ઉમિયામાતા મંદીરના શિલાન્યાસમાં માતા અંબેની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સી.એમ રુપાણી મળ્યા નાનકડી જોગમાયાને

ઉમિયામાતા મંદીરના શિલાન્યાસમાં માતા અંબેની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સી.એમ રુપાણી મળ્યા નાનકડી જોગમાયાને

image source

ગયા અઠવાડિયે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદીરના સિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો ત્યાર બાદ તેઓ રાજકોટ ખાતે એક મંદિરમાં મા અંબેની મૂર્તિનિ પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં હાજરી આપ્યા બાદ સીએમ સીધા જ રાજકોટ નજીક આવેલા ઢેબચડા ગામની સીમમાંથી રઝળેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત તેમણે રાજકોટની અમૃતા હોસ્પિટલમાં લીધી હતી.

image source

આમ તેમનો આખો દિવસ મા જગદંબાની સેવામાં જ પસાર થયો તેવું કહી શકાય. તેમણે આમ સવારે શિલાન્યાસમાં ભાગ લીધો ત્યાર બાદ મંદીરમાં માતા અંબેની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તો તે જ દિવસે બપોરે તેમણે આ નાનકડી જોગમાયાની મુલાકાત લેવાની પણ સંવેદના દર્શાવી હતી. બાળકના સ્વાસ્થ્ય વિષે તેમણે ડોક્ટરો સાથે વાતચીત પણ કરી હતી.

image source

આ પ્રસંગે મુખ્યમંત્રીએ હોસ્પિટલ પ્રશાસનને જણાવ્યું હતું કે બાળકીના સ્વાસ્થ્યને સુધારવા માટે જે કોઈ પણ ખર્ચ થશે તે સરકાર કરશે. તેમણે પોતે જ બાળકીને મળવાની ઇચ્છા દર્શાવી હતી. તમને જણાવી દઈએ કે આ નવજાત બાળકી પર રખડતા કૂતરા દ્વારા હૂમલો કરવામા આવ્યો હતો જેને સ્થાનિક લોકોએ બચાવી હતી. જેને તંત્રએ દત્તક લીધી સમાજમાં તેમજ પ્રશાસનના બીજા ભાગોમાં પણ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આ બાળકીનું નામ અંબે રાખવામાં આવ્યું છે. આમ સી.એમ રુપાણીએ સવારે અંબેમાતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બપોરે સાક્ષાત અંબેના દર્શન પણ કર્યા. તમને જણાવી દઈએ કે મુખ્ય મંત્રીની આ મુલાકાત બીલકુલ અણધારી હતી કારણ કે તેમના કાર્યક્રમમાં તેવું કોઈ આયોજન નહોતું.

પણ તેઓ તો રાજકોટના એક મંદીરમાં અંબે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ટાના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા અને ત્યાર બાદ તેમણે પોતે નાનકડી બાળકી અંબેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યાર બાદ તેઓ હોસ્પિટલ ગયા હતા.

image source

મુખ્ય મંત્રી રુપાણી અવારનવાર ઇજાગ્રસ્ત લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી ચૂક્યા છે. આ અગાઉ પણ સીએમે પોતાનો કાર્યક્રમ અટકાવીને પણ અકસ્માતમાં ઇજા પામેલા લોકોને સેવા પૂરી પાડવાને પ્રાધાન્ય આપ્યું હોવાના ઘણા બધા ઉદાહરણો તમને જોવા મળી જશે.

હજુ થોડા દિવસો પહેલાંની જ વાત છે તે વખતે સીએમ રુપાણીનો કાફલો અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન તેમણે જોયું કે એક એક્ટિવા ચાલક સ્લીપ ખાઈને પડી ગયો હતો અને તેને કેટલીક ઇજા થઈ હતી ત્યારે પણ તેમણે પોતાનો કાફલો અટકાવીને તે ઇજાગ્રસ્ત યુવક પાસે પહોંચી જવાની સંવેદના દર્શાવી હતી. અને તે યુવક સાથે વાત પણ કરી હતી.

image source

અને પોતાના કાફલાના સ્ટાફને તે યુવકને ઇમર્જન્સી સેવા આપવાની સલાહ આપી હતી. યુવકને ફર્સ્ટ એઇડ પુરો પાડીને તેને તરત જ સિવિલ હોસ્પિટલ લઈ જવાની પણ વ્યવસ્થા થઈ ગઈ હતી.

એક વખત લગ્નની જાન લઈ જતી એક ટ્રકના અકસ્માતમાં 24-25 જેટલા જાનૈયાઓના મૃત્યુ થયા હતા તે વખતે સીએમ રુપાણીએ ટોકન દરે બાકીના લોકો માટે એસ.ટી. બસની સેવા પુરી પાડવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને પણ વળતર સમયે મળી જાય તેની ખાસ તકેદારી તેઓએ રાખે છે.

image source

જેની અવારનવાર સામાન્ય જનતા દ્વારા નોંધ લેવાઈ છે. આમ તેઓ વારંવાર પોતાના કૂણા હૃદયનો પરચો પ્રજાને આપતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ