ કે તેવું નથી.

image source

તેમની કીટલી એટલે કે શિકાગો ટી સ્ટોલ પર મળતી એક ચા માત્ર આઠ રૂપિયામાં મળે છે અને તેની સાથે જો ઇડલી ઓર્ડર કરશો તો બે ઇડલીના તમારે માત્ર 12 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે સવારનો નાશ્તો માત્ર 20 રૂપિયામાં પુરો થઈ જાય છે. આ ઉપરાંત તેમની કીટીલ પર ટોમેટો રાઇસ પણ મળે છે જે માત્ર 35 રૂપિયાની કીંમતના છે. સુકુમારનો એક જ મંત્ર છે પોતાના ગ્રાહકો અને કર્મચારીઓને ખુશ રાખતા રાખતા ધંધો કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ