વારંવાર શારીરિક સંબંધો બાંધતા ડોક્ટરથી યુવતીને રહી ગયો ગર્ભ, અને પછી જે થયુ એ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

આપણા દેશમાં બળાત્કારના કેસો એવી રીતે વધી રહ્યા છે જાણે કોરોનાના કેસ વધી રહ્યા હોય. એક તરફ સરકાર પણ આ બળાત્કારીઓ ને રોકવા માટે અલગ અલગ કાયદાઓ બનાવ્યા છે તો બીજી તરફ લોકો પણ પોતાની દીકરીને દુનિયાદારીની સમજ આપી રહ્યા છે. પરંતુ આ બધું કરવા છતાં આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોય છે. એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળી તમે હચમચી જશો.

image source

સતત શારીરિક સંબંધ બાંધ્યાં

આમ તો આપણે બધા ડોક્ટરોને ભગવાન માનીએ છીએ. પરંતુ અમુક વખતે રક્ષક જ ભક્ષક બની જતાં હોય છે. આ કેસમાં પણ કંઈક એવુ જ સામે આવ્યું છે. એક ડોક્ટરે યુવતી સાથે સતત શારીરિક સંબંધ બાંધવાથી યુવતી વારંવાર ગર્ભવતી થઈ ગઈ હતી. વડોદરામાં એક ડોક્ટરે પોતાના ત્યાં કામ કરતી MR તરીકે નોકરી કરતી યુવતી પર બળાત્કાર કર્યો હતો. યુવતીને લગ્નની લાલચ આપીને જ્યારે બન્ને જણા એકબીજાને મળતા ત્યારે શારીરિક સંબંધ બાંધતા હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

image source

અંગત પળોના ફોટા તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી

ધો.12 સુધી અભ્યાસ કરનાર એમ.આર. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધીને ગર્ભ પડાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા. બાદમાં યુવતીને તરછોડી અંગત પળોના ફોટા તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપનાર બાપોદના ડોક્ટર અને દહેજની માંગણી કરનાર તેના માતા પિતા વિરુદ્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાઘોડિયા રોડ પર રત્નકુંજ સોસાયટીમાં રહેતી ભાવના શાહે મહિલા પોલીસ મથકમાં પતિ ડો. સિધ્ધાર્થ રોય, કે લીના રોય અને સસરા કનુ ભાઈજી રોય વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.

image source

શારીરિક સબંધ બાંધવા કહેતો

આ યુવતીએ તેની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, હું એમઆરની નોકરી કરતી હતી. ત્યારે ડો. સિધ્ધાર્થ કનુભાઈ રોય સાથે સંપર્ક થયો હતો. અમારી વચ્ચે ટેલીફોનીક વાતચીત તથા વોટ્સએપ ચેટીંગ શરૃ થયું હતું. અમે એકબીજાને મળતા હતા, ત્યારે ડો. સિધ્ધાર્થ મને શારીરિક સબંધ બાંધવા કહેતો હતો, પરંતુ હું તેને આપણે લગ્ન કર્યા પછી સબંધ બાંધીશું તેમ કહેતી હતી, તેમ છતાં આરોપી હું તારી સાથે થોડા સમયમાં જ લગ્ન કરવાનો છું, તેમ કહી મને વિશ્વાસમાં લેતો હતો.

image source

ફેમિલી પ્લાનીંગ વિશે વિચારીશું

આ રીતે એકવાર નહીં પણ અનેક વાર યુવતી પોસલાતી રહી અને અવારનવાર શારીરિક સબંધ બાંધતા હતા. જેથી મને ગર્ભ રહી ગયાની જાણ થઈ હતી. જેની માહિતી મેં સિધ્ધાર્થને આપતાં તેણે કહ્યું કે, મારાથી ભુલ થઈ છે, તું ગર્ભ પડાવી દે, લગ્ન પછી આપણે ફેમિલી પ્લાનીંગ વિશે વિચારીશું, પરંતુ મેં ના પાડી લગ્ન કરવા કહ્યું હતું. જોકે, આરોપીએ મારો ગર્ભ પડાવવા દવા આપી હતી, તેમ છતાં ગર્ભ રહ્યો હતો. જેથી સિધ્ધાર્થ મને અક્ષર પ્રસૃતિ ગૃહમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે તપાસ કરી ગર્ભ ક્રિટીકલ પરિસ્થિતિમાં છે, ડીએનઈ નામનું ઓપરેશન કરવું પડશે, પરંતુ તેની પહેલા તમારે સંમતિ પત્રમાં તથા અન્ય જરૃરી કાગળો પર સહીઓ કરવી પડશે.

image source

હું ડિપ્રેશનનો શિકાર બની

અહીંયા પણ આ નરાધમ ડોક્ટરે એવો ખેલ ખેલ્યો કે સિધ્ધાર્થે લગ્ન ન થયાં હોવા છતાં પતિ તરીકે સહીઓ કરી હતી. તે પછી ડોક્ટરે ગર્ભ દુર કર્યો હતો. ત્યારબાદ આરોપી સિધ્ધાર્થે લગ્ન નહીં કરતાં હું ડિપ્રેશનનો શિકાર બની હતી. થોડા સમય પછી ફરી આરોપી સાથે સંપર્ક થતાં તેણે સબંધો બાંધવાનું શરૃ કર્યું હતું. તે વખતે મેં તેને તારા ઘરે માતા પિતાને જાણ કરી દઈશ, તેવી વાત કરતાં સિધ્ધાર્થ લગ્ન કરવા તૈયાર થયો હતો.

image source

મેં તેને સબંધ રાખવા દબાણ કર્યું

આગળ યુવતીએ વાત કરી કે, અમે દાંડિયાબજાર નિલકંઠ મહાદેવ મંદિરે લગ્ન કર્યા હતા. મારો મોબાઈલ નંબર પણ બ્લોક લીસ્ટમાં નાંખી દીધો હતો. આ બાબતે મેં તેને પુછતાં તેણે હવે આપણે સબંધ રાખવા નથી, તેમ કહી વાત કરવાનું ટાળ્યું હતું. મેં તેને સબંધ રાખવા દબાણ કરતાં આરોપીએ મારી પાસે તારા સાથેના શારીરિક સબંધના ફોટા તથા વીડિયો છે, તે જે વાઈરલ કરી, તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી આરોપીના માતા પિતાને મળતાં તેમણે રૃ. 10 લાખ અને પાંચ તોલા સોનાની માંગણી કરી હતી.

દરવાજો ખોલ્યો ન હતો

image source

એક દિવસ આરોપીના ઘરે ગઈ હતી, ત્યારે સસરા કનુભાઈ રોયે તું કોણ છે? તને અમે ઓળખતા નથી, કહી દરવાજો ખોલ્યો ન હતો. તેમજ આરોપી સિધ્ધાર્થે તેના મિત્ર વિપુલ પરમારના ફોન પરથી મને વાત કરી ધમકી આપી કે, તું જતી રહે, નહીં તો ફોટા વાઈરલ કરી નાંખીશ. આ રીતે હેરાન પરેશાન કરી હતી. ત્યારે હવે યુવતીએ પોલીસને જાણ કરી હતી અને હવે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ