આ કોમન પાસવર્ડ થાય છે સૌથી વધારે હેક, જાણો અને જો આ પાસવર્ડ હોય તો બદલી નાખો આજે જ

Security Alert! આ છે સૌથી વધારે હેક તાવ વાળા પાસવર્ડ્સ!, પાછલા કેટલાક વર્ષોથી સાઇબર હેકર્સ યુઝર્સના ઈ – મેલ અથવા અન્ય પ્રોટેક્ટેડ ફોલ્ડર્સ ના પાસવર્ડ ચોરીને તેમનો ડેટા ચોરી રહ્યા છે.

ડિજિટલ વર્લ્ડ માં યુઝર્સની દરેક જાણકારી તેમના ઈ-મેલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. સાથે -સાથે યુઝર્સ તેમના સ્માર્ટફોનમાં પણ તેમની કેટલીક પર્સનલ જાણકારીઓ ને રાખતા હોય છે.

image source

તેવામાં તે જાણકારી ને સુરક્ષિત રાખવા માટે યૂઝર્સ તેમને પાસવર્ડથી પ્રોટેક્ટ કરતા હોય છે. જેથી કરીને કોઈ તેમની જાણકારી ને એક્સેસ ના કરી શકે. પાછલા કેટલાક વર્ષોમાં સાયબર અપરાઘી એટલે કે હેકર્સ યુઝર્સના ઈમેલ અથવા અન્ય પ્રોટેક્ટેડ ફોલ્ડર્સના પાસવર્ડ જાણી તેમાંથી ડેટા ચોરી રહ્યા છે.

ફક્ત આ જ નહીં, તેઓ યુઝર્સનીબેંક ડીટેલ જાણીને તેમના બેન્ક અકાઉન્ટ પણ ખાલી કરી રહ્યા છે.

 

image source

ખાસ કરીને ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ યુઝર્સને ઘણા બધા હેકર્સ ચૂનો લગાવી ચૂક્યા છે. આ વર્ષે લગભગ પાંચ મિલિયન એટલે કે ૫૦ લાખથી પણ વધારે પાસવર્ડ લીક થયા છે.

જેમાંથી ૫૦ કોમન પાસવર્ડ હેકર દ્વારા શેર કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ આ 50 પાસવર્ડ્સ વિશે..

આ છે કોમન પાસવર્ડ્સ.

image source

123456, 123456789, qwerty, Password, 1234567, 12345678, 12345, iloveyou, 111111, 123123, abc123, qwerty123, 1q2w3e4r, admin, qwertyuiop, 654321, 555555, lovely, 7777777, welcome, 888888, princess, dragon, password1, 123qwe, 666666, 1qaz2wsx, 333333, michael, sunshine, liverpool, 777777, 1q2w3e4r5t, donald, freedom, football, charlie, letmein, !@#$%^&*, secret, aa123456, 987654321, zxcvbnm, passw0rd, bailey, nothing, shadow, 121212, biteme, ginger

image source

આ બધા સૌથી કોમન પાસવર્ડ્સ છે જેને યુઝર્સ એકાઉન્ટ બનાવવા માટે વાપરતા હોય છે. તેના પાછળનું કારણ એ હોય છે જે યુઝર્સને આ પાસવર્ડ આરામથી યાદ રહી જતાં હોય છે.

આ પાસવર્ડ્સ ને ખાસ કરીને યુઝર કમ્પ્યુટર ના કી બોર્ડના હિસાબથી બનાવતા હોય છે. જેથી કરીને તેમને પાસવર્ડ યાદ રહે. પરંતુ હેકર્સ લોકો કી બોર્ડના આ કોમ્બિનેશન વિશે જાણતા હોય છે અને આરામથી યુઝર્સના એકાઉન્ટ માંથી ડેટા ચોરી લેતા હોય છે.

 

image source

જો આપ પણ આ જ પ્રકારના કોઈ કોમન કોમ્બિનેશન વાળા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને બદલી દો, નહીં તો તમારું એકાઉન્ટ હેકર્સથી સુરક્ષિત નહીં રહે.

પાસવર્ડ બનાવતા સમયે આ બાબતો નું ધ્યાન રાખો.

image source

જ્યારે પણ તમે તમારા ઈમેલ અથવા નો પાસવર્ડ સેટ કરી રહ્યા છો, તો તમારે હંમેશા આલ્ફા ન્યૂમેરિક પાસવર્ડ બનાવવો જોઈએ. આલ્ફા ન્યૂમેરિક પાસવર્ડ માં કેપિટલ લેટર ની સાથે સ્મોલ લેટર્સ અને નંબર તેમજ સ્પેશ્યલ કેરેક્ટર નો કોમ્બિનેશન હોવું જરૂરી છે. આલ્ફાન્યૂમેરિક પાસવર્ડ ક્રેક કરવું કોઈપણ હેકર માટે આસાન નથી હોતું.

image source

પાસવર્ડ બનાવ્યા બાદ તમે તેને દર મહિને બદલી શકો છો અથવા કેટલાક સમયના અંતરાલ પણ પણ બદલી શકો છો. પાસવર્ડ વારે ઘડીએ બદલવાથી તમારું એકાઉન્ટ સુરક્ષિત રહેશે અને હેકર્સ તેમાંથી ડેટા પણ નહીં ચોરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ