જો તમે વાસ્તુના આ ઉપાયો અજમાવશો તો ઘરમાં ક્યારે નહિં પડે પૈસાની તંગી, ઉપાય કરવામાં ના કરો બહુ મોડું પણ નહિં તો…

ધન સંપત્તિ વધારવા માટે પૈસાદાર વ્યક્તિઓ ઘરમાં અપનાવવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રના કેટલાક એવા ઉપાયો.

-એવું કહેવાય છે કે, લક્ષ્મી દેવી સ્વચ્છ ઘરમાં પ્રવેશ કરે છે. જો આપ સંચિત ધન અને પોતાની સંપત્તિમાં વધારો કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા આપે આપના ઘરની સાફ- સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ. આપના ઘરમાં અશુદ્ધ વાયુ રહે નહી. ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે આપ ઈચ્છો તો થોડુક કપૂર પણ દરેક રૂમમાં ખોલીને મૂકી શકો છો. કપૂરને ખોલીને મુકવાથી રૂમના વાતાવરણમાં સુગંધ પ્રસરવાની સાથે સાથે નકારાત્મક ઉર્જા પણ દુર થાય છે.

image source

-કેટલીક વ્યક્તિઓ પોતાના ઘરના બેઠક ખંડમાં મોટી મોટી મૂર્તિઓને મુકવાનું પસંદ કરે છે. કેટલીક વ્યક્તિઓ ભગવાનની પ્રતિમાને પણ લગાવવાનું ઘણું પસંદ કરે છે. પરંતુ પ્રતિમા મૂકી દીધા પછી ઘણી વાર તેની સાફ- સફાઈ તરફ ધ્યાન આપતા હોતા નથી. આવી મૂર્તિઓ પર મોટાભાગે ધૂળ જામી જાય છે. આવી મૂર્તિઓને સાફ રાખવી જોઈએ કેમ કે, ઘરના બેઠક ખંડમાં રાખવામાં આવેલ મૂર્તિઓ પર ધૂળ જામી જવી એ એક ઘણો મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે.

image source

-મોટાભાગના ઘરોમાં ઘણી વાર પાણીના નળો માંથી પાણી ટપકતું રહે છે. જયારે વાસ્તુ શાસ્ત્રમાં નળ માંથી પાણી ટપકવાને પણ ઘણો મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે. નળ માંથી ટપકતું પાણી આપની આર્થિક સ્થિતિને નબળી કરી શકે છે. એટલા માટે આપના ઘરમાં ક્યારેય પણ પાણીનું વહેતું રાખવું જોઈએ નહી.

-કેટલાક ઘરોમાં ઘરનો મુખ્ય દરવાજો સીધો જ બેઠક ખંડમાં ખૂલવાને બદલે અન્ય રૂમમાં પણ ખુલે છે વાસ્તુ શાસ્ત્રમાં જણવ્યા મુજબ એને પણ ઘણો મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણવ્યા મુજબ મુખ્ય દ્વારનું આવી રીતે ખૂલવાથી પૈસા ભેગા થવાને બદલે ખર્ચ વધારે છે અને સંપત્તિનું સંચય થવાને બદલે સંપત્તિમાં ઓછપ થતી જાય છે.

image source

-આપના ઘર- પરિવારની આર્થિક સ્થિતિને હંમેશા મજબુત બનાવી રાખવા માટે આપે ઘરની ઉત્તર તરફની દિશા પર ધનના દેવતા કુબેરની મૂર્તિ અવશ્ય મુકવી જોઈએ. આમ કરવાથી આપના ઘર- પરિવારમાં ધનની વૃદ્ધિ થવા લાગે છે.

-જો આપ ઈચ્છો છો તો આપના ઘરમાં ક્રાસુલાનો છોડ પણ લગાવી શકો છો. ક્રાસુલાનો છોડ પણ આપના ઘરમાં ધન સંચય કરવાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે. ક્રાસુલાના છોડને ઘરમાં રાખવાથી પ્રાપ્ત કરેલ ધન- સંપત્તિનો ખોટા અને ખરાબ કાર્યોમાં હ્રાસ થતો નથી અને તેમાં વૃદ્ધિ થતી રહે છે. એટલા માટે આપે ઘરમાં ક્રાસુલાનો છોડ લગાવવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ