તમારા મિત્રો તમને કરે છે આ 4 બાબતોમાં સપોર્ટ?

આ 4 જગ્યાએ સાથ આપે તે જ હોય છે સાચા મિત્રો, બાકી બધા ટાઈમ પાસ

મહાભારત કાળના પાત્ર વિદુરથી તો સૌ પરિચિત છીએ. વિદુર મહાભારત સમયના એક મહાન વિદ્વાન પણ હતા. વિદુરને ધર્મરાજનો અવતાર માનવામાં આવે છે.

આ જ કારણ છે કે કૌરવો સાથે રહેવા છતા તેમણે ક્યારેય ઈર્ષા, દ્વેષ અને છલ કપટ કર્યું નથી. તેમણે મહાભારતના વિનાશકારી યુદ્ધને રોકવા પ્રયત્નો પણ કર્યા. તેમની નીતિઓને ચાણક્ય નીતિ પણ કહેવામાં આવે છે.

image source

વિદુરજીએ પોતાની આ નીતિઓમાં જણાવ્યું છે કે એક વ્યક્તિનો સાચો મિત્ર કોણ હોય છે. આજે તમે પણ જાણો કે જીવનમાં ક્યારે સાથે રહેનાર વ્યક્તિ સાચો મિત્ર હોય છે અને કોણ કોણ ટાઈમ પાસ કરતાં હોય છે.

વિદુર નીતિ અનુસાર આમ તો જીવનમાં અનેક લોકો આપણા મિત્ર બને છે પરંતુ એક સાચા મિત્રનું હોવું પણ ખૂબ જરૂરી છે. એક સાચો મિત્ર પણ તમને જીવનની ખરાબમાં ખરાબ પરિસ્થિતિથી બચાવે છે.

image source

જો કે ઘણા મિત્રો હોય ત્યારે એ જાણવું મુશ્કેલ થઈ જાય છે કે કોણ તમારો સાચો મિત્ર છે. તો વિદુરજી એ પણ જણાવે છે કે કયા એવા ચાર સ્થાન છે જ્યાં સાથે રહેનાર વ્યક્તિ તમારો સાચો મિત્ર કહેવાય છે.

image source

1. સાચો મિત્ર એ હોય છે જે જરૂર હોય ત્યારે સાથ આપે. જેમકે તબીયત ખરાબ હોય, હોસ્પિટલ જવું હોય ત્યારે દિવસ રાતનો વિચાર કર્યા વિના જે પહોંચી જાય તે સાચો મિત્ર હોય છે.

2. મહાત્મા વિદુર કહે છે કે જો કોઈ વ્યક્તિ શત્રુઓથી ઘેરાઈ ગયો હોય અને તેના મિત્ર તેનો સાથ ન આપે તો તે સાચા મિત્ર નથી. શત્રુઓનો સામનો કરતી વખતે જે તમારી પાસે અડીખમ ઊભા રહે તે તમારા સાચા મિત્ર હોય છે.

image source

3. રાજકીય કે સરકારી કામ સંપૂર્ણ જવાબદારી સાથે કરવાના હોય છે. ઘણીવાર એવું બને છે કે સારી રીતે કામ કર્યું હોય તેમ છતા કોઈને કોઈ સમસ્યા કામમાં આવી જાય છે.

આવી સ્થિતિમાં જો તમારા મિત્ર તમારો સાથે ત્યાં સુધી આપે કે જ્યાં સુધી તમારી સમસ્યા દૂર ન થઈ જાય તો માનજો કે તે તમારો સાચો મિત્ર છે. આ પરેશાની કાર્યક્ષેત્રમાં આવે, કોર્ટ કચેરીની હોય કે સરકારી કામ કરવામાં હોય. શરૂઆતથી અંત સુધી તો માત્ર સાચા મિત્રો જ ઊભા રહેશે.

image source

4. કહેવાય છે કે વ્યક્તિના અંતિમ સમયે તે જ વ્યક્તિ સાથે રહે છે જે તેની નજીક સૌથી વધારે હોય, જીવનમાં ગંભીર બીમારી આવે અને મૃત્યુ નજીક હોય ત્યારે સ્વાર્થ વિના જે તમારો સાથ આપે તે તમારો સાચો મિત્ર હશે.

image source

5. વિદુર નીતિ એમ પણ જણાવે છે કે કોઈપણ વ્યક્તિ કારણ વિના કોઈ સાથે મિત્રતા કરતી નથી. દરેક સંબંધ બંધાવા માટે કોઈ કારણ જરૂરી હોય છે. પછી તે મિત્રતા હોય કે શત્રુતા. પરંતુ એવી વ્યક્તિ જે સ્વાર્થ વિના તમારી સાથે મિત્રતા કરે તે સાચો મિત્ર હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ