મહાશિવરાત્રિના દિવસે આ અભિનેત્રીએ તો જબરું કર્યુ હોં…ભગવાન શિવનું રૂપ ધારણ કરીને નિકળી મુંબઈના રસ્તા પર, જોઇ લો પછી આ VIDEOમાં એને શું કર્યું…

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે

ગઈકાલે મહાશિવરાત્રી હતી.અને સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. ગઈકાલે મહાશિવરાત્રિના દિવસે સમગ્ર દેશના શિવ મંદિરો શિવની ભક્તિના રંગે રંગાયેલા દેખાયા હતા.

શિવાલયોમાં બાબા ભોલેનાથના જય જયકારની ગૂંજ સંભળાઈ રહી હતી. દેશના સામાન્ય લોકોથી લઈને મોટી મોટી હસ્તીઓ પણ મહાશિવરાત્રીના આ શુભ અવસરે શુભકામનાઓ આપી રહ્યા હતા.

એવામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ત્યારે ટીવી એક્ટ્રેસ એકતા જૈન ભગવાન શિવનું અર્ધનારીશ્વર રૂપ ધારણ કરીને મુંબઈના રસ્તા પર ફરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ekta Jain (@ekujain11)

તમને જણાવી દઈએ કે એકતા જૈને આવુ રૂપ ધારણ કરીને ફેન્સને મહાશિવરાત્રિની શુભકામના આપી હતી. એકતા જૈનનો ભગવાન શિવના અર્ધનારેશ્વરી રૂપ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ફોટામાં એક્ટ્રેસ એકતા જૈને શિવનું અર્ધનારીશ્વર રૂપ ધારણ કરેલું દેખાય છે અને તેઓ મુંબઈના રસ્તાઓ ફરતી દેખાઈ હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

એકતા જૈને પણ પોતાના આ રૂપની એક તસ્વીર પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટામાં તે હાથમાં ડમરૂ અને ત્રિશૂલ બંને લઈને ફરતી દેખાઈ હતી. એકતા જૈનના ફેન્સને એમનો આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.

એક્ટ્રેસ એકતા જૈને પોતાના અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કરતા એક વીડિયો પણ શેર કર્યો હતો અને સાથે જ કૈપ્શનમાં લખ્યુ હતું કે, આને કહેવાય ચેન્જ.

એકતા જૈને શેર કરેલા વીડિયોમાં પહેલા તે મેકઅપ વગરની દેખાઈ હતી અને પછી અચાનક શિવના રૂપમાં આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ekta Jain (@ekujain11)

તમને જણાવી દઈએ કે એકતા જૈન સત્ય સાઈ બાબાની આગામી સિક્વલમાં એક મહત્વના પાત્રમાં નજરે પડશે.

મહાશિવરાત્રીના દિવસે શિવજીના ભકતો આ ઉપવાસ કરે છે અને ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ પ્રાર્થના દ્વારા ભગવાન શંકરના કૃપા મેળવે છે.

મહાશિવરાત્રી એ ભગવાન શિવની રાત્રી છે એટલે કે ભક્તો માટે સુખની તે રાત્રી જેમાં સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે અને તમામ મનોકામનાઓ પુરી થઇ જાય છે.

શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો દિવસ વિશેષ મહત્ત્વ રાખે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે જે પણ ભક્ત સાચા મનથી દેવાધિ દેવ મહાદેવની આરાધના કરે છે તેમનો બેડો પાર થઇ જાય છે. શિવરાત્રીના દિવસે શિવલિંગનું જલાભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે શિવ શંકર તો જળ માત્ર ચઢાવવાથી જ સંતુષ્ટ થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ