આટલા બધા લાભ મેળવવા શાસ્ત્રો મુજબ આ રીતે કરો ચાંદીનો ઉપયોગ

શાસ્ત્રોના નિયમ મુજબ ચાંદીનો કરશો ઉપયોગ તો તમને થશે અઢળક લાભ

image source

ચાંદી એક કિમતી ધાતુ છે. તેનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણા તથા વાસણો બનાવવામાં થતો આવ્યો છે. આજ પણ કેટલીક વસ્તુઓમાં ચાંદીના પાત્ર અને તેની વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં સ્ત્રીઓ ચાંદીના ઘરેણા પહરે પણ છે.

માનવ જીવનમાં ચાંદીનું ખૂબ મહત્વ છે. તે ખૂબ જ કિંમતી અને ચળકતી ધાતુ હોવાની સાથે શાસ્ત્રોમાં આ ધાતુને પવિત્ર અને સાત્વિક પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા તો એવી પણ છે કે ભગવાન શંકરની નજરમાંથી ચાંદીની ઉત્પત્તિ થઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ધાતુ ચંદ્ર અને શુક્રની મુખ્ય ધાતુ છે.

image source

એટલે જ તો ચંદ્ર અને શુક્રના નંગ ચાંદીમાં ધારણ કરવાનું સલાહ આપવામાં આવે છે જેથી તે વધારે પ્રભાવશાળી સાબિત થાય. ચાંદી શરીરના સ્વાસ્થ્ય સાથે પણ સંબંધ ધરાવે છે. આયુર્વેદ અનુસાર તે માનવ શરીરમાં પાણીના તત્વ અને કફને નિયંત્રિત કરે છે.

ચાંદી મનને શક્તિ આપે છે

image source

ચાંદીનો ઉપયોગ મનને મજબૂત કરવામાં પણ થાય છે. તેને માનસિક શાંતિ લાવનાર પણ ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચાંદીના ઉપયોગથી મગજ તેજ થાય છે. તેના ઉપયોગથી ચંદ્ર ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ચાંદીના ગ્રહ દોષને ચાંદીના પદાર્થોનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે છે. ચાંદીના ઉપયોગથી શુક્ર ગ્રહના દોષનો પણ નાશ થાય છે. તેના ઉપયોગથી કુંડળીનો નબળો શુક્ર બળવાન બને છે અને મન પ્રસન્ન રહે છે. તેના ઉપયોગથી શરીરમાં એકત્ર થયેલું ઝેર બહાર નીકળી જાય છે અને ત્વચા કોમળ અને તેજવાળી બને છે.

શુક્ર અને ચાંદીનો સંબંધ

image source

આપણા રોજિંદા જીવનમાં ચાંદીનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. તેનો ઉપયોગ ચાંદીના વાસણો બનાવીને કરી શકાય છે. ઉપરાંત ચાંદીના ઘરેણા પહેરીને પણ તેનો લાભ લઈ શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌથી નાની આંગળીમાં ચાંદીની વીંટી પહેરવી વધુ સારી માનવામાં આવે છે. આ ઉપરાંત ગળામાં ચાંદીની ચેન પહેરવી પણ ખૂબ ફાયદાકારક છે.

ચાંદી ધારણ કરવાથી સ્વાસ્થ્ય લાભ

mage source

ચાંદીના ઉપયોગથી હોર્મોન્સની ગડબડ દૂર થાય છે. આ ઉપરાંત કટુવાણી બોલતા વ્યક્તિની ભાષા પણ સુધરે છે. આયુર્વેદ અનુસાર ચાંદીના બ્રેસલેટ કે અન્ય ઘરેણા પહેરવાથી કફ, વાયુ અને પિત્તનું નિયંત્રણ થાય છે. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી શરદીની સમસ્યામાં રાહત મળે છે. ચાંદીના વાસણમાં મધ મેળવી લેવાથી શરીરના ઝેરી તત્વોથી છૂટકારો મળે છે.

ધાર્મિક ઉપાયો

image source

ચાંદીના ઉપાયો કરી જાતક પોતાના જીવનની આર્થિક સમસ્યા પણ દૂર કરી શકે છે. વેપાર કે નોકરીમાં કોઈ સમસ્યા હોય તો ચાંદીનો એક ચોરસ ટુકડો વ્યક્તિએ પોતાના પર્સમાં રાખવો જોઈએ. આ ઉપરાંત લગ્નમાં વિલંબ થતો હોય તેણે પણ ચાંદી પોતાની સાથે રાખવી તેનાથી લગ્ન યોગ સર્જાય છે. આર્થિક સમૃદ્ધિ ઈચ્છતા લોકોએ પૂજામાં ચાંદીનો હાથી રાખવો જોઈએ. આમ કરવાથી સમૃદ્ધિ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ