જાણો કઈ ૭ ભૂલોના કારણે ઘરમાં રહે છે કાયમ પૈસાની અછત..

મિત્રો અને સજ્જનો આપણે જાણીએ જ છીએ કે, વાસ્તુશાસ્ત્ર મુજબ જો કોઈપણ મકાન ના બનેલુ હોય તો તે ઘરના સભ્યોના જીવન પર ખુબ જ ઊંડી અસર પાડી શકે છે. તેના કારણે અચાનક સંપત્તિનુ નુકસાન થવાનો ભય પણ રહે છે, કરેલુ કામ પણ બગડી જાય , ઘરનુ કોઈ સદસ્ય બીમાર પડી જાય, પૈસાની આવક બંધ થઇ જાય આવી અનેકવિધ સમસ્યાઓ સર્જાઈ શકે. આ બધા જ સંકેતો ઘરમા વાસ્તુ ની ખામી દર્શાવે છે, તો ચાલો આજે આ લેખમા આપણે અમુક એવી ભૂલો વિશે માહિતી મેળવીશુ કે જે આપણા ઘરમા લાવી શકે છે નાણાકીય સમસ્યા.

આ દિશા ને ક્યારેય ના રાખવી ઉંચી :

image source

વાસ્તુ મુજબ ક્યારેય પણ ઘરની ઉત્તર દિશા ઉંચી ન રાખવી જોઈએ. આ દિશાને માતૃ સ્થાન કહેવામાં આવે છે. તેનાથી પૈસાની આવકમાં તકલીફ થાય છે અને આ કારણથી આપણે કોઈ ગંભીર બીમારીનો શિકાર પણ બની શકીએ છીએ. તેથી આ સ્થાનને હંમેશાં સ્વચ્છ અને ખાલી રાખવું જોઈએ. જો શક્ય હોય તો આ સ્થાનની જગ્યાને ખાલી છોડી દેવી કારણકે, તે સંપત્તિ અને સમૃદ્ધિ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આ દિશામા ક્યારેય ના નાખવો કચરો :

image source

ઉત્તરીય દિશાના પ્રમુખ દેવતા કુબેર છે, જો તમે આ દિશામા કચરાનું સ્થળ બનાવો અથવા તો આ દિશામા કચરો ફેંકો તો તમને સંપતિ ભારે નુકશાની થઇ શકે છે. તમે ગમે તેટલી મહેનતથી પૈસા કમાવો તે દિવસે ને દિવસે કોઈ કારણસર ખર્ચ તથા જાય છે. તેથી, આ સ્થાનને હંમેશા સ્વચ્છ અને સાફ રાખો અને આ સ્થાન પર રહેલી તમામ ખરાબ વસ્તુઓને દૂર કરો. આમ, કરવાથી તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે.

આ દિશામા ક્યારેય પણ પાણીનો પ્રવાહ ના વહેડાવો :

image source

દક્ષિણ દિશા તરફ પાણીનો પ્રવાહ ક્યારેય પણ ના વહેડાવો નહીતર ઘરમા પૈસા ટકતા નથી. આ ઉપરાંત તમારા બધા જ કામ બગડી જાય છે અને સંપતિમા પણ ઘટાડો થાય છે. પાણીને વહેવા માટે કે કાઢવા માટે યોગ્ય દિશા એ ઉતર દિશા ગણવામા આવે છે. ઉતર દિશામા પાણી વહેડાવવાથી કે કાઢવાથી સંપત્તિ અને સમૃદ્ધિમા વૃદ્ધિ થાય છે અને તમારા દરેક કાર્યો સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ થશે.

ઘરના નળમાથી ના ટપકવુ પાણી :

image source

ઘરમા કોઈપણ જગ્યાએ નળમાંથી પાણીનુ ટપકવુ એ ખુબ જ અશુભ માનવામા આવે છે. તેનાથી ઘરમા અનેકવિધ પ્રકારની નકારાત્મક ઉર્જા આવે છે. બાથરૂમ જો ભીનુ રહે તો તમારે પૈસાની તંગી અને કરજ નો સામનો કરવો પડી શકે. જો તમે તમારી સંપતિમા વૃદ્ધિ કરવા ઈચ્છતા હોવ તો તમારે બાથરૂમ ક્યારેય ભીનુ રાખવુ ના જોઈએ.

ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય ના રાખવી આ વસ્તુ :

image source

જો તમારી ઘરની સામે વૃક્ષ કે ખંભા પાસે ખુબજ મોટો પથ્થર પડેલો છે તો તેના પ્રભાવથી આપણા સભ્યો પર નકારત્મક અસર પડે છે તેમજ શત્રુતા વધે છે અને વેપાર અને વ્યવસાયમા નુકસાન નો સામનો કરવો પડી શકે છે. આ સિવાય પરિવારમા મતભેદો થાય છે અને મનુષ્ય અસ્વસ્થ થઇ જાય છે.

આ રીતે ના હોવુ જોઈએ રસોઈઘર :

image source

આ મુજબ ગેસ ઉપર વાસણ પડ્યુ રહેવુ અશુભ માનવામા આવે છે. પૂજાસ્થાન પછી રસોઈઘરને પણ પવિત્ર માનવામા આવે છે કારણકે, તેમા ઘણા દેવી-દેવતાઓ વાસ કરતા હોય છે. તેથી, ગેસ પર હંમેશા વાસણો ના રાખવા જોઈએ. આ ઉપરાંત ઘણા લોકો રસોઈઘરમા દવાઓ મૂકે છે, જે અયોગ્ય છે. આને લીધે ઘરમા થોડી બીમારી આવે છે અને આવકના સ્રોત ઘટવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત