Zomato પંચમાં નવો વળાંક: ડિલિવરી બોયે કહ્યું…યુવતીએ તેને ગાળો આપી, સ્લિપરનો ઘા પણ કર્યો અને પછી…જાણો શું જણાવી અલગ કહાની

અમુક ઘટના એવી સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. ત્યારે હાલમાં કેટલાક સમય પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી અને જેમાં હવે મોટો ખુલાસો થયો છે. તો આવો વિગતે વાત કરીએ કે શું છે આ સમગ્ર ઘટના. આ વાત છે બેંગલુરુની. કે જ્યાં એક કન્ટેન્ટ ક્રિએટર ઉપર હુમલાના આરોપમાં ફૂડ ડિલિવરી કંપની zomatoના ડિલિવરી બોયને હવે પોલીસે દબોચી લીધો છે.

image source

વિગતે વાત કરીએ તો હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે ડિલિવરી મોડી થવાના કારણે તેની ડિલિવરી બોય સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તો ત્યારે ડિલિવરી બોયે તેના ઉપર હુમલો કર્યો હતો અને તેના ચહેરા ઉપર મુક્કો માર્યો હતો જેના કારણે તેના નાકમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.

જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો અને ભારે વાયરલ થયો હતો. આ સમગ્ર કેસ અંગે બેંગલુરુ પોલીસના જણાવ્યા પ્રમાણે બેંગ્લુરુના ઈલેક્ટ્રોનિક્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે ડિલિવરી એક્ઝીક્યુટીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડિલિવરી બોય સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે મુક્કો ખાનારી પીડિત મહિલાએ વીડિયો બનાવીને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ આ ખૂબ જ વાયરલ થયો હતો. ઘાયલ મીહિલાએ આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો. મહિલાએ જણાવ્યું હતું કે, ઝોમેટોમાંથી ખાવાનું ઓર્ડર કર્યું હતું. મંગળવારે બપોરે 3.20 વાગ્યે ઝોમેટો એપ ઉપર એક ઓર્ડર કર્યો હતો.

એક કલાક પછી પણ જ્યારે ઓર્ડર ન આવ્યો ત્યારે ઓર્ડર કેન્શલ કરવા અને રિફંડ માટે કોલ કર્યો હતો. ત્યારે તે કસ્ટમર કેર સાથે વાત કરી રહી હતી ત્યાં જ ડિલિવરી બોય આવ્યો. તેણે ઓર્ડર લઈ લીધો જ્યારે રાહ જોવાનું કહ્યું તો ડિલિવરી બોય તેની સાથે ગાળાગાળી કરવા પર ઉતરી આવ્યો હતો, તે મારી ઉપર રાડો પાડવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, શું હું ગુલામ છું? તમે મને રાહ જોવા માટે કહી રહ્યા છો.

પછીની વાત કરતાં પીડિતા કહે છે કે આટલું થતાં મેં દરવાજો બંધ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેણે દરવાજાને ધક્કો મારીને મારા ઘરમાં ઘૂસીને મારો ઓર્ડર લીધો અને મારા ચહેરા ઉપર મુક્કો મારીને ભાગી ગયો હતો. પણ હવે બન્યું એવું કે બીજી તરફ ડિલિવરી બોયે પકડાયા બાદ કંઈક અલગ જ કહાની જણાવી હતી. ડિલિવરી બોયે જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે હિતેશા રિફંડ માંગવા લાગી હતી અને રિફન્ડ માટે ઈન્કાર કરતા અપશબ્દો બોલવા લાગી હતી અને સેન્ડલથી મારવાની કોશિશ કરી હતી.

પછી મારી સુરક્ષા માટે મેં ધક્કો માર્યો હતો એટલે તેને ઈજા પહોંચી હતી. જો કે હવે બન્ને કહાની કંઈક અલગ અલગ છે અને પોલીસનો વિષય છે કે હવે કોણ સાચુ અને કોણ ખોટું. જો કે આ બધાની વચ્ચે કંપનીના જણાવ્યા પ્રમાણે ડિલિવરી બોયને કાઢી નાખવામાં આવ્યો છે.

કંપનીએ કહ્યું કે આ ઘટનાને લઈ અમને ખેદ છે અને અમે હિતેશાની માંફી પણ માંગી છે. અમે તેમના સંપર્કમાં છીએ જરૂરી ચિકિત્સા દેખભાળ અને તપાસમાં પોતાનો સંપૂર્ણ સમર્થન પ્રદાન કરી રહ્યા છીએ. મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તેણે અડધો દરવાજો ખોલ્યો અને ઓર્ડર લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી ડિલિવરી બોય ગુસ્સામાં આવી ગયો હતો.

તે મહિલા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પછી ઘરની અંદર ઘૂસીને ખાવાનું રાખ્યું હતું. મહિલાને જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે ગુસ્સામાં કહ્યું કે તે એનો નોકર છે. અને એક મુક્કો મારી દીધો હતો અને પછી ફરિયાદના આધારે હવે આખી ઘટના પ્રકાશમાં આવી અને ચર્ચા થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!