માં સરસ્વતી રાશિ અનુસાર આ રીતે કરો પૂજા, મળશે મનવાંચ્છિત ફળ

રાશિ અનુસાર કરો માતા સરસ્વતીની પૂજા, મળશે મનવાંચ્છિત ફળ

image source

સનાતન ધર્મમાં માનવામાં આવ્યું છે કે માતા સરસ્વતીની પૂજા જો રાશિ અનુસાર જાતક કરે તો તેના પર માતા સરસ્વતીની અસીમ કૃપા વરસે છે અને તેના મનની દરેક ઈચ્છા પૂરી થાય છે.

મેષ

મેષ રાશિના જાતકોએ  માતા સરસ્વતીની પૂજા કરી સરસ્વતી કવચનો પાઠ કરવો. તેનાથી વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

વૃષભ

માતા સરસ્વતીની પૂજા કરવી અને તેમને પીળા રંગના ચોખાનો ભોગ ધરાવો. આમ કરવાથી ઘરમાં ખુશીઓનું આગમન થશે.

મિથુન

મિથુન રાશિના જાતકોએ દેવી સરસ્વતીની પૂજા કર્યા બાદ ગાયત્રી મંત્રનો જાપ કરવો. આમ કરવાથી ઘરમાં ધન ધાન્યની ખામી રહેશે નહીં.

કર્ક

કર્ક રાશિના જાતકોએ માતાની પૂજા કર્યા બાદ સફેદ ચંદન અને સફેદ ફૂલ અર્પણ કરવા. આમ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે.

સિંહ

સિંહ રાશિના જાતકએ માતા સરસ્વતીની પૂજા કરી ખીરનો ભોગ ધરાવવો. માતાને પીળી મીઠાઈનો ભોગ ધરાવો. આમ કરવાથી નોકરી વ્યવસાયમાં લાભ થશે.

કન્યા

કન્યા રાશિના જાતકોએ માતા સરસ્વતીને સફેદ રંગના ફૂલ ચઢાવી અને સરસ્વતી મંત્રનો જાપ કરવો. આમ કરવું લાભકારી સાબિત થશે.

તુલા

તુલા રાશિના જાતકોએ માતાની વિધિ વિધાનથી પૂજા કરવી અને તેને સફેદ ચંદન લગાવવું આ ચંદનથી પોતાના માથા પર પણ તિલક કરવું. આમ કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ માતા સરસ્વતીના મંત્રનો જાપ કરવો અને જરૂરીયાતમંદ બાળકોની મદદ કરવી. તેમને પુસ્તકો અને રમકડાં લઈ આપવા. આમ કરવાથી બૃદ્ધિનો વિકાસ થાય છે.

ધન

ધન રાશિના જાતકોએ માતા સરસ્વતીની પૂજા કરવાની સાથે ભગવાન ગણેશની પૂજા પણ કરવી. આમ કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.

મકર

મકર રાશિના જાતકોએ માતા સરસ્વતીની પૂજા કરી 5 કુંવારી કન્યાઓને પીળા રંગના કપડા અને ફળ ધરાવવા. આમ કરવાથી દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. જો કે તમારે મહેનત પણ કરવી જરૂરી છે.

કુંભ

કુંભ રાશિના જાતકોએ માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા જરૂરીયાતમંદો અને ગરીબોની મદદ કરવી. તેમને અનાજ દાનમાં આપવું. આમ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થશે. નવી તક પ્રાપ્ત થશે.

મીન

મીન રાશિના જાતકોએ માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે સફેદ ચંદનની માળાથી 108 વખત સરસ્વતી મંત્રનો જાપ કરવો. તેના બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ