વોલેટની અંદર મુકેલા ભગવાને કંઇક અલગ રીતે જ બચાવી લીધો આ માણસનો જીવ, બાકી ગોળી તો બુલેટપ્રુફ જેકેટની પણ આરપાર નીકળી ગઇ હતી

પર્સમાં રાખેલા દેવી-દેવતાની તસ્વીરોએ બચાવ્યો કોન્સ્ટેબલનો જીવ, બૂલેટપ્રુફ જેકેટે નહીં પણ વૉલેટે બચાવ્યો કોન્સ્ટેબલનો જીવ

હાલ સમગ્ર દેશમાં નાગરિકતા કાયદાના વિરોધમાં લોકો સડકો પર આવી ગયા છે અને કેટલીક જગ્યાએ તો પ્રદર્શનો હિંસક પણ બની ગયા છે. આ કાયદાનો સૌથી વધારે વિરોધ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યો છે અને મામલો ઓર વધારે ગંભીર બનતો જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં થયેલા હિંસક પ્રદર્શનમાં પોલિસ પર તોફાની ટોળાએ પથ્થરમારો કરતાં ઘણા બધા પોલીસ અધિકારીઓ લોહીલૂહાણ થઈ ગયા હતા.

image source

ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં પણ ટોળુ હિંસક બન્યુ હતું અને યુ.પી પોલીસના એક કોન્સ્ટેબલને છાતીમાં ગોળી વાગી હતી. જો કે તેમણે બૂલેટ પ્રુફ જેકેટ પહેર્યું હોવા છતાં પણ ગોળીએ તે જેકેટને પણ ચીરી દીધું હતું અને પોલીસે જે શર્ટના ખીસ્સામાં વૉલેટ રાખ્યુ હતું તેમાં જેઈને ગોળી ફસાઈ ગઈ હતી. આમ તેમનો જીવ બૂલેટ પ્રુફ જેકેટે નહીં પણ તેમના વૉલેટે બચાવ લીધો હતો.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે આપણે આપણા વૉલેટમાં રૂપિયા ઉપરાંત પણ બીજી ઘણી બધી વસ્તુઓ રાખતા હોઈએ છે. જેમ કે ક્રેડીટ-ડેબીટ કાર્ડ, ફેમિલીના સભ્યોની તસ્વીરો, ભગવાનના ફોટાઓ, પરચુરણના સિક્કા વિગેરે. અને તેમના વોલેટમાં રહેલી આ જ બધી સામગ્રીઓએ ભેગા થઈને તેમની છાતીમાં ગોળી ઘૂસતા રોકી હતી અને તેમનો જીવ બચાવી લીધો હતો.

image source

આ પોલિસ કોન્સ્ટેબલનું નામ છે બિજેન્દ્રકુમાર. તેઓ ફિરોજાબાદમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને કાબૂમાં રાખવા માટે ડ્યૂટી પર હતા. તેમણે બૂલેટ પ્રુફ જેકેટ પહેર્યું હોવા છતાં તે જેકેટને પાર કરીને ગોળી તેમના શર્ટના ખિસ્સામા રાખવામા આવેલા વૉલેટમાં ઘુસી ગઈ હતી. આ ગોળી તોફાની ટોળામાંની કોઈ હિંસક વ્યક્તિએ પોલિસ પર ફાયરિંગ કરીને ચલાવી હતી.

બૂલેટ પ્રુફ જેકેટનું કામ ગોળીઓને રોકીને વ્યક્તિની રક્ષા કરવાનું હોય છે પણ આ ગોળીની ગતિ એટલી તેજ હતી કે તે બૂલેટપ્રુફ જેકેટને પણ ચીરી ગઈ હતી અને સીધી જ કોન્સ્ટેબલ બિજેન્દ્ર કુમારના ખિસ્સામાં રાખવામાં આવેલા વૉલેટમાં ખૂંપી ગઈ હતી. જો આ વૉલેટ તેમના ખિસ્સામાં ન હોત તો તેઓ શહિદ થઈ ગયા હોત.

image source

જો કે તેમના ખિસ્સામાં રાખવામાં આવેલા વૉલેટમાં રૂપિયા ઉપરાંત, પરચુરણ સિક્કાઓ, એટીએમ તેમજ ક્રેડીટ કાર્ડ ઉપરાંત ભગવાન તેમજ ઘરના સભ્યોના ફોટાઓ પણ હતા અને કદાચ તેના કારણે જ ગોળીની ઝડપ અવરોધાઈ હશે અને ગોળી તેમની છાતીમાં જતાં અટકી ગઈ હશે. આમ જોવા જઈએ તો આડકતરી રીતે તેમની ભગવાન પરની શ્રદ્ધાએ જ એટલે કે તેમના પર્સમાંના દેવી-દેવતાઓની તસ્વીરે જ તેમનો જીવ બચાવ્યો હતો.

image source

આ જીવતદાનને કોન્સ્ટેબલ બિજેન્દ્રકુમાર પોતાનો નવો જન્મ જ માને છે. તેઓએ જણાવ્યું હતું કે ગોળી કઈ દિશામાંથી આવી અને કોણે તેમને ગોળી મારી તે વિષે તેમને કોઈ જ અંદાજો નથી. જો કે આ રમખાણમાં માત્ર બિજેન્દ્રકુમાર પર જ નહીં પણ અન્ય પોલિસ અધિકારીઓ પર પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ બિજેન્દ્રકુમારની બહાદૂરીના વખાણ કર્યા હતા. આ હૂમલામાં તેમના સિવાય બીજા ઘણા પોલીસ કર્મીઓ ઘવાયા હતા. જો કે હાલ સ્થિતિ કાબુમા આવી ગઈ છે તેવુ પોલીસ અધિકારીઓનું કહેવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ