આત્મહત્યા: વડોદરામાં સોની પરિવારના 6 સભ્યનો સામૂહિક આપઘાત, 1 બાળકી સહિત ત્રણના મોત, 3 સારવાર હેઠળ

સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શહેરમાં એક સામૂહિક આપઘાતનો બનાવ સામે આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં એક સોની પરિવારે ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

3 વ્યક્તિની હાલત ગંભીર

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે ઝેરી દવા પીધા બાદ સોની પરિવારના 3 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે જ્યારે અન્ય 3 વ્યક્તિ ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવારા અર્થે ખસેડવામાં આવ્યા છે. આ આપઘાત અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાનો સોની પરિવાર હાલમાં આર્થિક તંગી સામે જજુમી રહ્યો હોવાની વાત સામે આવી છે. આર્થિક તંગીથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હાલમાં આ પરિવાર જે ઘરમાં રહેતો હતો તે જ શિવશક્તિ બંગલોમાં તેમણે ઝેરી દવા પી મોતને વહાલુ કર્યું છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સોની પરિવારે આર્થિક તંગીના કારણે તેમનુ મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જોકે ત્યાર બાદ પણ પરિસ્થિતિ સારી ન થતા આખરે આર્થિક સ્થિતિથી કંટાળી સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો.

3 લોકોના ઘટના સ્થળે જ મોત

image source

હાલમાં સામે આવેલી વિગતો અનિસાર વડોદરાની સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી સામૂહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં દવા પીધા બાદ એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે.

નોંધનિય છે કે શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનાની પોલીસ હાલમાં જીણવટ ભરી તપાસ કરી રહી છે. આ આપઘાત પાછળનનું ચોક્કસ કારણ તો પોલીસની તાપસ બાદ જ સામે આવશે.

image source

તો બીજી તરફ આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તમને જણાવી દઈએ કે મોહનસિંહ રાઠવાના ભત્રીજા પ્રતાપસિંહ રાઠવાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે પ્રતાપસિંહ રાઠવાની ઉંમર 43 વર્ષની હતી અને તેમણે ગાંધીનગરના સેક્ટર-29 ખાતે આપઘાત કરી લીધો છે. નોંધનિય છે કે પ્રતાપસિંહ રાઠવા અરણ્ય ભવન ખાતે પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. તો બીજી તરફ મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!