લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, જાણો અને પીવા લાગો તમે પણ

લીંબુ- પાણીના અદ્ભુત લાભ જાણો અને તમારા ડાયેટમાં તેને અચૂક શામેલ કરો

image source

આજે ઘણા બધા હેલ્થ કોન્શિયલ લોકોના દિવસની શરૂઆત હુંફાળા લીંબુ પાણીથી થાય છે.

ઘણા લોકોએ લીંબુ પાણીના ફાયદા જાણી પોતાની સવારની કોફી તેમજ ચાને પડતા મુક્યા છે. જેમાં તેમને જરા પણ નુકસાન નથી પણ અઢળક ફાયદા છે.

લીંબુ પાણી ઉપર ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા જેમાં સામાન્ય જાણકારી એવી મળી છે કે તેનાથી કોઈ જ નુકસાન નથી થતાં પણ ફાયદા અચૂક થાય છે.

image source

તો ચાલો તમને જણાવીએ કે લીંબુના પાણીથી તમને શું-શું લાભ પહોંચી શકે છે.

વિટામિન સીનો ઉત્તમ સ્રોત છે લીંબુનુ પાણી

લીંબુ એક સાઇટ્રસ ફ્રુટ છે અને સાઇટ્રસ ફ્રુટમાં વિટામીન સીનું પ્રમાણ પુષ્કળ હોય છે તેની સાથે સાથે તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે તમારા શરીરના કોષોને મુક્ત કણોથી થતાં નુકસાનથી બચાવે છે.

image source

આ સિવાય તમે પણ સાંભળ્યું હશે કે વિટામિન સી શરદીને પણ રોકે છે જોકે તેની કોઈ સત્તાવાર સાબિતી નથી મળી શકી.

પણ વિટામીન સી તમારા કાર્ડિયોવાસ્ક્યુલર રોગને, હૃદયના હૂમલાને તેમજ લો બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડી શકે છે. માત્ર એક લીંબુના રસમાંથી તમને 18.36 મિલિગ્રામ વિટામીન સી મળી રહે છે જે તમારી દીવસની જરૂરિયાતનો ત્રીજો ભાગ સંતોષે છે.

ત્વચાને સુંદર બનાવે છે લીંબુનં પાણી

image source

લીંબુમાં સમાયેલું વિટામીન સી તમારી ત્વચા પરથી કરચલીને દૂર કરે છે, તેમજ તે તમારી ડ્રાઈ સ્કિનની સમસ્યા પણ દૂર કરે છે અને સૂર્ય કિરણથી ત્વચાને જે નુકસાન થયું હોય તેને પણ તે દૂર કરે છે.

એમ પણ તમારી ત્વચા માટે શરીર હાઇડ્રેટ રહેવું ખુબ જરૂરી છે જો તમારી ત્વચાને પુરતો ભેજ નહીં મળે તો તે કોઈ છોડવાને પાણી ન આપવાથી લંઘાઈ જાય તેવી લંઘાઈ જશે.

તમારા શરીરરને હાઇડ્રેટ કરે છે લીંબુનું પાણી

image source

શરીરને સ્વસ્થ રાખવા માટે તેમાં પુરતા પ્રમાણમાં તરલ રહે તે ખુબ જ જરૂરી છે. લીંબુનું પાણી તમારા શરીરને પૌષ્ટિક રીતે હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

એક સંશોધન પ્રમાણે સ્ત્રીઓએ દિવસ દરમિયાન 2.6 લીટર પ્રવાહી ઓછામાં ઓછું લેવું જોઈએ જ્યારે પુરુષોએ 3.5 લીટર પ્રવાહી લેવું જોઈએ.

image source

આ પ્રવાહી તમે પાણી રૂપે કે પછી અન્ય રીતે જેમ કે દૂધ, છાશ, ફળોના રસ વિગેરેથી લઈ શકો છો.

અને બધાથી વિશેષ પાણી તમારા શરીરને લાભ પહોંચાડે છે પણ કેટલાક લોકોને પાણીનો સ્વાદ એટલો નથી પસંદ આવતો અને માટે જ તેઓ પાણી પીવાનું ટાળે છે અને આ રીતે તેઓ પોતાના શરીરને પુરતું પ્રવાહી નથી પોહંચાડતા.

image source

પણ પાણીમાં લીંબુ ઉમેરવાથી તેમાં એક ફ્લેવર ઉમેરાય છે અને તેના કારણે તેઓ પાણી પીવે છે અને આમ તેઓ પોતાના શરીરને પ્રવાહી પુરુ પાડે છે.

તાજો સ્વાસોચ્છ્વાસ આપે છે લીંબુનું પાણી

image source

તમે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે જમવાનું પુરું કર્યા બાદ તમને હેન્ડ વોશ માટે એક લેમન વોટર બોલ આપવામાં આવે છે જેમાં હાથ ધોવાથી તમે જે કંઈ ખાધેલું હોય તેની સ્મેલ તમારા હાથમાંથી દૂર થઈ જાય છે.

તેવી જ રીતે એક ગ્લાસ લીંબુનુ પીણી જમ્યા બાદ પીવાથી તમારા મોઢાની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.

પાચન સુધારે છે લીંબુ-પાણી

image source

ઘણા લોકો રોજ સવારે લીંબુનું પાણી પીવે છે જેથી કરીને તેમની કબજીયાતની સમસ્યા દૂર થાય.

રોજ સવારે હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીવામાં આવે તો તે તમારી પાચન શક્તિને સુધારે છે. આ રીતે તમે તમારી કબજિયાતની સમસ્યા પણ દૂર કરી શકો છો.

image source

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે લીંબુનો ખાટ્ટો સ્વાદ તમારા શરીરમાંના અગ્નિને પ્રોત્સાહિત કરે છે. અને સવારે જ્યારે શરીરમાં આ પ્રક્રિયા થાય છે ત્યારે તમારું પાચન તંત્ર જોશમાં આવે છે અને માટે તમારું શરીર સામાન્ય કરતાં વધારે સરળતાથી ખોરાક પચાવી શકે છે અને શરીરમાં ઝેરી તત્ત્વોનો ભરાવો પણ નથી થવા દેતું.

પથરીની સમસ્યા દૂર કરે છે લીંબુ-પાણી

image source

લીંબુમાં રહેલો સાઇટ્રીક એસિડ કીડનીમાં થતી પથરીના નિર્માણને રોકે છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પેશાબને ઓછું એસિડિક બનાવે છે અને નનીનાની પથરીને તોડી પણ નાખે છે.

લીંબુ પાણી પીવાથી તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર આવે છે અને તે પથરીના નાના નાના કણો પણ બહાર ફેંકી દે છે.

વજન ઘટાડામાં મદદ કરે છે લીંબુ પાણી

image source

સંશોધને જણાવે છે કે લીંબુમાં મળી આવતા પેલીફેનોલ એન્ટિઓક્સિડન્ટ્સ તમારા વજનને ઘટાડવામાં મદદ કરે છે અને ખાસ કરીને વજન વધારાને અટકાવે છે.

જો કે આ પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો છે અને તેમાં જે પરિણામ આવ્યા તે માણસ પર પ્રયોગ કરવાથી આવે તે હજુ સુધી સાબિત નથી થયું.

આ રીતે કરો લીંબુના પાણીનો પ્રયોગ

image source

ઉપર જણાવેલા ફાયદા મેળવવા માટે તમારે નિયમિત રીતે લીંબુનું પાણી પીવું જેઈએ. તમારે તેના માટે રોજનું એક લીંબુનું પાણી જ પીવાનું રહે છે.

લીંબુનું પાણી તમારે હંમેશા તાજા લીંબુથી જ બનાવવું જોઈએ. ઘણા લોકો બજારમાં મળતી તૈયાર લીંબુના રસની બોટલ રાખતા હોય છે તો તેને તમારે ન વાપરવું જોઈએ પણ શાક માર્કેટમાં મળતાં લીંબુમાંથી રસ કાઢીને તેનો જ ઉપયોગ કરવો જોઈએ.

image source

તેના માટે તમારે એક ગ્લાસ હુંફાળુ પાણી લેવું તમે ઠંડુ પાણી પણ લઈ શકો છો. તેમા તમારે એક લીંબુનો રસ ઉમેરવો અને તેને મિક્સ કરીને તે પી જવું.

તમે તેને ઓર વધારે સ્વાદિષ્ટ તેમજ રિફ્રેશિંગ બનાવવા માટે તેમાં ફુદીનો, મધ, આદુ, ગોળ, હળદર તેમજ તજનો પાઉડર પણ ઉમેરી શકો છો.

image source

આ સિવાય તમે લીંબુના રસના આઇસ ક્યુબ પણ તૈયાર કરી શકો છો અને તેનો જ ઉપયોગ તમે તમારા લીંબુના પાણીને બનાવામાં કરી શકો છો.

હવે એ જાણીએ કે લીંબુના પાણીથી શું કોઈ આડઅસર થાય છે ખરી?

– વધારે પડતું લીંબુનાં પાણીથી તમારા દાંત પરના એનેમલને તેની અસર થાય છે. લીંબુનું પાણી સીધું જ પીવા કરતાં તમારે તેને સ્ટ્રો દ્વારા પીવું જોઈએ જેથી તેની અસર દાંત પર ન થાય.

image source

– જો તમને હાર્ટ બર્ન થતું હોય તો લીંબુનું પાણી તમને ફાયદો પણ પહોંચાડી શકે છે અને નુકસાન પણ પહોંચાડી શકે છે. હવે તમારે જ નક્કી કરવું પડશે કે તે તમને નુકસાન કરે છે કે ફાયદો

– ઘણા લોકોને લીંબુનું પાણી પીવાથી પેશાબ વધારે લાગે છે. જો કે આવું તમે કોઈ આર્ટિફિશિયલ લીંબુનું પાણી પીવો ત્યારે જ બનતુ હોય છે.

image source

ઘણા બધા સંશોધન જણાવે છે કે લીંબુનું પાણી તમને ઘણા બધા શારીરિક ફાયદા પહોંચાડે છે. અને તમારા શરીરને હાઇડ્રેટ કરવામાં તમારી મદદ કરે છે. માટે આજથી જ તમે લીંબુનું પાણી પીવાનું શરૂ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ