બદલાતી ઋતુમાં કેવી રીતે રાખશો તમારા વાળનુ ધ્યાન જાણો એક ક્લિકે

બદલાતી ઋતુમાં તમારા વાળનું ધ્યાન આ રીતે રાખો – અને વાળને આકર્ષક બનાવો

image source

ઋતુઓ જ્યારે બદલાતી હોય છે ત્યારે આપણે આપણી જાતનું વધારે ધ્યાન રાખવું પડે છે. જેમાં તમારા સ્વાસ્થ્ય, ત્વચા, તેમજ વાળ દરેક બાબતનો સમાવેશ થઈ જાય છે. બદલાતી સિઝનમાં વાળની સંભાળ રાખવી થોડી અઘરી થઈ પડે છે કારણ કે તે સમય દરમિયાન વાતાવરણમાં ભેજ, ગરમી અને અન્ય પરિવર્તનો પણ સતત થતા રહે છે. હવામાન બદલાય ત્યારે તમારે તમારા વાળની સંભાળ કેવી રીતે રાખવી તે વિષે આગળ વાંચો

વાળ પર માઇલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો

image source

વાળની સંભાળ માટે માઇલ્ડ શેમ્પુ અત્યંત જરૂરી છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા શેમ્પુમાં નુકસાનકારક રસાયણો જેવા કે SLSનો ઉપયોગ ન થયો હોવો જોઈએ. SLS મુક્ત શેમ્પુ માઇલ્ડ હોય છે તમારા વાલને ખુબ જ કોમળતાથી સ્વચ્છ કરે છે તમારા વાળની નીચેની ત્વચાના કુદરતી તેલને દૂર કર્યા વગર.

તમારા વાલ પર વધારે આક્રમક ન બનો

image source

માઈલ્ડ શેમ્પુ અથવા તો SLS ફ્રી શેમ્પુ ઓછું ફીણ ઉત્પન્ન કરે છે. માટે તમારે વધારે ફીણ ઉત્પન્ન કરવા માટે તમારા વાળને વધારે પડતા ઘસવાની જરૂર નથી. ફીણ ઉત્પન્ન કરવા માટે તમારે શેમ્પુની જગ્યાએ પાણી વધારે લેવું. અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે વાળ ભીના હોય ત્યારે તેને બાંધી ન રાખો કારણ કે તેનાથી વાળ વધારે ટૂટે છે.

ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેન્ટ અચૂક કરો

image source

જો તમારા વાળને તમે ડીપ કન્ડીશન્ડ કરશો તો તેની ડ્રાઇનેસ દૂર થઈ જશે અને તમારા વાળે જાણે પુનર્જીવન મળશે. વાળને ડીપ કન્ડીશન્ડ કરવા માટે તમારે વાળને પોષણ પુરુ પાડતા એસેન્શિયલ ઓઈલવાળા હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમારા વાળને વધારાનું મોઇશ્ચર મળે છે.

સ્વસ્થ ડાયેટ ફોલો કરો

image source

તમારે તમારા વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે અથવા જાળવી રાખવા માટે બને તેટલું વધારે પાણી પીવું જોઈએ જેથી કરીને તમે હાઇડ્રેટ પણ રહો અને ઝેરી તત્ત્વો તમારા શરીરમાંથી બહાર ફેંકાઈ જાય. અને તેમ કરવાથી તમારા વાળ તેમજ તેની નીચેની ત્વચા પણ ભેજયુક્ત રહેશે. તેના માટે તમે તમારા ખોરાકમાં ફ્રુટનું પ્રમાણ વધારી શકો છો કારણ કે તેમાં વિટામીન્સ અને અન્ય પોષકતત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.

યુવી કીરણોથી તમારા વાળને બચાવો

ઉનાળો હવે આવી જ રહ્યો છે, અને તડકો પણ ધીમે ધીમે આકરો થઈ રહ્યો છે અને સૂર્યના આ તેજ કીરણો તમારા વાળને સીધું જ નુકાસન પોહંચાડી શકે છે. સુર્ય પ્રકાશમાં વધારે પડતો સમય રહેવાથી તમારા વાળ અને તેની નીચેની ચામડી શુષ્ક થઈ જાય છે. માટે તમારે તમારા માથાને છત્રી, ટોપી કે પછી સ્કાર્ફથી ઢાંકી દેવું જોઈએ. જો તમે સિક્લનો સ્કાર્ફ વાપરશો તો તે તમારા વાળ વચ્ચેના ઘર્ષણને ઓછું કરશે અને વાળને તૂટતા પણ અટકાવશે.

તમારા વાળની પુંછડીઓને નિયમિત ટ્રીમ કરો

image source

વાળની વધારે પડતી ડ્રાઈનેસ તમારા વાળને બેમોઢાળા બનાવી દે છે, કેટલીક વખત તમે તમારા વાળી ગમે તેટલી સંભાળ રાખો પણ સ્પ્લીટ એન્ડ્સની સમસ્યા તમે દૂર નથી કરી શકતાં અને તેના માટે તમારે તેને નીચેથી થોડા થોડા ટ્રીમ કરી લેવા જોઈએ. તે તમારા વાળને હેલ્ધી દેખાડવામાં મદદ કરશે.

એલોવેરાથી તમારા વાળ નીચેની ત્વચાને મુલાયમ બનાવો

image source

એલોવેરા જેલ વધારાના તેલને દૂર કરે છે અને જો તમને ખોપરી પર વારંવાર ખજવાળ આવતી હોય તો તે પણ દૂર કરે છે. તેના માટે તમારે એલોવેરાને તમારા વાળ તેમજ તેની નીચેની ચામડી પર ઘસવું જોઈએ અને તેને નીચે સુધી ઉતરવા દેવું જોઈએ. તેમ કર્યા બાદ તમારે તેને માથામાં 15-30 મિનિટ સુધી તેમજ રહેવા દેવું જોઈએ ત્યાર બાદ તેને માઇલ્ડ શેમ્પુથી દૂર કરી દેવું જોઈએ.

શેમ્પુ કરતી વખતે ગરમપાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો

image source

જ્યારે તમે તમારા વાળ ધુઓ ત્યારે હુંફાળું અથવા તો ઠંડુ પાણી ઉપયોગમાં લેવું પણ ગરમ પાણી ન લેવું. ગરમ પાણી તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. શેમ્પુ માટે હુંફાળુ પાણી વાપરો અને કન્ડીશ્નર લગાવી લીધા બાદ તેને વાળમાં લોક કરી રાખવા માટે તેને ઠંડાપાણી વડે અથવા તો નોર્મલ પાણીથી ધોઈ લો.

તમારા વાળમાં નિયમિત તેલ નાખો

image source

જો તમારા વાળ નીચેની ત્વચા રુક્ષ એટલે કે ડ્રાઈ હોય તો તે ડ્રાઈનેસને હેર ઓઈલ દૂર કરે છે. તેને તમે એક ઓવરનાઇટ ટ્રીટમેન્ટ તરીકે યુઝ કરી શકો છો તેમ કરવાથી તમારા વાલના મૂળિયા મજબૂત થાય છે અને તેનાથી તમારી ખોપરીને પોષણ પણ મળે છે. અને જો માથામાં તેલથી મસાજ કરવામાં આવે તો તે તમારી ખોપરીમાં લોહીના સર્ક્યુલેશનને વધારે છે અને તે સીધું જ તમારા વાળના મૂળિયા સુધી પોષણ પહોંચાડે છે.

વાળ પર વધારે પડતી ગરમીનો ઉપયોગ ન કરો

image source

જો તમે અવારનવાર તમારા વાળ ટ્રીટ કરવા માટે હીટનો ઉપયોગ કરતા હોવ તો તેને ઘટાડો તે લાંબાગાળે તમારા વાળને નુકસાન કરે છે. અને જ્યારે ક્યારેય તમે તમારા વાળ પર હીટ યુઝ કરવા માગતા હોવ ત્યારે તે પહેલાં તમારે હેર સીરમ તરીકે આરગન ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તે એક હીટ પ્રોટેક્ટન્ટ તરીકે હીટના કારણે થતાં ડેમેજને ઓછું કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ