ઓછા ખર્ચામાં ફરી લો આ દેશ, મજ્જા પડી જશે

વર્ષ 2019 પૂરું થયું ને વર્ષ 2020 શરૂ થયું.

image source

આયોજન મુજબ કાર્યપધ્ધતિ નક્કી કરનારા સમયબદ્ધ લોકો નવા વર્ષમાં કરવામાં અનેક મોટા કામ, પ્રસંગો, બિઝનેસ વગેરેના પ્લાનો અત્યારથી જ કરી રહ્યા છે ત્યારે વર્ષમાં એક વખત હરવા ફરવા જવાનો પ્રસંગ કેમ ચૂકાય?

image source

જો તમારા ઘરે પણ આ વર્ષ દરમિયાન ફરવા જવાનું અત્યારથી પ્લાનિંગ થઇ રહ્યું છે તો તમને ભારતના અનેક શહેરો અને ડેસ્ટિનેશનના વિકલ્પો મળી રહેશે પણ જો તમારો પ્લાન ભારત બહાર ફરવા જવાનો હોય તો અમે અહીં તમને થોડા સજેશન આપી રહ્યા છીએ.

1). મિસ્ર

image source

બ્રિટનના એક ખાનગી અખબારના ફરવા માટેના વિશ્વના બેસ્ટ ડેસ્ટિનેશનના લિસ્ટમાં મિસ્ર દેશને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2020 માં અહીં ગિઝાના પિરામિડો નજીક જ સ્થિત એક નવા સંગ્રહાલયનું અનાવરણ થવા જઈ રહ્યું છે.

image source

આ સંગ્રહાલયમાં લગભગ 30000 જેટલી અત્યાર સુધીમાં ક્યાંય ન દેખાડવામાં આવેલી મિસ્રની પ્રાચીન કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવનાર છે. જે આ વર્ષે અહીં આવનર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હશે.

2). ઓસ્ટ્રેલિયા

image source

કુદરતી વાતાવરણમાં અનેક ફરવાલાયક સ્થળો સિવાય અહીં માનવ નિર્મિત અનેક પ્રવાસન સ્થળો પણ આવેલા છે. એ ઉપરાંત 2020 માં અહીં T20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થઇ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત પણ ક્રિકેટ હોવાથી આ વર્ષે ઓસ્ટ્રેલિયા ફરવા આવનાર પ્રવાસીઓની સાથે સાથે સ્થાનિકોમાં પણ ક્રિકેટ વર્લ્ડકપને લઈને ઉત્સાહ છે.

3). બાલી, ઇન્ડોનેશિયા

image source

બાલી, ઇન્ડોનેશિયા એક એવો દ્વીપ છે જ્યાં વર્ષભર પ્રવાસીઓની ભીડ લાગેલી જ રહે છે. આ દ્વીપને વર્ષ 2017 ના વિશ્વના સૌથી સારા ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકેનું બિરુદ પણ મળ્યું હતું.

image source

અહીં આવનાર પ્રવાસીઓ અહીંના પ્રાકૃતિક નજારાઓ, સાંસ્કૃતિક સમૃદ્ધિ તેમજ ખાણી – પીણીથી સંતોષ મેળવીને જ જાય છે. બાલી એડવેન્ચર, અધ્યાત્મય અને સ્થાનિક સંસ્કૃતિનું અદભુત મિશ્રણ છે.

4). જાપાન

image source

વર્ષ 2020 માં અહીં ઓલમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે એટલે જાપાન આવતા પ્રવાસીઓને સ્થાનિક સ્થળોની મુલાકાતની સાથે સાથે ઓલમ્પિક નિહાળવાનો મોકો પણ મળી રહ્યો છે.

image source

પ્રાચીન સંસ્કૃતિઓ અને આધુનિક્તાનો અદભુત તાલમેલ તમને જાપાનમાં જોવા મળે છે. જાપાન ફરવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો માર્ચ થી લઈને મે મહિના સુધીનો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ