વિદેશથી આવેલા પતિ ક્વૉરન્ટાઇનના નામે રમી જબરી ચાલ, જો કે પછી પત્નીને શક જતા…

કોરોના કાળમાં આમ તો દુખનો સમય ચાલી રહ્યો છે, પરંતુ અમુક શોખીન લોકોને કોરોનાના નિયમોનો ગંદો ઉપયોગ કર્યો છે અને એમના ભાંડા પણ ફૂટ્યા છે. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમા એક પતિએ પત્નીને દગો આપીને પત્નીની જ ફોઈની દીકરી સાથે આડા સંબંધો રાખ્યા અને લગ્ન કરવાનું કહે છે. તો આવો જાણીએ કે આ સમગ્ર કિસ્સો શું છે. તો વાત કંઈક એમ છે કે વિદેશથી આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થવાનું બહાનું કાઢી પતિએ પત્નીની જ ફોઈની દીકરી સાથે આંખ મિચોલી રમવાનું શરૂ કરી નાખ્યું હતું.

image source

બાદમાં પત્નીની ફોઈની દીકરી સાથે લગ્ન કરવા પતિએ ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા દબાણ કરી ત્રાસ ગુજાર્યો હતો. ત્યારે આ મામલો સામે આવ્યો અને હવે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને આ કેસ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના વટવામાં રહેતી 33 વર્ષીય યુવતીના વર્ષ 2008માં સાબરમતીના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે સંતાનને જન્મ આપી આ યુવતી હાલ તેના પિયરમાં રહે છે.

image source

સંજોગ એવા હતા કે લગ્ન બાદ યુવતીનો પતિ નોકરી માટે ઓમાન ગયો હતો. ત્યારબાદ હાલમાં જ ઓકટોબરમાં યુવતીનો પતિ વિદેશથી પરત આવ્યો હતો અને તેણે આ યુવતીને જણાવ્યું કે, કોરોના ચાલતો હોવાથી તે વિદેશથી આવ્યો છે તેથી તેને ક્વોરોન્ટાઇન કર્યો છે. બાદમાં યુવતીના પતિએ કહ્યું કે, તે તેની બહેનના ઘરે રહેવા જતી રહે. જેથી યુવતી જતી રહેતા તેનો પતિ સરખી રીતે તેની સાથે વાતો કરતો ન હતો. પછી લાંબો સમય સુધી આવું ચાલતા યુવતીને તેના પતિ પર શક થતા તે ત્યાં પહોંચી અને જોયું તો તેનો પતિ પત્નીની જ ફોઈની દીકરી સાથે પ્રેમભરી વાતો વીડિયો કોલથી કરતો હતો.

image source

પછી યુવતીનો પિત્તો ગયો અને આ બાબતે યુવતીએ તેના સસરાને પતિની આ હરકત વિશે જણાવ્યું અને બાદમાં સમાધાન થયું હતું. પરંતુ ત્યારબાદ યુવતીનો પતિ અવાર નવાર ડૉકટર પાસે જવાનું બહાનું કરી તેની પત્નીની ફોઈની દીકરીને મળવા જતો અને ડૉક્ટર પાસે આવવાનું પત્ની કહે તો ના પાડી દેતો હતો. એક દિવસ વાડજ ખાતે ફોઈની દીકરી રિચાને મળવા આ યુવતીનો પતિ ગયો તો તેને રંગેહાથ પકડ્યો હતો.

image source

બાદમાં રિચા સાથે લગ્ન કરવાનું કહી ડિવોર્સ પેપર પર સહી કરવા દબાણ કરી ત્રાસ ગુજારતા આ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. હવે આ મામલે પોલીસ તપાસ હાથ ધરીને કાર્યવાહી કરશે એવું કહેવામાં આવી રહ્યું છે. જોવાનું રહ્યું કે ગુનેગારને સજા મળે છે અને યુવતીને ન્યાય મળે છે કે કેમ?

image source

આ સિવાય વાત કરીએ તો હજુ એક દિવસ પહેલાંની જ વાત કરીએ તો દાહોદના યુવકને પોતાના સગપણમાં થતી પરીણિત યુવતી સાથે સંબંધો બંધાયા હતા. પરિવારને આ સંબંધોની જાણ થતાં પરિવારમાં ખળભળાટ મચ્યો હતો. પરિવાર આ સંબંધોનો વિરોધ કરતો હોવાથી બંને સાથે નહીં રહી શકે એ શક્ય નહોતું બનતું. ત્રણ દિવસ પૂર્વે આ મુદ્દે યુવકને પરિવારજનો સાથે ઝઘડો પણ થયો હતો. આ ઝઘડા પછી હતાશ થઈ ગયેલા અપરિણીત યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. આપઘાત પૂર્વે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં યુવકે પ્રેમિકાને ” આઈ લવ યુ, આપણે આવતા જનમમાં મળીશું” લખીને પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ