શ્લોકા-આકાશ અંબાણીને તમે ક્યારે નહિં જોયા હોય આવા રોમેન્ટિક અંદાજમાં, ખાસ તસવીરો+વિડીયો જોવા કરો ક્લિક

જુઓ શ્લોકા અને આકાશ બન્યા રોમેન્ટીક તો ભાવી અંબાણી વહુ રાધીકા જોવા મળી સ્વિટ લીટલ ડ્રેસમાં

image source

અંબાણી કુટુંબ દર એક નહીં અને બીજા અઠવાડિયે કોઈને કોઈ પ્રસંગે સમગ્ર દેશના મિડિયાને પોતાના તરફ આકર્ષી લે છે અને પછી સોશિયલ મિડિયા આખું તેમના કુટુંબના સભ્યોની તસ્વીરોથી ઉભરાવા લાગે છે.

અંબાણી કુટુંબના દરેકે દરેક સભ્યનો એક અલગ ફેન વર્ગ છે અને તેમની અવનવી તસ્વીરો આ ફેન્સને હંમેશા પસંદ આવે છે.

image source

તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન યોજવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓની સાથે સાથે અંબાણી કુટુંબની યુવાન પેઢી પણ જોવા મળી હતી.

આ ફંક્સનમાં શ્લોકા પોતાના પતિ આકાશ અંબાણી સાથે ફોર્મલ વસ્ત્રોમાં જોવા મળી હતી જ્યારે અંબાણી કુટુંબની ભાવી વહુ રાધીકા મર્ચન્ટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા આકાશ-શ્લોકા

આકાશ અને શ્લોકાની વાત કરીએ તો આ બન્ને પતિ – પત્ની ફોર્મલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેમના વસ્ત્રોએ લોકોમાં આકર્ષણ નહોતું જમાવ્યું પણ તેઓ જે રીતે હાથમાં હાથ નાખીને સ્કૂલમાંથી બહાર નીકળ્યા હતા તે જોઈ લોકો ખુશ થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

Sweet capture of the new couple #akashambani with #shlokaambani ❤ #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

શાળાના એન્યુઅલ ફંક્શનમાં હાજરી આપ્યા બાદ જ્યારે આકાશ અને શ્લોકા બહાર નીકળ્યા ત્યારે તેમણે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો અને તેમણે મિડિયાને એક સુંદર સ્મિત આપ્યું હતું.

આ ક્ષણની વિડિયો કચકડે કેદ થઈ ગઈ છે અને સોશિયલ મિડિયા પર વાયરલ પણ થઈ રહી છે. તમે પણ જુઓ વિડિયોમાં શ્લોકા-આકાશનો રોમેન્ટિક અંદાજ.

રાધીકા મર્ચન્ટ દેખાઈ મીની પિંક ડ્રેસમાં

image source

રાધીકા મર્ચન્ટે અંબાણી પરિવારની શાળાના એન્યુઅલ ફંક્શન પ્રસંગે ડસ્ટ પિંક કલરનો મીની ડ્રેસ પહેર્યો હતો જેમા તેણી ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણીએ ડાયમન્ડની ઇયરિંગ્સ પહેરી હતી.

આ પ્રસંગે તેણી ઐશ્વર્યા રાય સાથે જોવા મળી હતી જેની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં ઐશ્વર્યા પોતાની નાની બહેનને ભેટી રહી હોય તે રીતે રાધીકાને ભેટી રહી છે.

ઇશા અંબાણી વેસ્ટર્નડ આઉટફીટમાં જોવા મળી હતી

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં મુકેશ-નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

તેણીએ બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ ટોપ પહેર્યા હતાં જેમાં તેણી કોઈ સ્કૂલ ગર્લ જેવી લાગી રહી હતી. તેણી સાથે તેણીના માતા નીતા અંબાણીને ટ્રેડિશનલ ઇન્ડિયન સલવાર કુર્તામાં જોવા મળ્યા હતા.

આ ઉપરાંત આ ફંક્શનમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓ પોતાના સંતાનો સાથે જોવા મળ્યા હતા. સૌથી વધારે જો મિડિયાનું ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે હતી ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન.

image source

તેણીને પ્રથમવાર સાડીમાં જોવામાં આવી હતી. જો કે ત્યાર બાદ તેણીએ પોતાના પર્ફોમન્સ દ્વારા જે સ્પીચ આપી હતી તેને લોકો સોશિયલ મિડિયા પર ખુબ પસંદ કરી રહ્યા છે અને તેણીના દાદા અમિતાભ બચ્ચને તો તેણીની આ સ્પીચને પણ સોશિયલ મિડિયા પર શેર કરતા પોતે તેના પર ગર્વ અનુભવે છે તેવું પણ જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ