કોંગ્રેસને મોટી ખોટ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના નેતા રાજીવ સાતવનું નિધન થયું

રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ પ્રસરી જાય એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે, તેમના નિધનથી કોંગ્રેસને ન પુરાઈ શકે તેવી ખોટ પડી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ વર્તાશે એમાં કોઈ બે મત નથી. તેઓએ હાલમાં જ કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ તેના બાદ તેમની તબિયત લથડી હતી. તેઓ ગઈકાલથી વેન્ટીલેટર પર હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

image source

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનના સમાચાર આપ્યા છે. જેને પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં દુખનુ મોજું ફરી વળ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, નિશબ્દ… આજે એક એવો સાથી ગુમાવ્યો છે, જેણે સાર્વજનિક જીવનનું પહેલુ પગલુ યુવા કોંગ્રેસમાં મારી સાથે ભર્યું હતું. અત્યાર સુધી અમે સાથે ચાલ્યા. રાજીવ સાતવની સાદગી, હાસ્ય, જમીન સાથે લગાવ, નેતૃત્વ અને પાર્ટી સાથે નિષ્ઠા અને દોસ્તી સદા માટે યાદ રહેશે. અલવિદા મારા મિત્ર, જ્યાં રહો ત્યાં ચમકતા રહો.

આ સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, જાહેર જીવનમાં સતત કાર્યરત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજીનું નિધન ખૂબજ દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને તથા એમના સ્નેહીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…!! આ સાથે જ અમિત ચાવડાએ અને રાહુલ ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું,

રાજીવ સાંસદ મહારાષ્ટ્રના રાજ્યસભાના સદસ્ય છે. આ પહેલા તેઓ લોકસભામાં સાંસદ હતા. આ ઉપરાંત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. પક્ષના નેતાઓ તેમને ગુજરાત કોંગ્રેસનો અવાજ કહેતા હતા. ગત 22 એપ્રિલના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. જેના બાદ તેઓ રિકવર થયા હતા. પરંતુ તેના બાદ તેમને નિમોનિયા થયો હતો.

જેથી તેઓ વેન્ટીલેટર પર હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પૂણેની જહાંગીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રાજીવ સાતવની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. તેમને રાહુલ ગાંધીના નજીકના મનાતા હતા. રાજીવ સાતવ મહારાષ્ટ્રથી આવતા હતા. તેઓ ધારાસભ્યથી લઇ લોકસભા અને રાજ્યસભાના સાંસદ સુદ્ધાં રહી ચૂકયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!