વેજીટેબલ ફ્રેંકી – વેકેશનમાં બાળકોને રોજ કઈક નવીન બનાવીને ખવડાવો…

બાળકો ને નવું નવું પીરસો તો જ ખાવા માટે લલચાઈ , નહીં તો એક નું એક ભોજન તો આપને પણ પસંદ નથી આવતું. બાળકો ને કહો કે રોટલી અને મિક્સ વેજીટેબલ ખાઈ લો તો બધા ના મોઢા બગડશે પણ જો કહો કે સ્વાદિષ્ટ ફ્રેંકી બનાવી છે તો મોઢા માં પાણી આવી જશે.

માટે જ આજે હું લાવી છું ઘઉં ના લોટ માંથી બનાવેલ અને સાદા શાકભાજી નો ઉપયોગ કરી તૈયાર કરેલ વેજીટેબલ ફ્રેંકી . બાળકો માટે આજે જ ટ્રાય કરજો અને જણાવજો એમના પ્રતિભાવ..

નોંધ ::

• આપ સ્ટફિંગ માં બટેટા ડુંગળી પણ વાપરી શકો.

• પનીર ના બદલે આપ ટોફુ પણ વાપરી શકો.

સામગ્રી::

લોટ માટે

• 3 વાડકા ઘઉં નો લોટ

• મીઠું

• 3 ચમચી તેલ

સ્ટફિંગ માટે

• 1 વાડકો સફેદ કોબી

• 1 વાડકો પર્પલ કોબી

• 1 વાડકો ગાજર

• 2/3 વાડકો પનીર ના નાના ટુકડા

• થોડું કેપ્સિકમ , સ્લાઈસ માં કાપેલું

• મીઠું

• 1 નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ

• થોડી હળદર

• 1 નાની ચમચી લાલ મરચું

• 1/2 tsp ઓરેગાનો

• 1/2 ચમચી ચીલી ફ્લેક્સ

• 1/2 ચમચી ચાટ મસાલો

• ટામેટા સોસ

રીત ::


સૌ પ્રથમ આપણે ફ્રેંકી માટે ની રોટલી તૈયાર કરીશું .. મોટી થાળી માં ઘઉં નો લોટ , મીઠું અને તેલ લો… સરસ મિક્સ કરી , થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને લોટ તૈયાર કરો.


લોટ રોટલી ની જેમ ઢીલો જ રાખવાનો છે. હાથ માં જરા તેલ લઈ સરસ કુનવો .. ઢાંકી ને 15 મિનિટ માટે રાખી દો.


ત્યારબાદ નાનુ લુવું લઈ એમાંથી રોટલી વણો. રોટલી બહુ જાડી કે પાતળી નહીં વણવાની . કેમ કે શેકાયા બાદ રોટલી જેટલી કૂણી હશે એટલી ખાવાની મજા આવશે..

લોઢી પર રોટલી ને શેકી લો. બંને બાજુ બ્રાઉન છાપ પડે એટલી શેકો. મેં અહીં રોટલી પેહલા જ તૈયાર કરી લીધી છે. જો આપ પીરસવા ના ટાઈમે જ બનાવતા હોવ તો થોડી કડક કરી શકો..


બંને બાજુ થઈ ગયા બાદ પાતળા કોટન ના કપડાં પર રાખતા જાઓ. મેં અહીં મોટો હાથરૂમલ લીધો છે. બધી રોટલી થઈ જાય એટલે રૂમાલ માં સરસ બાંધી દો. આમ કરવા થી રોટલી નું moisture બરાબર રહેશે.


હવે બનાવીએ stuffing.. કોબી , ગાજર ને છીણી લો. બંને કોબી ને છીણી લીધા બાદ એક કપડાં પર રાખી દો જેથી કોબી નું પાણી એમાં ચુસાય જશે. અને stuffing સરસ કોરું બનશે. મેં અહીં લિલી અને પર્પલ કોબી લીધી છે. આપ ચાહો તો કોઈ એક પણ લઈ શકો.


કેપ્સિકમ ને પાતળું અને લાબું સમારવું.. પનીર ના નાના નાનાં ટુકડા કરી લો. ફ્રેંકી માં આપ આપની ઈચ્છા મુજબ કોઈ પણ શાકભાજી લઈ શકો.. શક્ય હોય ત્યાં સુધી બધા શાક એકજેવા સમારવા ..


કડાય માં 3 ચમચી ઓલિવ ઓઇલ લો. ઓલિવ ઓઇલ ના હોય તો સાદું શીંગ તેલ કે કોઈ પણ તેલ ચાલે. ગેસ ની આંચ ફૂલ રાખી બધા શાક એમાં ઉમેરો . સતત હાલવતા રહો..

ધ્યાન રહે કોબી અને ગાજર બળી ના જાય. ફૂલ ગેસ પર 1 મિનિટ સુધી પકાવો.. ત્યારબાદ એમાં આદુ મરચાં ની પેસ્ટ , હળદર અને લાલ મરચું ઉમેરો. હલાવતા જાઓ.


ઓરેગાનો, ચાટ મસાલો , ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો.. ઓરેગાનો હંમેશા હાથ થી મસળી ને ઉમેરવું.. એનાથી ફ્લેવર વધુ સારી આવશે. સરસ મિક્સ કરો અને ગેસ બંધ કરી લો. તૈયાર છે આપણું stuffing ..

હવે કરીયે assemble..


તૈયાર કરેલ રોટલી ને ગરમ તવા પર ફરી શેકો.. ત્યારબાદ તવા પર થી નીચે ઉતારી થોડું ઘી કે તેલ લગાવો. હવે એ રોટલી પર ટામેટા નો સોસ પાથરો .. સાઇડ ની બાજુ પર stuffing મુકો અને રોટલી ને સરસ વાળી લો.


આપ ચાહો તો alluminiyum foil થી wrap કરી લો નહીં તો છેડા પર ટૂથપિક ભરાવી દો. પીરસતી વખતે જ assemble કરવું અને ગરમ ગરમ પીરસો. સાથે ચટણી , સોસ અને સલાડ પીરસવું..


રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.