શું તમે માંગલિક દોષ માંથી મુક્તિ મેળવવા માટે ક્યાંક નથી કરતા ને આવા ખોટા કામ…

મિત્રો, જ્યારે મંગળ ગ્રહ એ તમારી કુંડળીના લગ્ન , ચોથા , સાતમા , આઠમા અથવા તો બારમા ઘરમા હોય છે તો તમારી કુંડળીમા મંગળદોષ રહેલો છે તેમ કહી શકાય. આ ગ્રહ ખુબ જ ક્રૂર અને ઘાતકી ગ્રહ છે અને તેના કારણે જ આ ગ્રહની અસર એ આપણા લગ્નજીવન માટે એક વિશાળ સમસ્યાનુ સ્વરૂપ ધારણ કરી શકે છે.

image source

જો તમારી કુંડળીમા પણ મંગળ ખામીયુક્ત હોય તો લગ્ન સમયે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આ મંગળદોષમા પણ લગન અને અષ્ટમ ભાવનો દોષ એ ખુબ જ વધારે પડતો ગંભીર હોય છે. જો લગ્ન સમયે મંગળદોષ એ ફક્ત એક જ વ્યક્તિની કુંડળીમા હોય તો પછી બીજા પક્ષ સાથે તાલમેલ બનાવવો થોડો અઘરો સાબિત થઇ શકે છે.

શુ છે આ દોષ અંગેની માન્યતાઓ ?

image source

જો એક વ્યક્તિ માંગલિક છે અને બીજુ નથી તો પછી બીજા વ્યક્તિ પર હમેંશા મૃત્યુ નો સંકટ ઘેરાયેલો રહે છે. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર હિંસા થઈ શકે છે. આ ઉપરાંત જેની કુંડળીમા મંગળ દોષ નથી તે અન્ય વ્યક્તિના માંગલિક દોષની અસરના કારણે હંમેશા બીમાર રહે છે અને તેના કારણે જે-તે વ્યક્તિને શસ્ત્રક્રિયા અને અકસ્માતો નો પણ સામનો કરવો પડી શકે છે. આ દોષના કારણે બંને લોકોના જીવન પર મુશ્કેલી અને સંકટ ઘેરાયેલા રહે છે.

ના કરશો ક્યારેય પણ આવા ઉપાયો ?

image source

અમુક એવી પૂર્વમાન્યતાઓ છે કે, જો માંગલિક વ્યક્તિના વિવાહ ઘડા , વૃક્ષ અથવા તો મૂર્તિ સાથે કરવામાં આવે તો તેને મંગળદોષમાંથી મુક્તિ મળી જાય છે. આ વાત સદંતર ખોટી છે, આ વાત ને ના તો વિજ્ઞાન સ્વીકારે છે કે ના તો શાસ્ત્રો. આ બસ એક એવી પૂર્વમાન્યતા છે.

આ માન્યતા હાલ લોકોના મનમા ઘર કરી ચુકી છે, તેનાથી આપણને કોઈ જ લાભ થતો નથી પરંતુ, ઉલટાનુ તેના કારણે આપણને અનેકવિધ સમસ્યાઓ અવશ્ય પહોંચી શકે છે. સામાન્ય રીતે આવા કોઈપણ પ્રકારના ઉપાયો એ આપણા જીવનમા દુ:ખ વધારવા માટેનુ કારણ બની શકે છે માટે ક્યારેય આવા ઉપાયો ના અજમાવવા.

મંગળ દોષ મુક્તિ માટેનો યોગ્ય ઉપાય :

image source

મંગળદોષ એ તમારા લગ્ન જીવન ને જ અસર કરે છે એવુ નથી. જે કોઈપણ વ્યક્તિની કુંડળીમા આ દોષ હોય તેમણે સૌથી વધુ ધ્યાન પોતાની પ્રકૃતિમા લેવુ જોઈએ. આ જાતકોએ સૌપ્રથમ તો પોતાની ખાવા-પીવાની આદતોમા ફેરફાર કરવા અને આ સિવાય નિયમિત વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પ્રભુ શ્રી બજરંગબલી ની ઉપાસના કરવી જેથી, આ દોષમાંથી તમને તુરંત મુક્તિ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત