નાસાએ જાહેર કરી અંતરિક્ષની અદભુત અને અવિશ્વસનીય તસવીરો, જોઈને તમે પણ થઈ જશો અવાચક

અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાએ હાલમાં જ પૃથ્વીથી બહાર એટલે કે અંતરિક્ષની અમુક અદભુત તસવીરો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરી છે. અ તસવીરો જોવામાં એવી અદભુત અને અવિશ્વસનીય છે કે પ્રથમ નજરે ઘડીક તો આપણને વિશ્વાસ જ ના આવે કે શું આ ખરેખર અંતરિક્ષ જ છે કે શું ? જો કે તેની સુંદરતા જોઈને તમે ચોક્કસ અવાચક બની જશો તેમાં બેમત નથી.

નાસાના ચંદ્ર એક્સ-રે ઓબ્જવેર્ટરીના ઇન્સ્ટાગ્રામ એન ટ્વિટર પરના સત્તાવાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ તસ્વીરોને શેયર કરવામાં આવી છે. બ્લેકહોલની ચારે બાજુએ ફરતા પદાર્થોથી લઈને નિહારિકને પ્રકાશિત કરતા તારાઓ સુધી આ તસવીરો એવો ખજાનો છે જે ખાસ કરીને અંતરિક્ષ અવલોકનકારને આશ્ચ્રર્યમાં મૂકી દેવા પૂરતો છે.

નેબુલાને પ્રકાશિત કરી રહ્યો છે ટી ટૌરી

નાસા એ જે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પ્રથમ તસ્વીર પ્રકાશિત કરી તેમાં ટી ટૌરી નામનો એક તારો છે જે વેરિયેબલ નેબુલા એનજીસી 1555 ને પ્રકાશિત કરે છે. નાસાએ આ પોસ્ટમાં જાણકારી આપી છે કે વેરિયેબલ નેબુલા એક પરાવર્તન નેબુલા છ્હે જે પ્રકાશમાં ચમકે છે અને આ પ્રકાશ એક તારામાં પરિવર્તન થવાથી તેની ચમકમાં ઉતાર ચઢાવ પેદા થાય છે. આ પૃથ્વીથી 400 પ્રકાશ વર્ષના અંતરે સ્થિત છે.

બીજી તસ્વીર જે નાસાએ શેયર કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ તસ્વીરમાં સફેદ સ્ત્રોત ઝડપથી ફરી રહેલા પલ્સર, એક ન્યુટ્રોન સ્ટાર છે. પલ્સર ઉચ્ચ ઉર્જા કણોની એક હવા પેદા કરે છે જે પોતાની આસપાસ ફેલાવી રહ્યો છે.

ત્રીજી તસ્વીર જે નાસાએ શેયર કરી છે તેમાં ઓરિયન નેબુલા વિષે માહિતી આપવામાં આવી છે. આ તસ્વીર એટલી મનમોહક છે કે તમે તેને પહેલી વખત જોશો તો તેના પરથી તમારી નજર જ નહિ હટે અને તમારું મોં પણ કદાચ ખુલ્લું હશે તો ખુલ્લું જ રહી હશે.

નાસાની ચોથી તસ્વીર જે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરાઈ છે તે પણ સુંદર અને અવિશ્વસનીય છે. આ તસ્વીર અંગે નાસાએ જણાવ્યું છે કે પદાર્થ બ્લેકહોલની બહાર ફરે છે, તેને કનો અને વિદ્યુત ચુંબકીય ઉર્જાના જેટના સ્વરૂપમાં પુનઃનિર્દેશિત કરી શકાય છે. તસ્વીરમાં નજરે પડે છે કે શક્તિશાળી જેટ આકશગંગા સિગ્નસ A ના કેન્દ્રમાં સુપર મૈસીવ બ્લેકહોમાંથી નીકળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ