‘તૌકતે વાવાઝોડા’ને લઈ સૌથી મોટા સમાચાર, જલદી જાણી લો ગુજરાતથી કેટલું છે દૂર, તંત્ર સજ્જ, ગોઠવાયો બંદોબસ્ત

ભીષણ ચક્રવાતી વાવાઝોડુ તૌકતે વધુ શક્તિશાળી બની રહ્યુ છે. વાવાઝોડુ પૂર્વી મધ્ય અરબ સાગરથી 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવાથી 190 કિમી, મુંબઈથી 550 કિમી દૂર છે. હવામાન વિભાગે તેની જાણકારી આપતા કહ્યું છે કે આગામી 12 કલાક દરમિયાન તે ગંભીર રુપ ધારણ કરી શકે છે.

image source

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર 18 મેની સવારે વાવાઝોડુ ગુજરાત પહોંચી શકે છે. 18 મેની બપોર કે સાંજ આસપાસના સમયે પોરબંદર અને નલિયા વચ્ચેના ગુજરાતના દરિયા કિનારેથી તે પસાર થશે.

image source

જાણવા મળ્યાનુસાર સાયક્લોનિક સ્ટોર્મ હવે સીવીયર થઈ રહ્યું છે. હાલ તે 13 કિમીની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે. ગોવાની નજીક આવેલા વાવાઝોડાના કારણે ગુજરાત અને મુંબઈમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. મુંબઈમાં વાવાઝોડાની અસરને લઈ જે એલર્ટ અપાયું છે તેને લઈ તંત્ર દ્વારા 580 કોરોનાના દર્દીઓને દહિસર, મુલુંડ, બીકેસી જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. જેમાં અનુક્રમે દહિસરથી 183, બીકેસીથી 243, મુલુંડથી 154 દર્દીઓને ખસેડાયા છે.

image source

હવામાન વિભાગે વાવાઝોડાના કારણે આગાહી કરી છે કે આ સમય દરમિયાન પવનની ગતિ 80 કિમી પ્રતિ કલાક હશે. આ સાથે જ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર કેરળમાં પણ થવા લાગી છે. અહીં મલાપ્પુરમમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના જોખમને ધ્યાને લઈ મુંબઈમાં સમુદ્ર કિનારે વિશેષ પ્રબંધ કરાયો છે. પોલીસ, બીએમસીના કર્મચારી અને એનડીઆરએફના જવાનો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અહીં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચક્રવાતી તોફાન તૌકતે પોરબંદરથી લઈ ભાવનગરના મહુવા વચ્ચેથી પસાર થશે.

image source

વાવાઝોડાના જોખમને લઈને રાહત તેમજ બચાવ કાર્ય માટે એનડીઆરએફએ પોતાની 100 ટીમોને અલગ અલગ જગ્યાએ તૈનાત કરી છે. સાથે જ ભારતીય વાયુસેનાએ પોતાના 16 માલવાહક વિમાન અને 18 હેલીકોપ્ટર તૈયાર રાખ્યા છે.

image source

ગુજરાતના અમરેલી સહિતના જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરને જોઈ જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર 16 તારીખથી શરુ થઈ શકે છે. જે તેની ચરમસીમા પર 18 મેના રોજ આવી શકે છે. ગુજરાતમાં પણ રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

image source

આ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠક પણ મળી હતી જેમાં ઝીરો કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં સંભવિત વાવાઝોડાથી એકપણ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!