આજથી જ કરી દેજો પરસેવાવાળા કપડા પહેરવાનુ બંધ, નહિં તો થશે ખીલથી લઇને આ અનેક સમસ્યાઓ

પરસેવો નહીં લૂછવાની આદત તમને નુકસાન કરી શકે છે

શરીર પર પરસેવો આવવો એ સારા સ્વાસ્થ્યની નીશાની છે. પણ તે જ પરસેવો જો શરીર પરથી સાફ કરવામાં ન આવે તો તે શરીરને નુકસાન કરી શકે છે અને ચામડીની વિવિધ સમસ્યા ઉભી કરી શકે છે. આમ તો પરસેવો તેની જાતે જ સુકાઈ જતો હોય છે પણ કેટલાક સંજોગો અને કેટલીક આદતોના કારણે પરસેવો શરીર પર જ ચોંટેલો રહે છે. માટે પરસેવાને તો શરીર પરથી સ્વચ્છ કરવો જ જોઈએ.

image source

પરસેવો બે રીતે ઉત્પન્ન થાય છે એક પાણીયુકક્ત હોય છે, તેમાં ગંધ નથી આવતી જ્યારે બીજા પરસેવો ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે જેમાં ગંધ આવે છે. આ પરસેવો બગલ, ડોક, તેમજ જ્યાં અંગો ભેગા થતાં હોય ત્યાંથી ઉત્પન્ન થતો હોય છે. એક્રોક્રીન ગ્રંથીઓનો સ્ત્રાવ પરસેવા કરતાં ઘન હોય છે.

image source

પરસેવા વાળા જ વસ્ત્રો પહેરી રાખવા. પરસેવાને લૂછવો નહીં. આખો દિવસ પરસેવામાં રહ્યા બાદ શરીર પરથી પરસેવો સ્વચ્છ ન કરવો તે તમારી ત્વચાને નુકસાન કરે છે. જાણો તેનાથી તમારી ત્વચાને શું નુકસાન થાય છે.

શરીર પર ખીલ થવા

image source

સામાન્ય રીતે ઓઈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ જોવા મળતા હોય છે પણ જો પરસેવાની શરીર પરથી યોગ્ય સફાઈ કરવામાં ન આવે તો શરીરના અન્ય ભાગો પર પણ ખીલ થવા લાગે છે.

શરીરની દુર્ગંધ

image source

પરસેવાવાળા શરીરને સાફ ન કરવાથી અથવા તો પરસેવાવાળા વસ્ત્રો ધોયા વગર જ પહેરી લેવાથી શરીરની દૂર્ગંધ દૂર નથી થતી પણ ઓર વધારે તીવ્ર થઈ જાય છે. અને શરીરનો પરસેવો તેમજ વસ્ત્રોમાં ભેગો થયેલો પરસેવો પરસેવાની ગંધને ઓર વધારે તીવ્ર બનાવી દે છે.

સ્કિન રેશિસ

image source

શરીર પરથી પરસેવો યોગ્ય રીતે સાફ ન કરવાથી, ધીમે ધીમે શરીરમાં ખજવાળ ઉત્પન્ન થાય છે. અને શરીર પર લાલ ચકામાં પડવા લાગે છે. પરસેવો સાફ નહીં કરવામાં આવ્યો હોવાથી ત્વચા પર બેક્ટેરિયા તેમજ ફૂગ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે તમારી ત્વચાને વિવિધ પ્રકારની એલર્જી પણ થવા લાગે છે.

યિસ્ટ ઇન્ફેક્શન થઈ શકે છે

image source

ઉનાળા જેવી સિઝનમાં તમને પગના તળિયે પણ પરસેવો થાય છે. અને જો તે પગને સ્વચ્છ કરવામાં ન આવે તો ત્યાં ફૂગ થઈ શકે છે જેને યિસ્ટ ઇન્ફેક્શન પણ કહેવાય છે. જે શરરીરના અન્ય ભાગો પર પણ થઈ શકે છે. આ ઉપરાંત પરસેવાના કારણે તમને એથલેટ ફૂટની પણ સમસ્યા થઈ શકે છે.

યોનીમાર્ગમાં ચેપ લાગવાનો ભય રહે છે

image source

જો તમને સામાન્ય રીતે ખૂબ પરસેવો થતો હોય અને તમે ચુસ્ત વસ્ત્રો પહેરતા હોવ, જેમ કે ટાઈટ પેન્ટ અથવા તો ટાઇટ પેન્ટી તો તમને તમારા ગુપ્ત અંગ પર પણ ચેપ લાગી શકે છે. જે તમારા માટે આગળ જતા ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. માટે શરીરને સ્વચ્છ રાખો, પરસેવાવાળા વસ્ત્રો ન પહેરો અને ખુલતા વસ્ત્રો પહેરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ