ટ્રકથી ૯૦૦ કિલો પરચૂરણ લઈને એક માણસ પહોંચી ગયો ૫૦ લાખની BMW ખરીદવા,ત્યારબાદ જે થયું તે…

પરચૂરણ,ચિલ્લર કે કહો છૂટા પૈસા.એક જ વાત છે.પરચૂરણથી વર્તમાનમાં વેપારી,ગ્રાહક,બેંક કર્મી દરેક લોકો હેરાન છે.હવે તો આનાથી ભગવાન પણ હેરાન થઈ ગયા છે .આજકાલ તો સ્થિતિ આ છે કે મંદિરોનાં મુખ્ય દ્વાર નજીકની દાનપેટીમાં એક નોટિસ લાગેલી હોય છે જેમાં લખેલું હોય છે કે:-“કૃપયા સિક્કા ન નાખો”.પરચૂરણને લઈને હમેંશા કચકચનાં સમાચાર આવતા રહે છે.ક્યારેક ગ્રાહક આને લેવાથી મનાઈ કરે છે ,ક્યારેક દુકાનદાર અને બેંક.ઘણી દુકાનોમાં પરચૂરણને બદલે અમુક બીજો સામાન જ આપી દેવામાં આવે છે તો આ છે આજનાં યુગમાં પરચૂરણની દશા .આ રીતે જો જોવામાં આવે તો પરચૂરણનું નામ જ એવું છે કે જો આ વધારે થઈ જાય તો અમીર વાળી ફિલિંગ્સ નથી આવી શકતી.દુકાનદાર પણ સામાન વહેંચ્યા બાદ ગ્રાહક તરફથી આવતા ઘણા બધા સિક્કા જોઈને ઈરિટેટ થઈ જાય છે.નાની-મોટી રકમને તો રાખી લેવામાં આવે છે પરંતુ વિચારો એ સમય શું થશે જ્યારે કોઈ દુકાનદારને લાખો રૂપિયાનું પેમેંટ સિક્કાથી જ કરવામાં આવ્યું હોય.વાત કંઈક એમ છે કે,ચીનનાં ટોંગરેન નામનાં શહેરમાં રહેનાર આ માણસ જ્યારે એક ટ્રક લઈને બીએ મડબલ્યુ કારનાં શોરૂમ પર પહોંચ્યો.ત્યારે ત્યાંના કર્મચારી ટ્રકમાં ભરેલા સિક્કા જોઈને હેરાન રહી ગયા.શોરૂમનાં મેનેજરને તેમને જણાવ્યું કે તે કાર ખરીદવા ઈચ્છે છે .ગ્રાહકને જોઈને ટેન્શનમાં આવી ગયેલા દુકાનદાર સામાન્યરીતે આવું તો ક્યારેય પણ નથી હોતું કે જ્યારે કોઈ ગ્રાહક શોરૂમ પર કોઈ ચીજ ખરીદવા આવે અને દુકાનદાર તેને જોઈને નારાજ થઈ જાય પરંતુ આ ચીની ગ્રાહક સાથે આવું થયું જ્યારે તે આટલા બધા સિક્કા લઈને શોરૂમ પર પહોંચ્યો અને કહ્યું મારે કાર ખરીદવી છે ત્યારે દુકાનદાર પૂરી રીતે ચિંતામાં આવી ગયા અને બોલ્યા આટલા બધા સિક્કા હું કેવી રીતે ગણું અને આને ક્યાં જમા કરીશ કઈ બેંક આ સિક્કાને લેશે.ગ્રાહકની વાત સાંભળ્યા બાદ પિગળી ગયું હ્દય દુકાનદારની વાત સાંભળ્યા બાદ જે ગ્રાહક આટલા બધા સિક્કા લઈને પહોંચ્યો હતો,તે પહેલા તો ખૂબ દુખી થઈ ગયો પરંતુ પછી તેને પોતાના મનની વાત દુકાનદારને જણાવી તેને દુકાનદારને જણાવ્યુ કે આ કાર ખરીદવાનું સપનું હું ઘણા વર્ષોથી જોઈ રહ્યો છુ,પાઈ-પાઈ જોડી અને ત્યારે જઈને હું આટલી મોટી રકમ એ કઠી કરી શક્યો છુ અને જ્યારે ગ્રાહકે આ વાત દુકાનદારને જણાવી ત્યારે દુકાનદારનું હ્દય પિગળી ગયુ અને એ તે ચીની ગ્રાહકને કાર આપવા માટે તૈયાર થઈ ગયા અને ત્યારે જઈને એ ગ્રાહકનું વર્ષોથી જોવામાં આવેલ સપનું પૂરું થઇ શક્યું .

બેંકથી બોલાવવા પડ્યા માણસોઆના પછી શોરૂમે સિક્કાને ગણવા માટે બેંકમાં ફોન કરી ૧૧ કર્મચારીઑને બોલાવ્યા.અને ૧૦ કલાકની મહેનત બાદ ૯૦૦ કિલોનાં આ સિક્કા ગણાઈ ગયા.સિક્કાની ગણતરી પૂરી થતા જ શોરૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો.અને મેનેજરે ગાડીની ચાવી તે માણસને સોંપી દીધી.

બસ ડ્રાઈવર હતો ગ્રાહકકાર ખરીદનાર આ માણસ એક બસનો ડ્રાઈવર હતો.હમેંશાથી આનું સપનું લક્ઝરી કાર ખરીદવાનું હતુ.જેના માટે આ ઘણા સમયથી સિક્કા જમા કરી રહ્યો હતો.અને જમા કરતા કરતા તેને પોતાને જ ખબર ન પડી ક્યારે તેના પાસે ૫૦ લાખથી વધારે રૂપિયા જમા થઈ ગયા.