બાળક 5 વર્ષનો હતો ત્યારે માતા પ્રેમી સાથે ભાગી ગઈ, પછી 9 વર્ષે યાદ આવી, ઘરેથી માતાને શોધવા નીકળ્યો અને….

હાલમાં એક કરુણ કિસ્સો ભારે ચર્ચામં આવ્યો છે અને ચારેકોર તેની ચર્ચા કરવામાં આવી રહી છે. અવાર નવાર એવા ઘણા કિસ્સા સામે આવતા રહે છે કે દાંપત્ય જીવનમાં ડખા થાય અને જેના લીધે બાળકોનું ભવિષ્ય ખતરામાં રહેતું હોય છે. તો આ કિસ્સામાં પણ એક બાળકની દર્દનાક કહાની સામે આવી છે કે જે ભારે દુખદાયી છે. તો આવો વિસ્તારથી જાણીએ આ કહાની.

image source

નાનપણથી પાલક માતા-પિતા સાથે રહેતો 9 વર્ષનો પુત્ર ઘરેથી કહ્યા વગર તેની માતા પાસે જતો રહ્યો હતો. બે દિવસ સુધી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે સઘન તપાસ કરી એક હોટલમાં જતા જોયો હતો, ત્યાં પૂછપરછ કરતાં બાળક તેની માતા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બાબતે મહિલાનું નિવેદન લઈ બાળકને તેની જન્મ આપનારી માતા સાથે મોકલી આપ્યો હતો.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.કે સોલંકીએ જણાવ્યું હતું કે બે દિવસ સીસીટીવી ફૂટેજ ચેક કરી બાળકની શોધખોળ કરી હતી અને હોટલ સુધી પહોંચ્યા હતા. જ્યાં બાળક એ જ દિવસે આવ્યું હોવાનું અને તેની માતા લઈ ગઈ હોવાનું કહેતાં તેને શોધી કાઢ્યું હતું. પ્રાપ્ય માહિતી અનુસાર નાના ચિલોડા વિસ્તારમાં સૂર્યનગરમાં રહેતા 30 વર્ષના યુવકને પાંચેક વર્ષ અગાઉ મહિલા સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો અને જેના કારણે તેના બાળકને લઈ યુવક સાથે રહેવા આવી હતી. થોડાં વર્ષ બાદ મહિલા તેના બાળકને યુવક પાસે મૂકી બીજા સાથે રહેવા જતી રહી હતી. બાળક પાંચ વર્ષનું હતું, જેથી એ સમયે તેને બહુ ખ્યાલ આવ્યો ન હતો. મહિલા ક્યાં કોની સાથે રહે છે તેની પણ યુવતીને જાણ ન હતી.

image source

પણ ત્યારની પરિસ્થિતિ એવી હતી કે, યુવક અને તેની પત્ની પાલક માતા-પિતા બની તેને રાખતાં હતાં. ચાર વર્ષ બાદ બાળકને તેની જન્મદાત્રી માતાની યાદ આવી હતી અને ત્યાંથી જ બધી શરૂઆત થઈ હતી. માતાની યાદ આવતા 20 ડિસેમ્બરના રોજ બાળક તેની માતા પાસે જવા માટે ઘરેથી નીકળી ગયો હતો. માતા જ્યાં હોટલમાં કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો, જેથી હોટલના કર્મચારીઓ ઓળખી ગયા હતા અને તેની માતાને જાણ કરી હતી. માતા તેના બાળકને લેવા ત્યાં આવી સાથે લઈ ગઈ હતી. તો વળી બીજી તરફ, બાળક ગુમ થતાં પાલક પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

image source

આ કેસને ગંભીર રીતે લઈને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.કે સોલંકીએ સર્વેલન્સ સ્ક્વોડ સહિત અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં બાળક હોટલ સુધી પહોંચતો દેખાયો હતો, જ્યાં પૂછપરછ કરતાં બાળક અત્યારે તેની માતા પાસે હોવાનું કહ્યું હતું, જેથી બાળક અને તેની માતાને પોલીસ સ્ટેશન લાવી નિવેદન નોંધી તેની સાથે મોકલી આપ્યું હતું. પરંતુ જો વાત કરીએ તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પૈકી ‘પાલક માતા પિતા’ યોજના પણ ખૂબ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ સરકાર મા-બાપની ભૂમિકા ભજવી તેના આશ્રિતો માટે પાલકની ભૂમિકા ભજવે છે.

image source

નોંધારાનો આધાર એવી સરકાર દ્વારા મા-બાપના અચાનક મૃત્યુ પ્રસંગે તેના પર આશ્રિત પરિવારના બાળકો નિરાશ્રિત ન બની જાય તે માટે રાજ્ય સરકાર પાલકની ભૂમિકા ભજવે છે. 2019ની જો વાત કરીએ તો મહિસાગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં આ યોજના અન્વયે 165 અરજીઓ મળી હતી તેમાંથી 164 અરજીઓ મંજૂર કરીને લાભાર્થીઓને રૂ. 37.74 લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ